શ્રીલંકા સિરિયલ બ્લાસ્ટ: 215 લોકોના મોત, 3 ભારતીય નાગરિકનો પણ સમાવેશ, 450થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ

|

Apr 21, 2019 | 5:32 PM

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા. કોલંબો શહેરમાં થયેલાં 8 વિસ્ફોટમાં 215 જેટલાં લોકોના મોત થયા હોવાની ખબર મળી રહી છે. તેમાંથી 3 વ્યક્તિ ભારતીય પણ છે. ઈસ્ટરના દિવસે જ શ્રીલંકાના કોલંબો શહેરમાં વિવિધ હોટેલ અને ચર્ચમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા અને આ વિસ્ફોટના લીધે 215 લોકો મૃત્યુ પામ્યા હોય તેવી ખબર મળી […]

શ્રીલંકા સિરિયલ બ્લાસ્ટ: 215 લોકોના મોત, 3 ભારતીય નાગરિકનો પણ સમાવેશ, 450થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ

Follow us on

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા. કોલંબો શહેરમાં થયેલાં 8 વિસ્ફોટમાં 215 જેટલાં લોકોના મોત થયા હોવાની ખબર મળી રહી છે. તેમાંથી 3 વ્યક્તિ ભારતીય પણ છે.

ઈસ્ટરના દિવસે જ શ્રીલંકાના કોલંબો શહેરમાં વિવિધ હોટેલ અને ચર્ચમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા અને આ વિસ્ફોટના લીધે 215 લોકો મૃત્યુ પામ્યા હોય તેવી ખબર મળી રહી છે. જ્યારે 450થી વધારે લોકો ઘાયલ થયા છે. આ આંકડાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઘટનાને લઈને પોલીસે 13 જેટલાં શંકાસ્પદ લોકોની ધરપકડ પણ કરી છે. 215માંથી 35 નાગરિકો વિદેશી છે જેમાં 3 ભારતીય નાગરિક હોય તેવું જાણવા મળી રહ્યું છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

TV9 Gujarati

 

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘ ટ્વિટ કરીને લખ્યું કે સુરક્ષા એજન્સીઓ પાસે આ ઘટનાને લઈને પહેલાથી શંકા હતી તો શા માટે આ માહિતી કેબીનીટ સાથે શેર કરવામાં ન આવી કે તેને લઈને કોઈ વિશેષ પગલા લેવામાં ન આવ્યા. તેમણે વિશેષ તપાસ કરવાની પણ વાત કરી.

આ ઘટનાને લીધે સમગ્ર વિશ્વમાં શોકનું મોજુ ફરી વળ્યું છે તો ભારત સરકારે પણ શ્રીલંકાને તમામ મદદ પહોંચાડીને તેમની  સાથે ઉભા રહેવાની તૈયારી દાખવી છે. પોલીસે સ્થાનિક લોકોની ધરપકડ કરી છે અને આ ઘટનાને લઈને કોઈ વિદેશી ક્નેકશન છે કે નહીં તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article