
જ્યારે શરીર પર આકાશીય વીજળી પડે છે, ત્યારે કરોડો વોલ્ટનો કરંટ માનવ શરીરમાંથી પસાર થાય છે. તે ત્વચા, પેશીઓ, ચેતા અને સ્નાયુઓને અત્યંત ખરાબ રીતે બાળી નાખે છે. તેની સીધી અસર મગજ અને હૃદય પર પડે છે. પરિણામે, વ્યક્તિના ધબકારા બંધ થઈ જાય છે અને શ્વાસ બંધ થઈ જાય છે.

જો જે વાદળોમાંથી વીજળી પડે છે, તેનો ચાર્જ નકારાત્મક ( ઋણ ભાર ) હોય, તો તે પૃથ્વીની સપાટી પર હાજર ધન ચાર્જ તરફ આકર્ષાય છે અને આ રીતે વીજળી જમીન પર પડે છે. આનાથી બચવા માટે, વરસાદ દરમિયાન અથવા હવામાન બદલાય ત્યારે ખુલ્લા મેદાનમાં, વીજળીના થાંભલા કે ઝાડ નીચે ઊભા ના રહેવું જોઈએ. આ ઉપરાંત ધાતુની વસ્તુઓને ના અડવું જોઈએ. મજબૂત કોંક્રિટથી બનેલ મકાનમાં આશરો લેવો જોઈએ.
Published On - 4:02 pm, Tue, 17 June 25