AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oscars 2023 : ઓસ્કારની એ ગિફ્ટ બેગ જેની કિંમત 1 કરોડ રૂપિયાથી પણ વધુ છે, જાણો શું હોય છે આ બેગમાં અને કોને મળે છે

દર વર્ષે, ઓસ્કારમાં નોમિનેશન મેળવનાર ઉમેદવારોને ગિફ્ટ બેગ આપવામાં આવે છે. તેની શરૂઆત 2002થી થઈ હતી. આ ગિફ્ટ બેગમાં 60 પ્રકારની વસ્તુઓ છે.

Oscars 2023 : ઓસ્કારની એ ગિફ્ટ બેગ જેની કિંમત 1 કરોડ રૂપિયાથી પણ વધુ છે, જાણો શું હોય છે આ બેગમાં અને કોને મળે છે
Oscars 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 10:23 AM
Share

ઓસ્કારમાં નોમિનેશન મેળવવું એ પોતાનામાં એક મોટી ઉપલબ્ધિ છે. ભલે તમે ઓસ્કાર એવોર્ડ ન જીતો, તમે ખાલી હાથે ઘરે નહીં જાવ. પ્રાઇમ કેટેગરીમાં નોમિનેશન મેળવનાર ઉમેદવારોને ઓસ્કાર દ્વારા ગિફ્ટ બેગ આપવામાં આવે છે. આ કોઈ સામાન્ય બેગ નથી. તેની કિંમત એવી છે કે તેને સાંભળીને તમારું માથું ચકરાઈ જશે. નવાઈની વાત એ છે કે ઓસ્કારના આયોજકને આ બેગ માટે એક રૂપિયો પણ ખર્ચવો પડતો નથી.

ઓસ્કાર ગિફ્ટ બેગનું વિતરણ લોસ એન્જલસ સ્થિત માર્કેટિંગ કંપની ડિસ્ટિકટીવ એસેટ દ્વારા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ બેગમાં શું હોય છે અને શા માટે વહેંચવામાં આવે છે.

Oscar gift bag

Oscar gift bag

બેગમાં શું હોય છે?

દર વર્ષે, ઓસ્કારમાં નોમિનેશન મેળવનાર ઉમેદવારોને ગિફ્ટ બેગ આપવામાં આવે છે. તેની શરૂઆત 2002થી થઈ હતી. આ ગિફ્ટ બેગમાં 60 પ્રકારની વસ્તુઓ છે. જેમાં બ્યુટી પ્રોડક્ટ્સ, લક્ઝરી લાઈફસ્ટાઈલ આઈટમ્સ અને લક્ઝરી વેકેશન પાસ ઉપલબ્ધ છે. લક્ઝરી વેકેશન પાસ દ્વારા 8 લોકોને ઓસ્ટ્રેલિયામાં ક્વીન્સલેન્ડ અને ઇટાલિયન લાઇટ હાઉસમાં રહેવાની તક મળે છે.

આ ઉપરાંત જે ઉમેદવારો મેળવે છે તેમને તેમના ઘરની અંદરની જગ્યા બદલવાની પણ તક મળે છે. આ માટે 25 હજાર ડોલર સુધીની રકમ ગિફ્ટ તરીકે વપરાય છે.આ વર્ષે આપવામાં આવેલી ગિફ્ટ બેગની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાયમાં આવી રહ્યુ છે.

આ ગિફ્ટ બેગમાં 50 ટકા સુધીની પ્રોડક્ટ્સ એવી કંપનીઓની છે જેના માલિકો કાં તો મહિલાઓ છે અથવા તો લઘુમતી સમુદાયની છે. આ સિવાય દિગ્ગજ કંપની મિયાજની સ્કિનકેર પ્રોડક્ટ્સ, PETA તરફથી ટ્રાવેલ પિલો સહિત ઘણી વસ્તુઓ છે. આ ઉપરાંત ફૂડ કંપની ક્લિફ થિન્સ અને જાપાનીઝ કંપની તરફથી જાપાનીઝ મિલ્ક બ્રેડની ભેટ પણ આપવામાં આવે છે.

આ સાથે તેમાં અનેક પ્રકારની ઑફર્સ, બુક્સ, સ્કાર્ફ અને પરફ્યુમ સામેલ છે. આ સિવાય જે લોકોને ઓસ્કાર વીકમાં મળે છે તેમને લોસ એન્જલસની લક્સ બુલેવાર્ડ હોટેલમાં ગિફ્ટિંગ સ્યુટમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. અહીં અનેક વિશ્વ વિખ્યાત બ્રાન્ડ્સ તેમનું સ્વાગત કરશે અને તેમની પ્રોડક્ટ્સ ગિફ્ટ કરશે.

Oscar gift bag

Oscar gift bag

આ બેગ કોને મળે છે?

જે ઉમેદવારો ઓસ્કાર ગિફ્ટ બેગ પ્રોગ્રામ હોસ્ટ કરે છે અને પ્રીમિયમ કેટેગરીમાં નોમિનેશન મેળવે છે તેઓને તે મળે છે. શ્રેષ્ઠ દિગ્દર્શક, અભિનેત્રી, અભિનેતા, સહાયક અભિનેતા અને સહાયક અભિનેત્રીનો પ્રીમિયમ શ્રેણીમાં સમાવેશ થાય છે. જો કે, જે ઉમેદવારોને તે મળે છે તેમને તે લેવાનો ઇનકાર કરવાનો પણ અધિકાર છે.

ગયા વર્ષે, અભિનેતા ડેન્જોન વોશિંગ્ટને તેને લેવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે અભિનેતા જેકે સિમોન્સે તેને ચેરિટીમાં દાન કર્યું હતું. જ્યોર્જ ક્લુનીએ 2006માં પણ આવું જ કર્યું હતું. આ બેગ મેળવનાર ઉમેદવારોએ કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડતો નથી.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">