Ahmedabad: વહેલી સવારથી જ વરસાદી માહોલ, વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ VIDEO

Ahmedabad: વહેલી સવારથી જ વરસાદી માહોલ, વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ VIDEO

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 10:00 AM

અમદાવાદમાં મોડી રાતથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ વિવિધ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. ક્યાંક વરસાદી છાંટા તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

Ahmedabad: અમદાવાદમાં મોડી રાતથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ વિવિધ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. ક્યાંક વરસાદી છાંટા તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના નરોડા, નિકોલ, કૃષ્ણનગર, રાણીપ, ઈસનપુર, મણિનગર, વટવા, ચાંદલોડીયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના જીવરાજપાર્ક, વેજલપુર, સેટેલાઈટ, એસજી હાઈવે, શિવરંજની, નારણપુરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 2 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે, વોલમાર્ક લો પ્રેશર હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. આજના દિવસની વાત કરીએ તો, જૂનાગઢ, ગીરસોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ અપાયું છે. જ્યાારે અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, ભરૂચ, વડોદરા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં યલો એલર્ટ અપાયું છે. રાજ્યમાં 14 અને 15 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યા છે. 14 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ અને વલસાડમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ છે. જ્યારે 15 જુલાઈએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

Published on: Jul 14, 2022 09:44 AM
g clip-path="url(#clip0_868_265)">