Republic Day 2026 : હાથથી તૈયાર કરાયેલું બંધારણ કેટલું મોટું છે અને કઈ શાહીનો ઉપયોગ કરાયો હતો ? જાણો રસપ્રદ વાતો

આજે આપણે ભારતના સંવિધાન સાથે જોડાયેલી કેટલીક એવી વાતો વિશે વાત કરીશું જેના વિશે તમે જાણતા નહી હોય. બંધારણ 64 લાખ શબ્દો અને 432 નિબથી બન્યું છે. આ ભારતના લોકતંત્રનો આધાર છે.

Republic Day 2026 : હાથથી તૈયાર કરાયેલું બંધારણ કેટલું મોટું છે અને કઈ શાહીનો ઉપયોગ કરાયો હતો ? જાણો રસપ્રદ વાતો
| Updated on: Jan 25, 2026 | 7:04 AM

ભારતીય બંધારણ હાથથી લખાયેલું છે. તેને તૈયાર કરવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. આ પોતાનામાં એક રેકોર્ડ છે. તેથી, ભારતીય બંધારણને વિશ્વનું બીજું સૌથી મોટું હાથથી લાખેયેલું બંધારણ માનવામાં આવે છે. ભારતીય બંધારણને તૈયાર કરતી વખતે ઘણા દેશોના બંધારણોનું રિસર્ચ કરવામાં આવ્યું હતુ.

કુલ 64 લાખનો ખર્ચો થયો

  1. ભારતીય બંધારણ તૈયાર થવામાં કુલ 64 લાખનો ખર્ચો થયો હતો. ભારતીય બંધારણ લખતા પહેલા અંદાજે 60થી વધુ દેશના બંધારણને વાંચવામાં આવ્યા હતા. જેમાંથી જે ભારત માટે પરિપ્રેક્ષ્ય હતા. તેને સામેલ કરવામાં આવ્યું, ભારતીય બંધારણની મૂળ નકલો સંસદની લાઈબ્રેરીમાં રાખવામાં આવી છે. તેમના લાંબા સમય સુધી ટકી રહેવા માટે, તેમને હિલીયમ ભરેલા બોક્સમાં રાખવામાં આવે છે.
  2. બંધારણ લખતા પહેલા હજારો બંધારણ થયા હતા. બંધારણ હિન્દી અને અંગ્રેજીમાં લખવામાં આવી છે. તેમજ ખાસ વાત એ છે કે, બંધારણ હાથથી લખવામાં આવ્યું છે. બંધારણનું ડ્રાફ્ટ જ્યારે પહેલી વખત તૈયાર થયું તો તેમાં 2,000 થી વધુ સુધારા કરવામાં આવ્યા હતા. ભારતીય બંધારણ સૌપ્રથમ દહેરાદૂનમાં પ્રકાશિત થયું હતું. તે સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા ફોટોલિથોગ્રાફ પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું.
  3. 2 વર્ષ ,11 મહિના અને 18 દિવસમાં તૈયાર થયેલા બંધારણ માટે પહેલી બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ થઈ હતી. બંધારણ સભાની પહેલા અને અસ્થાયી અધ્યક્ષ ડો. સચ્ચિદાનંદ સિન્હા , બંધારણ સભા કુલ 11 સત્રોમાં આયોજિત કરવામાં આવી હતી. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર થયો હતો.
  4. બંધારણ લખવાનું કામ પ્રેમ બિહારી નારાયણ રાયજાદાને સોંપવામાં આવ્યું હતું. તેઓ વ્યવસાયે કૈલિગ્રાફિસ્ટ હતા, તેમણે આ કળા તેમના દાદા પાસેથી શીખી હતી. ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ તેમને બંધારણ લખવાની જવાબદારી સોંપી હતી. જ્યારે તેમની પાસેથી મહેનતાણું માંગવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટપણે ના પાડી દીધી.
  5. બંધારણ લખવાની પ્રક્રિયામાં 432 નિબ ઘસાઈ ગઈ હતી. આ ઇંગ્લેન્ડથી આયાત કરવામાં આવી હતી. ત્યારબાદ નિબને હોલ્ડરમાં લગાવી પેન બનાવવામાં આવી અને શાહીમાં ડુબાડી બંધારણ લખવામાં આવ્યો હતું.
  6. ભારતીય બંધારણ દુનિયાભરનું સૌથી લાંબુ છે. જેમાં એક પ્રસ્તાવના ,22 ભાગ,448 અનુચ્છેદ અને 12 અનુસુચિઓ છે. 24 જાન્યુઆરી,1950ના રોજ બંધારણ ખંડમાં વિધાનસભાના 284 સભ્યો દ્વારા તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. શાંતિનિકેતનના કલાકારોએ દરેક પાનાની ડિઝાઇન કરી હતી, જેમાં રામ મનોહર સિંહા અને નંદલાલ બોઝનો સમાવેશ થાય છે.

ગણતંત્ર દિવસ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. જે દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો