General Knowledge : આયુષ્માન કાર્ડ અને આયુષ્માન વય વંદના કાર્ડ કોને મળે ? બન્ને કાર્ડ માટે પાત્રતાના માપદંડ શું ?

GK News :આયુષ્માન કાર્ડ અને આયુષ્માન વય વંદના કાર્ડ માટેની પાત્રતાની શરતો અલગ-અલગ છે. દેશના ૭૦ વર્ષથી વધુ ઉંમરના કોઈપણ નાગરિક 'આયુષ્માન વય વંદના કાર્ડ' માટે અરજી કરી શકે છે, જ્યારે સામાન્ય 'આયુષ્માન કાર્ડ' માટેની પાત્રતા વ્યક્તિની આર્થિક સ્થિતિના આધારે નક્કી કરવામાં આવે છે.

General Knowledge : આયુષ્માન કાર્ડ અને આયુષ્માન વય વંદના કાર્ડ કોને મળે ? બન્ને કાર્ડ માટે પાત્રતાના માપદંડ શું ?
AI-generated image
Image Credit source: AI-generated image
| Updated on: Oct 30, 2026 | 1:52 PM

દેશમાં ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ (AB-PMJAY) કાર્યરત છે, જે વિશ્વની સૌથી મોટી સરકારી આરોગ્ય યોજના છે. આ જ પહેલ હેઠળ, વડાપ્રધાન મોદીએ બે વર્ષ પહેલાં ‘આયુષ્માન ભારત વય વંદના યોજના’ શરૂ કરી હતી. બંને યોજનાઓના લાભાર્થીઓએ, આરોગ્યલક્ષી સુવિધા મેળાવવા માટે કાર્ડ મેળવવું જરૂરી છે. જેના દ્વારા તેઓ રૂપિયા 5 લાખ સુધીની તબીબી સારવાર વિનામૂલ્યે મેળવી શકે છે. જો કે, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ બંને કાર્ડ માટેની પાત્રતાના માપદંડો અલગ-અલગ છે. સામાન્ય આયુષ્માન કાર્ડ માટે, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે ચોક્કસ અને અલગ-અલગ શરતો છે.

શું આયુષ્માન કાર્ડ અને વય વંદના કાર્ડ એક જ છે?

ઘણા લોકો ભૂલથી એવું માને છે કે, આ બંને કાર્ડ એક સમાન છે. બંને યોજનાઓમાં પાત્રતા માટે આર્થિક સ્થિતિનું એક મહત્વનું પરિબળ છે. જો કે બંને યોજનાઓમાં રૂપિયા 5 લાખ સુધીની મફત, કેશલેસ (રોકડ રહિત) તબીબી સારવાર મળે છે, પરંતુ તેમની પાત્રતાના માપદંડો અલગ છે. સામાન્ય આયુષ્માન કાર્ડ આર્થિક સ્થિતિના આધારે આપવામાં આવે છે, જ્યારે આયુષ્માન વય વંદના કાર્ડ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે ઉપલબ્ધ છે, પછી ભલે તેમની આર્થિક સ્થિતિ ગમે તે હોય.

શું આયુષ્માન વય વંદના કાર્ડ મેળવવા માટે અગાઉથી આયુષ્માન કાર્ડ હોવું જરૂરી છે?

એક સામાન્ય ગેરસમજ છે કે જેમના પાસે પહેલેથી જ આયુષ્માન કાર્ડ છે, તેઓ જ આયુષ્માન વય વંદના કાર્ડ માટે અરજી કરી શકે છે. પરંતુ આવું નથી. દેશના 70 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ વરિષ્ઠ નાગરિક તેમની આર્થિક પૃષ્ઠભૂમિ ગમે તે હોય આયુષ્માન વય વંદના કાર્ડ માટે પાત્ર છે. આ માટે અગાઉથી આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી હોવું પૂર્વશરત નથી. વધુમાં, વરિષ્ઠ નાગરિકોએ તેમની પાસે પહેલેથી જ હોય ​​તેવી કોઈપણ ખાનગી સ્વાસ્થ્ય વીમા પોલિસી (private health insurance policy) જતી કરવાની જરૂર નથી. 70 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ ઘરે બેઠા ઓનલાઇન માધ્યમથી તેમના કાર્ડ માટે અરજી કરી શકે છે.

સામાન્ય ‘આયુષ્માન કાર્ડ’ મેળવવા માટે કેટલાક માપદંડો તપાસવામાં આવે છે. લાભાર્થી વ્યક્તિ સરકારી નોકરીમાં ના હોવી જોઈએ, આવકવેરો (income tax) ભરતી ના હોવી જોઈએ, માસિક આવક રૂપિયા 10,000 થી વધુ ના હોવી જોઈએ, પરિવાર પાસે 5 એકરથી વધુ ખેતીલાયક જમીન ના હોવી જોઈએ અને પરિવાર પાસે ત્રણ પૈડાં કે ચાર પૈડાંવાળું વાહન ના હોવું જોઈએ. જો કે, ‘આયુષ્માન વય વંદના’ કાર્ડ માટે, વ્યક્તિની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવતી નથી. માત્ર તેમની ઉંમરને જ ધ્યાનમાં લેવામાં આવે છે.

સરકારી નોકરીમાં જરૂરી એવુ ‘CCC’ પ્રમાણપત્ર કોણ આપે છે ? આ કોમ્પ્યુટર કોર્સ ક્યાંથી કરી શકાય ?

Follow Us
Loading...
Unable to load recommendations.