ભાવનગરના માર્ગો પર મોટા ખાડાઓ અને રખડતા ઢોર, બંનેમાંથી જીવના જોખમે બચવું પડે છે

|

Sep 28, 2021 | 7:25 PM

તંત્ર તરફથી એક ઢોર દીઠ રૂપિયા 3 હજારનો નિભાવ ખર્ચ પણ પાંજરાપોળને ચૂકવવામાં આવે છે છતાં પાંજરાપોળ ઢોરને રાખવા તૈયાર થતા નથી. ભાવનગર મનપાના આયોજનના અભાવે ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો હજુ કોઈ રસ્તો નથી.

BHAVNAGAR : ભાવનગર શહેરમાં વરસાદ આવવાથી રસ્તાઓ પર ખાડા પડી ગયા છે.. બીજા શબ્દોમાં કહીએ તો રસ્તાની ખસ્તા હાલત થઈ ગઈ છે.બીજી તરફ શહેરના રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે..અવારનવાર રાહદારીઓ અને વાહનચાલકો રખડતા ઢોરની અડફેટે આવવાના પણ કિસ્સાઓ ભૂતકાળમાં બની ગયા છે.બંને સ્થિતિમાં ભાવનગરવાસીઓની મુશ્કેલીઓ વધી રહી છે.

ભાવનગરમાં આવેલા ગૌરવપથની વાત કરીએ તો આ ગૌરવપથ ઓછો અને ગૌ-પથ વધુ લાગી રહ્યો છે.. જે રસ્તા પર વાહનો ચાલવા જોઈએ ત્યાં  રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠા છે.શહેરી વિસ્તારમાં ઢોરની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની છે. ભાવનગર મહાનગરપાલિકા તરફથી તાજેતરમાં જ ઢોર પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી પણ તેના નિકાલની કોઇ વ્યવસ્થા ના ઠેકાણા નહીં હોવાના આક્ષેપ વિરોધપક્ષ તરફથી થઈ રહ્યા છે. આટલું જ નહીં પરંતુ શહેરના રસ્તાઓ પર રખડતા ઢોર ઉપરાંત ખાડાનું પણ સામ્રાજ્ય છે.. આ માટે પણ શાસકપક્ષ જ જવાબદાર હોવાનું વિરોધપક્ષનું માનવું છે.

મહાનગરપાલિકાના મેયરનું કહેવું છે કે રસ્તા પર રખડતા આખલા અને ગાયોનો ત્રાસ વધી ગયા બાદ તેમને ડબ્બામાં પૂરવાની કામગીરી ચાલી રહી છે.મહાનગરપાલિકાની ટીમ રખડતા આખલાઓને તો પકડી લે છે પણ ગાયો રસ્તા પર રખડતી હોય છે જે સાંજ પડે તેના માલિકને ત્યાં ચાલી જાય છે તેવો દાવો મેયરે કર્યો છે.

તંત્ર તરફથી એક ઢોર દીઠ રૂપિયા 3 હજારનો નિભાવ ખર્ચ પણ પાંજરાપોળને ચૂકવવામાં આવે છે છતાં પાંજરાપોળ ઢોરને રાખવા તૈયાર થતા નથી. ભાવનગર મનપાના આયોજનના અભાવે ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો હજુ કોઈ રસ્તો નથી.. શાસકપક્ષ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની વાતો કરે છે, પરંતુ હજી સુધી રખડતા ઢોર અને ખાડાવાળા રસ્તામાંથી ભાવેણાના નગરજનોને મુક્તિ નથી મળી.

આ પણ વાંચો : રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, RMCએ 36 ટીમ બનાવી ફોગિંગની કામગીરી હાથ ધરી

આ પણ વાંચો : BANASKANTHA : જિલ્લાનું મધ હવે અમૂલ બ્રાન્ડ હેઠળ વિશ્વના બજારમાં વેચાશે

Next Video