જ્યારે પડી જશે 100 મીટર ઉંચી સુપરટેક બિલ્ડીંગ તો નજીકની સોસાયટીને થશે તેની અસર

|

Aug 24, 2022 | 9:52 PM

સુપરટેકના (Supertech Building) તે બે ટાવર ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે, જેના પર લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. હવે આ ટાવરમાં વિસ્ફોટકો લગાવવાનું કામ પણ પૂરું થઈ ગયું છે અને હવે 28 ઓગસ્ટે તેને પાડવામાં આવશે.

જ્યારે પડી જશે 100 મીટર ઉંચી સુપરટેક બિલ્ડીંગ તો નજીકની સોસાયટીને થશે તેની અસર
supertech building

Follow us on

સુપરટેક ટ્વીન ટાવરને (Twin Tower) તોડી પાડવાનો સમય નજીક આવી ગયો છે. સુપરટેકને પાડવાની તારીખ નક્કી થતાં તેને તોડી પાડવાની પ્રોસેસની ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ માટે 3000 કિલોથી વધુ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવશે અને થોડી જ સેકન્ડમાં આ ઈમારત નીચે પડી જશે. સુપરટેકના (Supertech Building) બે ટાવર તોડી પાડવા વિશે અલગ અલગ તથ્યો ઈન્ટરનેટ પર જણાવવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં લોકોના મનમાં ઈમારતને તોડી પાડવા વિશે સવાલ છે. આ દરમિયાન લોકો જાણવા માંગે છે કે જ્યારે બિલ્ડીંગ પડશે તો ત્યારે તેની આસપાસની ઇમારતો પર શું અસર થશે.

નજીકમાં રહેતા લોકોને ડર છે કે જ્યારે 100 મીટર ઉંચી ઈમારત પડી જશે, ત્યારે શું થશે અને તે સમયે વાતાવરણ કેવું હશે. આવી પરિસ્થિતિમાં આ સવાલો માટે અમે માઈનિંગ એન્જિનિયર અને પ્રખ્યાત ડિમોલિશન એક્સપર્ટ આનંદ શર્મા સાથે વાત કરી. તેમને જણાવ્યું કે બિલ્ડિંગ કેવી રીતે તોડી પાડવામાં આવશે અને તેની આસપાસના વિસ્તારોમાં શું અસર પડશે.

આસપાસની બિલ્ડિંગને અસર થશે?

આસપાસની સોસાયટી પર પડેલી અસર વિશે આનંદ શર્માએ જણાવ્યું હતું કે નજીકના બિલ્ડિંગ પર તેની કોઈ અસર નહીં થાય. તેમને કહ્યું કે જ્યારે પણ આ ઉંચી ઈમારતોને તોડી પાડવામાં આવે છે, ત્યારે ઘણું પ્લાનિંગ કરવામાં આવે છે અને જે રીતે આ ઈમારત પડે છે. તેનાથી નજીકની ઈમારતને કોઈ નુકસાન થતું નથી. પહેલા રિસર્ચ કરીને કાટમાળ પડવાની ડાયરેક્શન બદલી નાખવામાં આવે છે, જેના કારણે કાટમાળ ખાલી જગ્યાની જેમ પડે છે. આમાં એકસાથે ઇમારત પડતી નથી પરંતુ ટુકડાઓમાં પડે છે અને કાટમાળ પણ તે જ જગ્યાએ પડે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેમને કહ્યું ‘જો કોઈ બિલ્ડિંગ એકદમ નજીકમાં છે, તો તેમાં ધૂળ ઉડવાનો ભય છે. આ સિવાય કોઈ ખતરો નથી, તેમાં પણ ધૂળથી બચવા માટે ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ધૂળ, ધુમાડો વગેરે બાબતે પણ વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં થોડી ધૂળ દૂર થઈ જાય છે. પાણીનો પણ પુષ્કળ ઉપયોગ થાય છે, પરંતુ ધૂળનું પ્રમાણ ઘણું વધારે છે.

વિસ્ફોટકો શું છે?

આનંદ શર્માએ કહ્યું ‘બિલ્ડીંગ તોડવા માટે જે વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે આરડીએક્સથી અલગ છે. તેઓ બિલ્ડિંગની સાઈઝ મુજબ ડિઝાઇન કરીને લગાવવામાં આવે છે. આમાં છેલ્લો વિસ્ફોટક એક્સપ્લોસિવ ઈલેક્ટ્રિક કરંટ સાથે જોડાયેલ છે, જ્યારે અન્ય વિસ્ફોટકો નોન-ઈલેક્ટ્રીક વાયર સાથે જોડાયેલા છે. આ ડિઝાઈન મુજબ તે આપોઆપ ક્નેક્ટ થઈ જાય છે અને બ્લાસ્ટ થાય છે અને બ્લાસ્ટ થયા પછી ઈમારત નીચે આવતી રહે છે. તેથી એવું કહી શકાય કે તે સંપૂર્ણપણે રિમોટથી ઓપરેટ થતું નથી. તે અલગ રીતે ડિઝાઈન કરીને પિલર્સ લગાવવામાં આવે છે.

Next Article