પૂર્વ વડાપ્રધાન Manmohan Singhએ કોરોનાને આપી મ્હાત, AIIMS માંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં

Former PM Manmohan Singh ને 19 એપ્રિલના રોજ AIIMS ના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

  • Tv9 webdesk42
  • Published On - 16:18 PM, 29 Apr 2021
પૂર્વ વડાપ્રધાન Manmohan Singhએ કોરોનાને આપી મ્હાત, AIIMS માંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં
FILE PHOTO

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે (Former PM Manmohan Singh) કોરોનાને મ્હાત આપી છે. મનમોહનસિંઘને 19 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ આવ્યા બાદ AIIMS ના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. 19 એપ્રિલે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કોરોના વાયરસ પરીક્ષણનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. મનમોહનસિંઘને દિલ્હી AIIMS ના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનમોહનસિંઘને હળવો તાવ હતો અને તપાસ બાદ તેમને કોરોના વાયરસનું સંક્રમણ થયું હોવાની પુષ્ટિ થઈ હતી, ત્યારબાદ તેઓ ડોકટરોની દેખરેખ હેઠળ હતા.

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ (Former PM Manmohan Singh) ને કોરોના ‘કોવાક્સિન’ રસીના બે ડોઝ આપવામાં આવી હતા. તેમની ઉમર 88 વર્ષ છે અને તેમને ડાયાબિટીસ પણ છે.આજે 29 એપ્રિલે તેમને AIIMS ના ટ્રોમા સેન્ટરમાંથી રજા આપવામાં આવી છે.

ગત વર્ષે તાવને કારણે દાખલ કરાયા હતા
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંઘ (Former PM Manmohan Singh) ની બે બાયપાસ સર્જરી પણ થઈ ચુકી છે. 1990માં તેમની પ્રથમ શસ્ત્રક્રિયા યુનાઇટેડ કિંગડમમાં થઈ હતી અને 2004 માં એસ્કોર્ટ હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી થઈ હતી. 2009માં એમની બીજી બાયપાસ સર્જરી AIIMS માં થઈ હતી. તાવના કારણે ગયા વર્ષે મે મહિનામાં મનમોહનઘને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ત્યારે પણ દેશમાં કોરોના તેની ચરમસીમા પર હતો.

મોદી સરકારને કોરોના સામે લડવા સૂચનો આપ્યા હતા
કોવિડ-19 સામેની લડાઈ માટે મનમોહનસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને પાંચ પગલાં સૂચવ્યાં હતાં. પત્રમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોરોના મહામારી સામે લડવા માટે, રસીકરણ અને દવાઓનો પુરવઠો વધારવો જરૂરી છે. મનમોહનસિંહે કહ્યું કે કુલ રસીકરણની સંખ્યા માત્ર જોવા જવી જોઈએ નહીં, પરંતુ તે જોવાનું જોઇએ કે વસ્તીની કેટલી ટકાવારીનું રસીકરણ થયું છે.

 

આ પણ વાંચો : PM MODI અને સેના પ્રમુખ નરવણે વચ્ચે મુલાકાત, કોરોનાના સંકટ પર સેનાના કાર્યોની માહિતી આપી