Corona Question Answer: બાળકોમાં કોરોનાને લગતા તમારા સવાલ અને અમારા જવાબ

|

May 01, 2021 | 12:24 PM

કોરોનાનો આ મ્યુટંટ એટલો ઘાતક છે કે નાની ઉંમરના લોકોને પણ આઇ.સી.યુની સારવાર તથા ઓક્સિજનની જરૂર પડી રહી છે.

Corona Question Answer: બાળકોમાં કોરોનાને લગતા તમારા સવાલ અને અમારા જવાબ

Follow us on

Corona Question Answer: કોરોનાની બીજી લહેર દરમિયાન નાની ઉંમરના લોકો અને બાળકો વધુ પ્રમાણમાં સંક્રમિત થઇ રહ્યા છે. કોરોનાનો આ મ્યુટંટ એટલો ઘાતક છે કે નાની ઉંમરના લોકોને પણ આઇ.સી.યુની સારવાર તથા ઓક્સિજનની જરૂર પડી રહી છે. તેવામાં હવે દેશભરમાં પેરેન્ટ્સ તેમના બાળકોને લઇને ડર અનુભવી રહ્યા છે અને તેઓના મનમાં બાળકોની કાળજી કઇ રીતે રાખવી અને બાળકોને કોરોનાથી કઇ રીતે બચાવવા જેવા સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે અમે લાવ્યા છીએ તમારા સવાલોના જવાબ

બાળકોમાં કોરોનાના સામાન્ય લક્ષણ છે એ કઇ રીતે ઓળખવુ ?

બાળકનું ઓક્સિજન લેવલ ચેક કરતા રહો. જો તેનું ઓક્સિજન લેવલ 90 કે તેથી વધુ છે તો તે સામાન્ય છે. સંક્રમણ થાય ત્યારે 2 મહિનાથી નાના બાળકમાં શ્વાસ લેવાનો દર પ્રતિ મિનિટ 60થી ઓછો ન હોવો જોઇએ. 2 મહિનાથી 1 વર્ષ સુધીના બાળકમાં આ દર 50 અને 1 થી 5 વર્ષ વચ્ચેના બાળકોમાં આ દર 40 હોવો જોઇએ.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

કયા ઘરેલુ ઉપાયની મદદ લઇ શકાય ?

પલ્સ ઓક્સિમિટરની મદદથી ઓક્સિજન માપતા રહો અને તાવ કેટલો છે તે પણ માપતા રહો

– જો તાવ 100°F કરતા વધુ આવે તો પેરાસિટામોલ આપવી (10–15 mg/kg/dose)

– વધુ પ્રવાહી આપવુ
– હલકો અને પચે તેવો ખોરાક આપવો
– સાફ સફાઇનું ધ્યાન રાખવું
– વિટામીન-સી અને ઝિંકની ટેબલેટ આપીને ઇમ્યુનિટી વધારો

જો માતા બાળકને ધાવણ કરાવતી હોય તો શું તે વેક્સિન લઇ શકે ?

હાલની ગાઇડ લાઇન પ્રમાણે ગર્ભવતી મહિલા અને ધાવણ કરાવતી મહિલાને વેક્સિન આપવામાં આવતી નથી.

બાળકની હાલત ગંભીર છે એવુ ક્યારે માનવુ ?

નીચે આપેલા લક્ષણોને ધ્યાનથી વાંચો

– 4 કે 5 દિવસથી વધુ તાવ આવવો
– જો બાળક ખાવાનું ખૂબ ઓછુ કરી દે
– બાળક સુસ્ત બની રહ્યું હોય
– શ્વાસ ચઢવો
– ઓક્સિજનનું પ્રમાણ 95 ટકાથી ઓછુ થાય

જો ઉપરોક્ત કોઇ પણ લક્ષણ જોવા મળે તો તરત જ બાળકને હોસ્પિટલ લઇ જાવ

શું કોરોનાના કારણે બાળકની સ્થિતી ગંભીર થઇ શકે છે ?

અમુક બાળકોને કોરોનાના કારણે ગંભીર બિમારી થઇ શકે છે. જો કે પુખ્તવયના લોકો કરતા બાળકોમાં તેનું જોખમ ઓછુ હોય છે

60 થી 70 ટકા જેટલા બાળકો asymptomatic હોય છે

બાકીના લક્ષણો ધરાવતા બાળકોમાંથી ફક્ત 1 થી 2 ટકા જેટલા બાળકોને ICU ટ્રીટમેન્ટની જરૂર પડે છે.

બાળકોમાં કોરોનાના સામાન્ય લક્ષણ શુ હોય છે ?

શરદી, સામાન્ય કફ, તાવ અને શરીર દુખવું એ સામાન્ય લક્ષણો હોય શકે. આ સિવાય કોરોનાની બીજી લહેરમાં પેટમાં દુખાવો, ડાયેરિયા થવા અને ઉલ્ટી જેવા લક્ષણો પણ જોવા મળી રહ્યા છે

બાળકનો કોરોના ટેસ્ટ ક્યારે કરાવવો ?

જો પરિવારમાં કોઇ કોરોના સંક્રમિત હોય તો
જો તમારા બાળકમાં કોઇ પણ સંભવિત લક્ષણ દેખાય તો
3 દિવસથી વધુ તાવ આવે તો તરત જ કોરોનાનો ટેસ્ટ કરાવવો

Next Article