Vadodara: હરિધામ સોખડા મંદિરનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો, જાણો કયા મુદ્દે કરાઈ અરજી

|

Apr 21, 2022 | 8:33 AM

મંદિરનો વિવિાદ એ હદે વકર્યો છે કે હવે સંતોના એક જૂથે હરિધામ સોખડાને રામ-રામ કરવાનો નિર્ણય કર્યો છે. મહત્વપૂર્ણ છે કે હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ ગાદીપતિની લડાઇ શરૂ થઇ અને હરિધામ સોખડા સ્વામિનારાયણ (Swaminarayan) મંદિર બે જૂથમાં વહેંચાઇ ગયું.

Vadodara: હરિધામ સોખડા મંદિરનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો, જાણો કયા મુદ્દે કરાઈ અરજી
Vadodara Sokhda Dham

Follow us on

હરિધામ સોખડા (Haridham Sokhada)  મંદિર (temple) નો વિવાદ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં પહોંચ્યો છે. હરિપ્રસાદ સ્વામીના સેક્રેટરીએ પ્રેમ સ્વરૂપ સ્વામી (Premaswarup Swami) અને તેમના મળતિયા વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે અને આરોપ લગાવ્યો છે કે, મંદિરમાં 400 સાધુ સંતો અને હરિભક્તોને ગોંધી રખાયા છે. જેને લઈને કોર્ટે તાત્કાલિક તમામ લોકોને છોડાવવા અને તેમને બપોરે વીડિયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ હાજર કરવા આદેશ આપ્યો છે. હરિપ્રસાદ સ્વામીના સેક્રેટરીએ દાવો કર્યો છે કે, 10 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ પચાવી પાડવા માટે પ્રેમસ્વરૂપ સ્વામી અને તેમના મળતિયાઓ બદઈરાદાથી વર્તી રહ્યા છે.

મંદિરનો વિવિાદ એ હદે વકર્યો છે કે હવે સંતોના એક જૂથે હરિધામ સોખડાને રામ-રામ કરવાનો નિર્ણય કર્યો છે. મહત્વપૂર્ણ છે કે હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ ગાદીપતિની લડાઇ શરૂ થઇ અને હરિધામ સોખડા મંદિર બે જૂથમાં વહેંચાઇ ગયું. જેમાં પ્રબોધ સ્વામી (Prabodh Swami) તથા પ્રેમસ્વરૂપ સ્વામી વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો. જોકે હવે વિવાદ એટલી હદે વકરી ચૂક્યો છે કે પ્રબોધ સ્વામી જૂથે શરણાગતિ સ્વીકારી લીધી હોય તેમ હરિધામ છોડવાનો નિર્ણય કર્યો છે અને અંગેની એક નોટિસ પણ મંદિર પરિસરમાં મુકવામાં આવી છે. આ નોટિસમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના મંદિર ન છોડવા આદેશ કરાયો છે.

પ્રબોધ સ્વામી જૂથે કરેલા નિર્ણય પર નજર કરીએ તો પ્રબોધ સ્વામી જૂથના 250 સંતો-સાધકો હરિધામ છોડશે. ભારે વિવાદને પગલે આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે. આ તમામ સંતો અને સાધકો હરિધામ છોડીને આવતીકાલે, કામરેજ નજીક આવેલી ભરથાણાની આત્મીય સ્કૂલ ખાતે રવાના થશે. મંદિરની 190માંથી 110 સાંખ્યયોગી બહેનો પણ સોખડા છોડી અમદાવાદ જશે. તો વિરોધી જૂથના સંતોની તમામ હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવતી હોવાની પણ ફરિયાદ છે. અને સંતો-સાધકો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના મંદિર ન છોડે તે માટે ગેટ પર બાઉન્સરો તહેનાત કરાયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સાખ્યયોગી બહેનોને દવાખાને લઇ જવાની પણ મંજૂરી નથી અપાઇ રહી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મંદિરનો વહીવટ અને સત્તા પોતાના હાથમાં લેવાની લ્હાયમાં સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જાણે કે ધર્મ ભૂલાયો હોય તેવો ઘાટ સર્જાયો છે અને હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ સોખડા મંદિર વિવાદોના વંટોળમાં ફસાયું છે. સત્તા માટે સંતો પ્રપંચ કરી રહ્યા છે. વિરોધી જૂથને બદનામ કરવા ષડયંત્ર રચી રહ્યા છે અને આ કાવાદાવામાં સંપ્રદાય બદનામ થઇ રહ્યો છે. સંપ્રદાયને વ્યાપ વધારવાની મૂળ વાત કોરાણે મુકાઇ છે અને સંતો જ સંસ્થાને બદનામ કરવા પર આતુર બન્યા છે. ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે શું પ્રબોધ સ્વામી જૂથના મંદિર છોડ્યા બાદ વિવાદ અટકી જશે ખરો.

આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા હત્યા કેસમાં આજે ચૂકાદો આવશે, ટ્રાયલ પૂરી થયા બાદ તારીખ પડી હતી

આ પણ વાંચોઃ Surat : શહેરમાં હવે ઇ બાઇસીકલ શેરિંગ પ્રોજેકટ શરૂ કરવાની તૈયારીમાં મહાનગરપાલિકા, 80 કિમી લંબાઈમાં સાઈકલ ટ્રેક બનાવાશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article