કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે આધારા કાર્ડને લઈને વધુ સરળ અને સુરક્ષિત બનાવવા માટે એક આધાર એપ લોંચ કરી છે. આ નવા એપની જાહેરાત કેન્દ્રીય મંત્રીએ એક્સ પર કરી છે. આ એપ ફેસ આઈડી ઓથેંન્ટીકેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સને જોડે છે. તેના દ્વારા ભારતીય નાગરિકોને ડિજિટલ આધાર સર્વિસ મળશે.
UIDAIના સહયોગથી બનાવાયેલા આ એપમાં QR કોડ આધારીત ઈન્સ્ટન્ટ વેરિફિકેશન અને ઓથેન્ટિકેશન માટે રિયલ ટાઈમ ફેસ આઈડીની સુવિધા છે. તેનાથી લોકોને આધારની ફિજિકલ ફોટોકોપી કે કાર્ડ લાવવાની જરૂર નહીં રહે. વૈષ્ણવે એક્સ પર એક પોસ્ટમાં કહ્યુ કે આધાર વેરિફિકેશન યુપીઆઈ પેમેન્ટ કરવા જેટલુ જ સરળ થઈ જશે.
આ આધાર એપથી યુઝર્સને હવે ફિઝિકલ આધાર કાર્ડ સાથે રાખવાની જરૂર નહીં રહે. હોટેલમાં ચેક-ઈન ચેકઆઉટ દરમિયાન તેની ફોટોકોપી આપવાની જરૂર નહીં રહે. એપ બહુ જલદી બીટા ટેસ્ટિંગ ફેઝ પુરુ કરવાની તૈયારીમાં છે અને સમગ્ર દેશમાં વ્યાપક રીતે તેને લાગુ કરી દેવામાં આવશે. જેના દ્વારા આધારની ફિઝિકલ કોપી બતાવ્યા વિના જ આ નવી એપથી લોકો ક્યુઆર કોડ સ્કેન કરીને તેની ઓળખ વેરીફાય કરી શકશે.
હવે ક્યાંય પણ આધાર કાર્ડ આપવાની જરૂર નહહીં રહે. આ આધાર એપ સુરક્ષિત છે અને માત્ર યુઝર્સની સહમતીથી જ તેને શેર કરી શકાય છે. આ 100 ટકા ડિજિટલ અને સુરક્ષિત છે. નવા આધાર એપની સાથે યુઝર્સને માત્ર જરૂરી ડેટા શેર કરવાની અનુમતી હશે. જેનાથી વ્યક્તિગત જાણકારી પર પોતાનો જ પુરો કંટ્રોલ રહેશે.
ફેસ આઈડી- બેસ્ડ ઓથેંન્ટિકેશન ઉપરાંત નવી આધાર એપ ક્યુઆર કોડ વેરિફિકેશન ફીચર પણ આપશે. જેનાથી આધાર વેરિફિકેશન તેજ અને વધુ સ્કિલ્ડ થઈ જશે. જેવી રીતે ભારતમાં લગભગ દરેક પેમેન્ટ પોઈન્ટ પર UPI પેમેન્ટ ક્યુઆર કોડ વ્યાપક રીતે ઉપલબ્ધ છે. એ જ રીતે આધાર વેરિફિકેશન ક્યુઆર કોડ પણ જલદી ઓથેન્ટિકેશન પોઈન્ટ્સ પર ઉપલબ્ધ થશે.
Published On - 3:59 pm, Thu, 10 April 25