કેન્દ્ર સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે 9 માર્ચ 2024ના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ખાસ વાત એ છે કે માર્ચ 2023 પછી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ, સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ કર્યો છે. જો કે સરકારે એવું પણ કહ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં ઘટાડવામાં આવી શકે છે.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ માહિતી આપી છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવશે. ત્યારબાદ દેશની રાજધાની દિલ્હીમાં ગેસ સિલિન્ડરના ભાવ 803 રૂપિયાથી વધીને 853 રૂપિયા થશે. કોલકાતામાં ભાવ 829 રૂપિયાથી વધીને 879 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયાથી વધીને 853.50 રૂપિયા અને ચેન્નાઈમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ 818.50 રૂપિયાથી વધીને 868.50 રૂપિયા થશે. બીજી તરફ, ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતા ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઉજ્જવલા યોજનાનો ગેસ સિલિન્ડર જે 500 રૂપિયામાં મળતો હતો તે હવે 550 રૂપિયામાં મળશે. નવા ભાવ આવતીકાલ મંગળવારથી અમલમાં આવશે.
એક વર્ષ પછી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો છે. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લો ફેરફાર 9 માર્ચ 2024 ના રોજ જોવા મળ્યો હતો. ત્યારબાદ સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. તે પહેલાં, 30 ઓગસ્ટ, 2023 ના રોજ, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ 1103 રૂપિયાથી ઘટીને 903 રૂપિયા પ્રતિ ગેસ સિલિન્ડર થયો હતો. હવે પાછો રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
માર્ચ 2023 પછી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. માર્ચ ૨૦૨૩માં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારે ભાવ 1053 રૂપિયાથી વધીને 1103 રૂપિયા થઈ ગયા હતા. 1 જૂન, 2021 થી 1 માર્ચ, 2023 સુધી, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત 10 વખત વધારો જોવા મળ્યો. તે દરમિયાન, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 294 રૂપિયાનો વધારો થયો હતો.
બિઝનેસને લગતા નાના મોટા તમામ મહત્વના સમાચાર જાણવા માટે આપ અમારા આ ટોપિક પર ક્લિક કરો.
Published On - 5:30 pm, Mon, 7 April 25