GOOD NEWS : જૂન સુધીમાં આવી શકે છે બાળકો માટેની CORONA VACCINE, આ કંપનીઓ કરી રહી છે મહેનત

|

Apr 29, 2021 | 5:07 PM

જહોન્સન અને એસ્ટ્રાઝેનેકા સહીતની 6 કંપનીઓ બાળકો માટેની કોરોના વેક્સીન (corona vaccine for children) પર કામ કરી રહી છે.

GOOD NEWS : જૂન સુધીમાં આવી શકે છે બાળકો માટેની CORONA VACCINE, આ કંપનીઓ કરી રહી છે મહેનત
FILE PHOTO

Follow us on

GOOD NEWS : હવે બાળકો માટેની કોરોના વેક્સીન (corona vaccine for children) જલ્દી જ માર્કેટમાં આવવાની તૈયારીમાં છે. તમામ ઉંમરના લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ રહ્યા છે. કોરોના મહામારીને નાબૂદ કરવા માટે હાલમાં બનાવવામાં આવેલી વેક્સીન ફક્ત પુખ્ત વયના લોકો માટે છે. જો કે હવે આ જીવલેણ બીમારીથી જલ્દી જ બાળકોને બચાવવા માટે કોરોના વેક્સીન લાવવામાં આવશે. જર્મન ફાર્માસ્યુટિકલ કંપની બાયોનોટેક (Bioentech) કહે છે કે તે યુરોપમાં 12 થી 15 વર્ષની વયના બાળકો માટે (corona vaccine for children)  જૂનમાં કોરોના વેક્સીન લાવશે.

ફાઈઝર અને બાયોનોટેક કરી રહી છે મહેનત
ફાઈઝર અને તેની ભાગીદાર જર્મન કંપની બાયોનોટેકે આ વર્ષના માર્ચના અંતમાં દાવો કર્યો હતો કે તેની કોવિડ-19 વેક્સીન 12 વર્ષથી વધુના બાળકો માટે સંપૂર્ણપણે સલામત છે અને પુખ્ત વયના લોકોની રસીની જેમ આ રસી પણ કોરાના વાયરસના રોગચાળાના પ્રભાવોને રોકવામાં અસરકારક છે. કંપનીએ આ દાવો 12 થી 15 વર્ષની વયના 2260 અમેરિકન વોલેંટીયર્સને કોરોના રસી આપ્યા બાદ જાહેર કરેલા પ્રાથમિક ડેટાના આધારે કર્યો હતો.

બાળકોને શાળાઓમાં પાછા મોકલવાની દિશામાં ફાઇઝરનો આ દાવો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ફાઈઝરના સીઈઓ આર્લબ બાઉર્લાએ જણાવ્યું હતું કે તેમની કંપની ટૂંક સમયમાં 12 વર્ષથી વધુના બાળકો માટેની કોરોના રસી (corona vaccine for children) ના ઈમરજન્સી ઉપયોગ માટે USFDA અને યુરોપિયન નિયમનકારોને અરજી કરશે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

મોડર્ના પણ કરી રહી છે મહેનત
અમેરિકન કંપની મોડર્ના પણ 12 થી 17 વર્ષની વયના બાળકો પર કોરોના રસી (corona vaccine for children) ની અસરનો અભ્યાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોડર્નાના અધ્યયનમાં જે તથ્યો બહાર આવ્યા છે તે ખૂબ જ સકારાત્મક છે. પરિણામે, USFDA એ પહેલેથી જ ફાઇઝર અને મોડર્નાને 6 વર્ષ સુધીના નવજાત શિશુ પર કોવિડ-19 ની અસરો અંગે સંશોધન કરવાની મંજૂરી આપી દીધી છે.

ઘણી કંપનીઓ રસી બનાવી રહી છે
નોંધનીય છે કે ફાઈઝર અને બાયોનોટેક જ નહીં, પણ જહોન્સન અને એસ્ટ્રાઝેનેકા સહીતની અડધો ડઝનથી વધુ કંપનીઓ બજારમાં બાળકો માટે કોરોના વાયરસની રસી લાવવાની હરીફાઈ કરી રહી છે. કંપનીઓ દાવો કરે છે કે ટૂંક સમયમાં છ મહિનાના બાળક માટે પણ કોરોના રસી બજારમાં ઉપલબ્ધ થશે. નિષ્ણાંતો માને છે કે જો આ રોગચાળો બંધ કરવો હોય તો બાળકોને પણ રસી આપવી પડશે.

આ પણ વાંચો : પૂર્વ વડાપ્રધાન Manmohan Singhએ કોરોનાને આપી મ્હાત, AIIMS માંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં

Published On - 5:04 pm, Thu, 29 April 21

Next Article