અભિનેત્રી યામી ગૌતમને પણ પસંદ છે હોમ મેઇડ કાજલ, જાણો બનાવવાની રીત

|

Sep 19, 2020 | 2:44 PM

કાજલ આંખોની સુંદરતા વધારવાનું કામ કરે છે. પહેલાના જમાનામાં લોકો પોતાના ઘરમાં જ કાજલ બનાવતા હતા. એ કાજલ આંખો માટે ખૂબ સારું ગણાતું હતું. તાજેતરમાં જ અભિનેત્રી યામી ગૌતમે પોતાના ફેન્સને હોમ મેઇડ કાજલ બનાવવાની રીત શીખવાડી છે. યામી ગૌતમે તેના ઇન્સ્ટાગ્રામ પર પારંપરિક રીતે કાજલ બનાવવાની રીત શેર કરી છે. See more Web Stories […]

અભિનેત્રી યામી ગૌતમને પણ પસંદ છે હોમ મેઇડ કાજલ, જાણો બનાવવાની રીત

Follow us on

કાજલ આંખોની સુંદરતા વધારવાનું કામ કરે છે. પહેલાના જમાનામાં લોકો પોતાના ઘરમાં જ કાજલ બનાવતા હતા. એ કાજલ આંખો માટે ખૂબ સારું ગણાતું હતું. તાજેતરમાં જ અભિનેત્રી યામી ગૌતમે પોતાના ફેન્સને હોમ મેઇડ કાજલ બનાવવાની રીત શીખવાડી છે. યામી ગૌતમે તેના ઇન્સ્ટાગ્રામ પર પારંપરિક રીતે કાજલ બનાવવાની રીત શેર કરી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યામી ગૌતમે તેની પોસ્ટ પર લખ્યું છે કે જ્યારે તે ગરમીઓની રજાના પોતાની નાનીના ઘરે જતી હતી ત્યારે તેની નાની તેને ઘરે જ કાજલ તૈયાર કરીને લગાવતા હતા.શું તમે ક્યારેય ઘરે કાજલ બનાવ્યું છે ? તો આજે અમે તમને બતાવીએ હોમ મેઇડ કાજલ બનાવવાની રીત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નેચરલ પ્રોડકટથી જ હંમેશા કાજલ બનાવવામાં આવે છે. તેને તૈયાર કરવા માટે કેસ્ટર ઓઇલ, કપૂર અને પિત્તળનું નાનું વાસણ જરૂરી છે. તે આયુર્વેદિક કાજલ છે. કેટલાક લોકો કાજલ તૈયાર કરવા માટે બદામનો પણ ઉપયોગ કરે છે. બંને રીત કુદરતી છે. અને આંખો માટે ફાયદાકારક છે. યામી ગૌતમે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાજલ બનાવવાની રીત શેર કરી છે, જે તમારી આંખોને ઠંડક આપી શકે છે.

1). નાની વાટકી અને તે જ આકારની નાની સ્ટીલની પ્લેટ લો.
2). એક માટીનો દીવડો લો, તેમાં એક ચમચી ઘી નાંખો અને દિવો પ્રગટાવો.
3). હવે આ દિવાને એક વાટકીમાં રાખો અને સ્ટીલની પ્લેટમાં ઘી લગાવીને એ વાટકીને ઢાંકી દો.
4). 30 થી 35 મિનિટ પછી આ પ્લેટને હટાવો, તમે જોશો કે તેના પર કાળાશ લાગેલી હશે.
5). હવે તેને કાઢીને એક એરટાઈટ કન્ટેનરમાં રાખો. તમારું કાજલ તૈયાર છે.
6). તમે તેમાં કપૂર અને કેસ્ટર ઓઇલ મિક્ષ કરી શકો છો, તે આંખ માટે સારું છે.

હોમ મેઇડ કાજલના ફાયદા :

-આ કાજલ વિટામિન ઈ થી ભરપૂર હોય છે, જે આંખોની પાંપણને કાળી અને ભરાવદાર બનાવવામાં મદદ કરે છે.
-ઓર્ગેનિક કાજલ આંખોનો થાક દૂર કરે છે.
-બહાર મળતા કાજલમાં કેમિકલ હોય શકે છે. પણ આ કાજલથી આંખની માંસપેશીઓ મજબૂત બને છે.

Published On - 2:39 pm, Sat, 19 September 20

Next Article