વારંવાર મરી જવાની ધમકી આપતી પત્નીને… પતિ ઘરમાંથી બહાર કાઢી શકે કે તેનાથી અલગ થઈ શકે?

રોજિંદા જીવનમાં આપણે જોયુ હશે પતિ-પત્ની વચ્ચે અણબનાવ થાય તો પત્ની રિસામણે પિયર જતી રહે છે, જો કે કેટલાક કિસ્સામાં એવુ પણ બને છે કે પતિ અણબનાવ થયા બાદ પત્નીને ઘરમાંથી કાઢી મુકે છે તો સવાલ એ છે કે શું પતિ પત્નીને ઘરમાંથી બહાર કાઢી શકે કે નહીં. આવો જાણીએ

વારંવાર મરી જવાની ધમકી આપતી પત્નીને... પતિ ઘરમાંથી બહાર કાઢી શકે કે તેનાથી અલગ થઈ શકે?
| Updated on: Dec 27, 2025 | 3:13 PM

દામ્પત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચેની તકરાર ક્યારેક એટલુ મોટુ સ્વરૂપ લઈ લે છે કે પતિ-પત્નીનું એક છત નીચે એક ઘરમાં રહેવુ મુશ્કેલ બની જાય છે. કેટલાક કિસ્સામાં એવુ પણ બને છે કે કોઈ એક પાત્ર જોડે રહેવા નથી માગતુ અને બીજુ પાત્ર માત્ર જીદ ખાતર કે બદલો લેવાની ભાવનાથી ઘર છોડવા તૈયાર નથી થતુ. કેટલાક કિસ્સામાં પતિ પત્ની વચ્ચેનો વિવાદ એટલો વધી જાય છે કે પતિ પત્નીને ઘરમાંથી નીકળી જવાનું કહી દે છે અથવા તો તેની સાથે ઝઘડો કરીને તેને ઘરમાંથી બહાર કાઢી મુકે છે તો શું પતિ આવુ કરી શકે ખરા? શું કહે છે કાયદો?

પત્નીને ઘરમાંથી કાઢી મુકવી એ કાયદેસર ગુનો

Domestic Violence Act 2005 (ઘરેલુ હિંસા અધિનિયમ 2005) અનુસાર જો પતિ પત્નીને બળજબરીથી ઘર છોડવા માટેની ફરજ પાડે છે તો તે કાયદેસર ગુનો ગણાય છે. ખાસ કરીને જો પતિ-પત્ની કાયદેસર વિવાહીત હોય. પત્નીને શારીરિક કે માનસિક ત્રાસ આપીને બળજબરીથી તેને ઘરમાંથી બહાર ધકેલી ન શકે.

Protection of Women from Domestic Violence Act, 2005 મુજબ

  • પત્નીને સાસરીમાં રહેવાનો સંપૂર્ણ હક્ક છે
  • ઘર ભલે પતિના નામે હોય કે સાસરિયાના નામે હોય, તેનાથી ફર્ક પડતો નથી

સવાલ: જો પત્ની વારંવાર મરી જવાની ધમકી આપતી હોય તો પતિ શું કરે?

કેટલાક કિસ્સામાં આપણે જોયુ છે કે પત્નીઓ પણ પતિને પોતાની જીદ મનાવવા માટે મરી જવાની ધમકી આપતી હોય છે. આવા કિસ્સામાં પતિની હાલત ઘણી કફોડી થઈ જાય છે. તે ના તો શાંતિથી પોતાની નોકરી કે ધંધામાં ધ્યાન પરોવી શકે છે કે ના તો ઘરમાં શાંતિથી જીવી શકે છે.

  • પત્ની પતિને બ્લેકમેલ કરે તો શું કરવુ?
  • સંયુક્ત કુટુંબમાંથી અલગ થવાની જીદ માટે પત્ની દ્વારા મરી જવાની ધમકી
  • પિયરમાં રહેવા માટે પત્ની દ્વારા મરી જવાની ધમકી
  • ઘર જમાઈ રહેવા માટે પત્ની દ્વારા મરી જવાની ધમકી
  • સંતાનોના કિસ્સામાં પત્ની દ્વારા મરી જવાની ધમકી
  • પિતાના ધંધા-બિઝનેસમાં મદદ કરવાની ના પાડે તો પત્ની દ્વારા મરી જવાની ધમકી
  • પિયરિયાઓને આર્થિક મદદ કરવાની ના પાડે તો પત્ની દ્વારા મરી જવાની ધમકી

પત્ની જ્યારે વારંવાર આત્મહત્યા કરવાની ધમકી આપતી હોય તો તેનાથી ડરેલા પતિ પાસે એક જ રસ્તો હોય છે કે તે પત્નીને તેના માતાપિતાના ઘરે મોકલી આપે. પતિને હંમેશા એવો ડર સતાવે છે કે તેની ગેરહાજરીમાં પત્ની કંઈક આડાઅવળુ પગલુ ભરી બેસશે તો તે મહા મુસીબતમાં મુકાઈ જશે. આવા કિસ્સામાં પણ શું પતિ પત્નીની અલગ ન થઈ શકે?

તો તેનો જવાબ પણ કાયદાકીય દૃષ્ટિએ તો ના જ છે પરંતુ હાં પતિ પોલીસની મદદ ચોક્કસ લઈ શકે છે.

જો પત્ની વારંવાર ધમકી આપતી હોય તો પતિએ શું કરવુ?

આવા કિસ્સામાં પતિ પોલીસની મદદ લઈ શકે છે. પતિ તેના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જઈને એક લેખિત અરજી આપી શકે છે. જેમા પતિ તેમની રજૂઆત કરી શકે છે કે મારી પત્ની તેની ગેરવ્યાજબી જીદ પુરી કરવા માટે મને વારંવાર આત્મહત્યા કરવાની ધમકી આપે છે અને ખોટા કેસમાં ફસાવી દેવાનુ કહે છે. આ પ્રકારની લેખિત અરજી તે પોલીસ સ્ટેશનમાં કરી શકે છે, જે બાદ નારી સંરક્ષણ ગૃહ દ્વારા પત્નીનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે.

માત્ર સ્વાર્થ કે સ્વચ્છંદતા ખાતર પતિ પત્નીને તેના ઘરમાંથી બહાર કાઢી શકે નહીં. જો પતિ આવુ કરે છે તો BNS હેઠળ ક્રૂરતા ગુનાની કલમ 85/86 હેઠળ FIR નો આધાર બની શકે છે. પતિ અને સાસરીયા સામે પોલીસ કાર્યવાહી થાય છે. જેમા આરોપી પતિ પોલીસ કસ્ટડી અથવા જેલ ભોગવે છે.

નાસિકમાં કુંભમેળા સ્થળેથી હટાવાશે 1800 જેટલા વૃક્ષો, આસ્થાના નામે પ્રકૃતિનું નિકંદન કેટલુ યોગ્ય ?

Published On - 2:47 pm, Sat, 27 December 25