એક 8 વર્ષની છોકરીની વાર્તા, જેના બલિદાનથી સેંકડો છોકરીઓ શિક્ષિત થઈ

|

Sep 24, 2022 | 8:41 PM

149 વર્ષ પહેલા સમાજ સુધારા માટે એક મહત્વનું પગલું ભરવામાં આવ્યુ હતુ. 149 વર્ષ પહેલા આજના દિવસે મહાત્મા જ્યોતિરાવ ફુલે એ મહારાષ્ટ્રના પુણેમાં લોકો સાથે મળીને જાતિગત ભેદભાવને નાબૂદ કરવા અને સમાજમાં એકતા લાવવા માટે સત્ય શોઘક સમાજની (Satya Sodhak samaj) સ્થાપના કરી હતી.

એક 8 વર્ષની છોકરીની વાર્તા, જેના બલિદાનથી સેંકડો છોકરીઓ શિક્ષિત થઈ
Kashi Bai

Follow us on

Knowledge : 149 વર્ષ પહેલા સમાજ સુધારા માટે એક મહત્વનું પગલું ભરવામાં આવ્યુ હતુ. 149 વર્ષ પહેલા આજના દિવસે મહાત્મા જ્યોતિરાવ ફુલે એ મહારાષ્ટ્રના પુણેમાં લોકો સાથે મળીને જાતિગત ભેદભાવને નાબૂદ કરવા અને સમાજમાં એકતા લાવવા માટે સત્ય શોઘક સમાજની (Satya Sodhak samaj) સ્થાપના કરી હતી. ડો. વિશ્રામ રામજી ઘોલે પુણેના પ્રસિદ્ધ સર્જન હતા. તેમને લોકો ‘વાયસરાય માનદ સર્જન’ તરીકે ઓળખતા. તેઓ પછાત જાતિના હતા, તેમ છતા તેમના સંબંધો ઉચ્ચ જાતિના લોકો સાથે સારા હતા. તેઓ પણ સત્ય શોઘક સમાજની બેઠકમાં સામેલ થયા હતા.

ડો. વિશ્રામ રામજી ઘોલે મહિલા સશક્તિકરણના સમર્થક હતા. તેથી જ તેમણે પોતાની પહેલી દીકરી કાશીબાઈને (Kashi bai) શિક્ષિત કરાવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે તેમના આ નિર્ણયનો સમાજમાં ઘોર વિરોધ થયો હતો. તેમ છતાં ડર્યા વગર, હિંમત સાથે તેઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા. તેમનો આ નિર્ણય સમાજમાં એક નવી ક્રાંતિ લાવવાનો હતો.

તેમનો નિર્ણય જોખમી સાબિત થયો

ડો. ઘોલેની મરાઠી બાયોગ્રાફી અનુશાર, તે સમયનો સમાજ માનતો હતો, કે દીકરીને શિક્ષિત કરવાથી આવનારી પેઢી બર્બાદ થઈ જશે. સમાજના આવી વિચારધારા અને વિરોધ વચ્ચે, રુઢિવાદી સમાજની વિરુધ જઈને દીકરીને શિક્ષિત કરવાનો આ નિર્ણય સરળ ન હતો.
તેઓ કાશીબાઈને પ્રેમથી બાહુલી કહેતા હતા. સમાજના વિરોધ વચ્ચે તેઓ એ દીકરીને ભણાવા મોકલી.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

પહેલા પરિવારનો વિરોધ અને પછી સમાજના વિરોધને કારણે કાશીબાઈના જીવને જોખમ હતુ. ધીરે ધીરે વિરોધ વધવા લાગ્યો. તેમના કેટલાક પરિવારજનો એ કાશીબાઈને મારવાની યોજના બનાવી. તેમણે કાશીબાઈના ભોજનમાં કાચના બારીક ટુકડા ઉમેર્યા. જેને કારણે કાશીબાઈના શરીરની અંદરનો ઘણો ભાગ ખરાબ રીતે ડેમેજ થયો.

દીકરીની હત્યા, છતાં હિંમત ન હારી

પોતાની દીકરીની હત્યા બાદ, ડો. ઘોલે એ દીકરીઓને શિક્ષાનો અધિકાર અપાવવા માટેનું અભિયાન શરુ કર્યુ. વર્ષ 1884માં તેમણે છોકરીઓ માટે સ્કૂલ ખોલી. તેમણે તે જ સ્કૂલમાં પોતાની નાની દીકરી ગંગૂબાઈને પણ ભણાવી. જે આગળ જતા વૈદિક ધર્મની જાણકાર બની. ડો. વિશ્રામ રામજી ઘોલે સતત મહિલાઓના વિકાસ અને શિક્ષા માટે સમાજ સામે લડયા. તેમની દીકરીના બલિદાન અને તેમના આ અભિયાનને કારણે આજે કરોડો દીકરીઓ શિક્ષા લઈ રહી છે. અને શિક્ષા મેળવી સમાજમાં આગળ વધી રહી છે.

Published On - 8:41 pm, Sat, 24 September 22

Next Article