AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, લિફ્ટ અકસ્માતમાં ઉત્પાદક કંપની, મેન્ટેનન્સ એજન્સી અને બિલ્ડિગ માલિક ત્રણેય સંયુક્ત રીતે જવાબદાર રહેશે

સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં લિફ્ટને ‘કોમન કેરિયર’ (સાર્વજનિક પરિવહન સાધન) ગણીને સ્પષ્ટ કર્યું છે કે લિફ્ટ દુર્ઘટનામાં ઉત્પાદક, મેન્ટેનન્સ એજન્સી અને મકાન માલિક/મેનેજમેન્ટ ત્રણેય સંયુક્ત રીતે જવાબદાર રહેશે. વર્ષ 2003માં RAW મુખ્યાલયમાં લિફ્ટ અકસ્માતમાં જીવ ગુમાવનાર પૂર્વ રાજદ્વારી વિપિન હાંડાના પરિવારને વ્યાજ સહિત ₹3.01 કરોડનું વળતર ચૂકવવાનો આદેશ યથાવત રાખવામાં આવ્યો છે.

Breaking News: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, લિફ્ટ અકસ્માતમાં ઉત્પાદક કંપની, મેન્ટેનન્સ એજન્સી અને બિલ્ડિગ માલિક ત્રણેય સંયુક્ત રીતે જવાબદાર રહેશે
| Updated on: Sep 29, 2026 | 8:00 PM
Share

એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નિર્ધારિત કર્યું છે કે કોઈપણ લિફ્ટ (એલિવેટર) દુર્ઘટનાના કિસ્સામાં લિફ્ટ બનાવનાર કંપની, તેની જાળવણી (મેન્ટેનન્સ) કરતી એજન્સી અને જે બિલ્ડિંગમાં લિફ્ટ કાર્યરત છે તેના માલિક કે મેનેજમેન્ટ—આ ત્રણેય સંયુક્ત રીતે મુસાફરોની સુરક્ષા માટે જવાબદાર રહેશે. અદાલતે લિફ્ટને “કોમન કેરિયર” (જાહેર પરિવહન સાધન) નો દરજ્જો આપતાં સ્પષ્ટ જણાવ્યું કે પ્રવાસીઓની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવી આ તમામ પક્ષોની સર્વોચ્ચ જવાબદારી છે.

જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની ખંડપીઠે ઓટિસ એલિવેટર કંપની (ઇન્ડિયા) લિમિટેડની અપીલ ફગાવી દેતાં રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચ (NCDRC) ના 2014 ના આદેશને કાયમ રાખ્યો છે.

પૂર્વ રાજદ્વારી વિપિન હાંડાના મોતના કેસમાં ચુકાદો

આ મામલો 20 માર્ચ 2003 ના રોજ નવી દિલ્હી સ્થિત RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) ના મુખ્યાલયમાં સર્જાયેલા લિફ્ટ અકસ્માત સાથે સંકળાયેલો છે. તે દિવસે 13 અધિકારીઓ લિફ્ટ દ્વારા નીચે આવી રહ્યા હતા ત્યારે લિફ્ટ છઠ્ઠા અને સાતમા માળ વચ્ચે ફસાઈ ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન જ્યારે પૂર્વ રાજદ્વારી વિપિન હાંડા અડધા બહાર નીકળ્યા, ત્યારે લિફ્ટ અચાનક નીચે ધસી પડી હતી. લિફ્ટ અને ફ્લોર વચ્ચે માથું કચડાઈ જતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય અધિકારીઓને સુરક્ષિત બહાર કઢાયા હતા.

સુપ્રીમ કોર્ટે સ્વ. વિપિન હાંડાના પત્ની અને બે બાળકોને ₹3.01 કરોડનું વળતર ચૂકવવાના આદેશને માન્ય રાખ્યો છે. આ રકમ પર 20 માર્ચ 2003 (અકસ્માતની તારીખ) થી 9 ટકા વાર્ષિક વ્યાજ અને જો 90 દિવસમાં ચૂકવણી ન થાય તો 12 ટકા વ્યાજ આપવાનો નિર્દેશ પણ યથાવત રાખવામાં આવ્યો છે.

પીડિત પાસેથી દોષ શોધવાની અપેક્ષા ન રાખી શકાય: કોર્ટ

કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, લિફ્ટમાં પગ મૂક્યા પછી મુસાફર પોતાની સુરક્ષા સંપૂર્ણપણે તે યાંત્રિક પ્રણાલી પર છોડી દે છે. અકસ્માત બાદ પીડિત કે તેના પરિવાર પાસેથી એવી અપેક્ષા ન રાખી શકાય કે તેઓ એ સાબિત કરે કે કોનો કેટલો વાંક હતો. પીડિત પક્ષ કોઈપણ જવાબદાર પક્ષ પાસેથી પૂરા વળતરની માંગ કરી શકે છે અને ત્યારબાદ સંબંધિત પક્ષો અંદરોઅંદર પોતાની જવાબદારી નક્કી કરી શકે છે.

જવાબદારીનું વિભાજન

સુનાવણી દરમિયાન ઓટિસે દલીલ કરી હતી કે આ દુર્ઘટના બચાવ કામગીરી દરમિયાન થયેલી માનવીય ભૂલના કારણે બની હતી. જોકે, કોર્ટે નોંધ્યું કે લિફ્ટમાં લાંબા સમયથી ખામીઓ આવી રહી હતી અને ઓટિસને તેની સંપૂર્ણ જાણકારી હોવા છતાં તેણે લિફ્ટને અસુરક્ષિત જાહેર કરી નહોતી.

આ સાથે મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ (MES) એ પણ મેન્ટેનન્સ કાર્યની યોગ્ય દેખરેખ રાખી ન હતી અને RAW મેનેજમેન્ટે વારંવારની ફરિયાદો છતાં જરૂરી પગલાં લીધાં નહોતાં. આ આધાર પર અદાલતે NCDRC દ્વારા નક્કી કરાયેલ વળતર ચૂકવણીનો ગુણોત્તર યથાવત રાખ્યો: ઓટિસ એલિવેટર કંપની: 70%, મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ (MES): 25%, RAW (મેનેજમેન્ટ): 5%

આધુનિક શહેરી જીવનમાં લિફ્ટ અને સુરક્ષા

આજના સમયમાં જમીનની અછતને કારણે શહેરો ઊંચાઈ તરફ વિસ્તરી રહ્યા છે અને લિફ્ટ રોજિંદા જીવનનું અનિવાર્ય અંગ બની ગઈ છે. લોકો જ્યારે સ્ટીલની નાની કેબિનમાં પ્રવેશે છે અને દરવાજા બંધ થાય છે, ત્યારે તેઓ પોતાના નિયંત્રણ બહારની સિસ્ટમ પર ભરોસો મૂકે છે. લિફ્ટમાં સહેજ આંચકો, અચાનક અટકી જવું કે અવાજ પણ લોકોમાં ભય પેદા કરી શકે છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાએ ફરી સાબિત કર્યું છે કે લિફ્ટમાં સુરક્ષા માત્ર એક અપેક્ષા નહીં, પરંતુ દરેક મુસાફરને મળતી મૂળભૂત ગેરંટી હોવી જોઈએ.

મચ્છરોના ત્રાસથી છો પરેશાન ? લીંબુની છાલ, કપૂર અને લીમડાના તેલનો આ નેચરલ દીવો મિનિટોમાં મચ્છરોને કરશે દૂર

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">