75 વર્ષ બાદ મળ્યો હતો ટાઈટેનિક જહાજનો કાટમાળ, આ 6 રહસ્યોનો નથી ઉકેલી શકાયો ભેદ

|

Jul 27, 2022 | 10:19 PM

ટાઈટેનિક (Titanic) આ નામ પણ એક અકસ્માત સાથે જોડાયેલુ છે. ટાઈટેનિક એક મોટુ દરિયાનું જહાજ હતુ, જે અકસ્માતને કારણે દરિયામાં ડૂબી ગયુ હતુ.

75 વર્ષ બાદ મળ્યો હતો ટાઈટેનિક જહાજનો કાટમાળ, આ 6 રહસ્યોનો નથી ઉકેલી શકાયો ભેદ
Titanic
Image Credit source: File Photo

Follow us on

અકસ્માત નાના હોય કે મોટા કોઈને કોઈ રીતે નુકશાન પહોંચાડતા જ હોય છે. અકસ્માતોથી શારીરિક, માનસિક અને આર્થિક રીતે ખુબ નુકશાન થતુ હોય છે. દુનિયામાં એવા અનેક મોટા અકસ્માતો થયા છે, જેણે દરેકને આશ્ચર્યચકિત કર્યા છે. આ અકસ્માતો એટલા ભયાનક હોય છે કે તેમાં હજારો લોકોના મોત થયા હોય છે. કેટલાક લોકોની તો લાશ પણ નથી મળતી તો કેટલાકના શરીર બળીને રાખ થઈ જાય છે. આવા ઘણા જહાજો અને વિમાનોના અકસ્માતોની વાર્તા આપણે સાંભળી જ છે. ટાઈટેનિક (Titanic) આ નામ પણ એક અકસ્માત સાથે જોડાયેલુ છે. ટાઈટેનિક એક મોટુ દરિયાનું જહાજ હતુ, જે અકસ્માતને કારણે દરિયામાં ડૂબી ગયુ હતુ.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે તે દુર્ઘટનાના 75 વર્ષ બાદ તેનો કાટમાળ મળ્યો હતો. આ ટાઈટેનિક જહાજના અકસ્માત પર ઘણા સંશોધન કરવામાં આવ્યા, પણ 110 વર્ષ બાદ હજુ ઘણા રહસ્યોના ઉકેલી શકાયા નથી. તે રહસ્યો આજે પણ એન્ટાન્ટિક મહાસાગરમાં (Atlantic Ocean) ટાઈટેનિક જહાજના કાટમાળ સાથે દબાયેલા છે. ચાલો જાણીએ કે ક્યા ક્યા રહસ્યો આજે પણ ઉકેલાયા નથી. જો તે રહસ્યોનો ઉકેલ આવે તો ઘણી બધી વાતો સામે આવી શકે છે. જે ચોંકાવનારી હશે.

શું થયુ હતુ એ દિવસે?

110 વર્ષ પહેલા 16 એપ્રિલ, 1909ના રોજ આ ટાઈટેનિક જહાજ એક હિમશીલા સાથે અથડાયુ હતુ. રિપોર્ટ અનુસાર તે સમયે ટાઈટેનિકની સ્પીડ 41 કિલોમીટર પ્રતિકલાકની હતી અને તે ઈંગ્લેન્ડના સાઉથમ્પૈટનથી અમેરિકાના ન્યૂર્યોક તરફ જઈ રહ્યુ હતુ. આ અકસ્માત એન્ટાટિક સમૃદ્રમાં થયુ હતુ અને તે સમયે તે જહાજમાં અનેક યાત્રીઓ સૂતા હતા. કહેવામાં આવે છે કે આ જહાજ ક્યારે ના ડુબી શકે પણ આ જહાજ તરત જ ડૂબી ગયુ. આ અકસ્માતમાં 1500 લોકો મરી ગયા હતા.

આ પણ વાંચો

  1. જહાજના 2 ટૂકડા થવાનું રહસ્ય – આ હજુ સુધી એ રહસ્ય જ છે કે ટાઈટેનિકના 2 ટૂકડા કેવી રીતે થયા.
  2. ક્યારેય ના ડૂબી શકનાર જહાજ કેમ ડૂબ્યુ ? – ઈજનેરો એ આ જહાજ એ રીતે બનાવ્યુ હતુ કે તે ક્યારે ના ડૂબી શકે, જો તેનો એક ભાગ ડૂબી પણ જાય તો બીજો ભાગ બચી શકતો હતો. કહેવાય છે કે અકસ્માત એટલો ભયંકર હતો કે જહાજના અડધા ભાગમાં તીરાડ પડી હતી.
  3. બ્લૂબેન્ડને કારણે થયો અકસ્માત? – એન્ટાટિક મહાસાગરમાં ઝડપથી ચાલનાર જહાજને એક સમ્માન મળતુ જેને બ્લૂબેન્ડ કહે છે. શું આ જહાજ આ સમ્માન મેળવવા સ્પીડમાં જતુ હતુ. તે એક રહસ્ય છે.
  4. ટાઈટેનિકની સ્પીડ – એ પ્રશ્ન હજુ પણ લોકોને થાય છે કે ટાઈટેનિક આટલી સ્પીડમાં કેમ જઈ રહ્યુ હતુ. તેની પાછળનું કારણ શું હતુ ?
  5. દૂરબીન – ક્રૂના સભ્યો પાસે દૂરબીન ના હતુ ? જો દૂરબીન હોત, તો આ અકસ્માત રોકી શકાયો હોત.
  6. સુરક્ષા પર સવાલ – આ અકસ્માતમાં 1500 લોકોના મોત થયા હતા. જેને કારણે સવાલ થઈ રહ્યો છે કે શું આ જહાજ પર સુરક્ષાની કોઈ વ્યવસ્થા નહીં હતી?

Published On - 10:18 pm, Wed, 27 July 22

Next Article