
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના અવસાન બાદ વર્ષ 1949માં તેમના પૌત્ર પ્રતાપસિંહ રાવ ગાયકવાડને વડોદરાના નવા મહારાજ બનાવવામાં આવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલના અંગત સચિવ અને રજવાડાઓના ભારતીય સંઘમાં વિલીનીકરણના સૂત્રધાર રહેલા વી.પી. મેનને તેમના પુસ્તક ‘Integration of the Indian State’ માં લખ્યુ છે કે વડોદરાના મહારાજને તત્કાલિન કિંમત મુજબ લગભગ 300 મિલિયન ડૉલરની સંપત્તિ વિરાસતમાં મળી હતી. મતલબ સ્પષ્ટ છે કે 30 કરોડ ડૉલર અને 15 મિલિયન ડૉલરના રત્નો અને અભૂષણો મળ્યા હતા. શરૂઆતમાં દાદાના પગલે ચાલીને બરોડામાં અનેક આધુનિક સુવિધાઓ લાવ્યા એવુ પણ કહેવાય છે કે હૈદરાબાદના નિઝામ પછી બીજા નંબરે સૌથી વધુ સંપત્તિ વડોદરાના મહારાજા પાસે હતી. પ્રતાપસિંહ રાવ ગાયકવાડે તેમના દાદા સયાજીરાવ ગાયકવાડના રસ્તે ચાલવાનો પ્રયાસ કર્યો. તેમણે વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરાવી. જે કલાકારો અને વિદ્રાનોને મદદ કરતા હતા. તેમના રજવાડામાં ગોલ્ફ અને પોલો ક્લબ જેવા આધુનિક વસ્તુઓની ભેટ આપી. દેશના સૌપ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત પણ કરાવી. જેનુ નામ હતુ વડોદરા બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશન.અહીં પહેલા પ્રસારણમાં વંદેમાતરમ ગાવામાં...
Published On - 3:38 pm, Fri, 7 November 25