National Mountain Climbing Day 2022: કેવી રીતે બનશો પ્રોફેશનલ પર્વતારોહક ? જાણો તેના કોર્સ અને કમાણી વિશે

|

Aug 01, 2022 | 6:28 PM

National Mountain Climbing Day : દર વર્ષે 1 ઓગસ્ટના રોજ નેશનલ માઉન્ટેન કલાઈબિંગ ડે ઉજવવામાં આવે છે. જો તમે પણ પ્રોફેશનલ પર્વતારોહક બનવા માંગો છો તો અહીં જાણો તેના માટેની સંપૂર્ણ જાણકારી.

National Mountain Climbing Day 2022: કેવી રીતે બનશો પ્રોફેશનલ પર્વતારોહક ? જાણો તેના કોર્સ અને કમાણી વિશે
National Mountain Climbing Day 2022
Image Credit source: file photo

Follow us on

National Mountain Climbing Day : આપણામાંથી એવા ઘણા લોકો હોય છે જેમને પર્વતો પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે. પર્વતોના શિખર સુધી જવુ આવા લોકોનું સ્વપ્ન હોય છે. દેશ-વિદેશની ઘણી ફિલ્મોમાં તમે સુંદરથી લઈને ખતરનાક પર્વતો જોયા જ હશે. એવા ઘણા ટીવી પ્રોગ્રામ પણ આવે છે જેમા લોકો અલગ અલગ દેશોના પર્વતોના શિખર સુધી પહોંચવાની સફરનો વીડિયો આખી દુનિયાને બતાવતા હોય છે. ભારતમાં અનેક રાજ્યોમાં આવા પર્વતો જોવા મળે છે. પણ પર્વત પર ચઢવાનો અનુભવના હોવાને કારણે ઘણી વાર લોકો પર્વત (Mountain) પર જ ફસાઈ જાય છે. આવા અનેક કિસ્સા આપણે ભૂતકાળમાં જોયા જ છે. પર્વત પર સરળ રીતે ચઢવા માટે, તેના વિશે જાણવા માટે તમે તેના માટેના કોર્સ કેટલીક સંસ્થાઓમાંથી કરી શકો છો.

દર વર્ષે 1 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય પર્વતીય પર્વતારોહણ દિવસ (National Mountain Climbing Day) ઉજવવામાં આવે છે. અનેક લોકોને પર્વતના શિખર પર ચઢવાનું જોશ અને જુનૂન હોય છે. પણ તે શિખર સુધી પહોંચવુ એટલુ સરળ નથી હોતુ. કેટલીકવાર આવા પ્રયાસમાં અનુભવી લોકો પણ ફસાયા છે, ક્યા તો પર્વત પર બેલેન્સ ગુમાવતા જીવ પણ ગુમાવ્યો છે. પણ કેટલાક લોકોએ ખતરનાક પર્વતો પર ચઢીને રેર્કોડ પણ બનાવ્યો છે. જો તમે પણ પર્વતારોહી બનવા માંગો છો, તો જાણી લો કેટલી મહત્વની વાતો.

પર્વતારોહણ માટેના કોર્સ

તેના માટે 4 કોર્સ હોય છે, મૂળભૂત પર્વતારોહણ કોર્સ (BMC), અદ્યતન પર્વતારોહણ કોર્સ (AMC), શોધ અને બચાવ કોર્સ (SAR) અને સૂચના પદ્ધતિ કોર્સ (MOE). જેમાં BMC અને AMC સામાન્ય રીતે 28 દિવસમાં પૂર્ણ કરી શકાય છે, જ્યારે SAR અને MOI કોર્સ 15-21 દિવસમાં કરી શકાય છે. સામાન્ય રીતે આ કોર્સ 18 થી 35 વર્ષની ઉંમરના લોકો કરી શકે છે. આ કોર્સમાં પર્વતારોહણ માટેની જરુરી દરેક ટ્રેનિંગ આપવામાં આવે છે.

આ પણ વાંચો

ક્યાંથી કરી શકાય છે આ કોર્સ

ભારતમાં પર્વતારોહણ અભ્યાસક્રમો ભણાવતી 4 મોટી સંસ્થાઓ છે. તેમાં ઉત્તર કાશીના નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM), દાર્જિલિંગના હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ (HMI), મનાલીના અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ એન્ડ અલાઇડ સ્પોર્ટ્સ (ABVIMAS) અને પહેલગામના જવાહર માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ (JIM)નો સમાવેશ થાય છે. આ સિવાય પણ ભારતમાં આ કોર્સ માટેની સંસ્થાઓ કાર્યરત છે.

ભારતમાં પ્રોફેશનલ પર્વતારોહક કેટલુ કમાય છે?

પ્રાથમિક પર્વતારોહણની સ્કિલ, સ્થાનિક પર્વતોની જાણકરી સાથેનો એક પર્વતારોહક મહિનામાં લગભગ 30,000 થી 45,000 રુપિયાની કમાણી કરે છે. પ્રોફેશનલ પર્વતારોહકને કમાણીના 8 રસ્તા હોય છે. જેમ કે પર્વતારોહણ ગાઈડ, પીઆર કે માર્કેટિંગ, રેન્જર, લેખક, ફોટોગ્રાફર, ફિલ્મ નિર્માતા વગેરે.

Next Article