
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ 10 જુલાઈના રોજ એક નવો રેકોર્ડ બનાવવાના છે. તે ભારતીય લોકતંત્રના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી પસંદ કરાયેલા પીએમના રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવશે. તે દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના પીએમ તરીકેના રેકોર્ડને તોડશે. ગત્ત વર્ષે જુલાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્દિરા ગાંધીના વડાપ્રધાનના રુપમાં કાર્યકાળને તોડયો હતો.
ચાલો આ તકે ચાલો જાણીએ કે, ચૂંટણીના સ્તરે મોદી અને નેહરુ ક્યાં છે. મોદી સેંકડો પક્ષો સામે કેવી રીતે સ્પર્ધા કરી રહ્યા છે અને ચૂંટણી જીતી રહ્યા છે, જ્યારે નેહરુ સતત જીતતા રહ્યા છે?
ભારતનું લોકતંત્ર ખુબ મોટું છે. આ સતત બદલતું પણ રહ્યું છે.આજે જે ચૂંટણીની રાજનીતિ આપણે જોઈએ છીએ. તે 1950 અને 1960ના દશકા જેવી નથી. ત્યારે રાજકારણનું સ્વરુપ અલગ હતુ. આજે આ મુકાબલો ખુબ વધી ગયો છે. આ માટે જવાહર લાલ નેહરુ અને નરેન્દ્ર મોદીની ચૂંટણીની સફળતાઓની તુલના કરતી વખતે સમાજ અને રાજકારણનું વાતાવરણ પણ સાથે જોવું જરુરી છે. નેહરુએ આઝાદી પછી ભારતને દીશા આપી હતી. તેમણે 1952,1957 અને 1962માં સત 3 ચૂંટણી જીતી, બીજી બાજુ નરેન્દ્ર મોદીએ 2014,2019 અને 2024માં સતત 3 વખત કેન્દ્રમાં સરકાર બનાવી. 2024માં તે સમયે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હતા. જ્યારે ચૂંટણીના મેદાનમાં સેકન્ડો રાજકીય પક્ષો સક્રિય હતા. પરિણામે, આ ચૂંટણીમાં NDAને સ્પષ્ટ બહુમતી મળી, પણ BJP ને ન મળી.
વડાપ્રધાનના રુપમાં નરેન્દ્ર મોદીએ પહેલી વખત 6 મે 2014ના રોજ શપથ લીધા હતા. ત્યારથી તે સતત ક્રમશ 2019 અને વર્ષ 2024માં વડાપ્રધાન પદના શપથ લઈ ચૂક્યા છે. આ રીતે તેનો કુલ કાર્યકાળ 10 જૂન 4399 દિવસનો થશે. ચૂંટાયેલા પીએમના રુપમાં પંડિત નેહરુએ 4398 દિવસ દેશનીસેવા કરી હતી. તેમણે 15 ઓગસ્ટ 1947ના રોજ તેમને વડા પ્રધાન તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. જોકે, દેશમાં પહેલી ઔપચારિક સામાન્ય ચૂંટણી 1951-52માં યોજાઈ હતી. પંડિત નેહરુ હજુ પણ સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન તરીકે કાર્યકાળનો રેકોર્ડ ધરાવે છે. તેમણે 15 ઓગસ્ટ, 1947 થી 27 મે, 1964 સુધી સેવા આપી.
નેહરુના સમય ભારત હજુ આઝાદ હતુ. દેશમાં કોંગ્રેસની ઓળખ મજબુત હતી. કોંગ્રેસ માત્ર એક પાર્ટી માનવામાં આવતી ન હતી પરંતુ તે આઝાદીના આંદોલનની મુખ્ય શક્તિ પણ હતી. આ કારણે લોકોમાં કોંગ્રેસના પ્રતિ ભાવનાત્મક વિશ્વાસ હતો. તે સમયે પણ વિપક્ષ હતુ પરંતુ તેનો પ્રભાવ વધારે ન હતો. ભારત કાનુની રુપથી એકદળીય દેશ ન હતો. તેમ છતાં ચૂંટણી રાજકારણમાં કોંગ્રેસનું ભારે વર્ચસ્વ હતું.
નેહરુના સમયમાં ચૂંટણીઓ મોટી હતી, પરંતુ રાજકીય સ્પર્ધા અત્યંત મર્યાદિત હતી. ચૂંટણી પંચ નવું હતું. સાક્ષરતા દર ઓછો હતો. રેડિયો મુખ્ય માધ્યમ હતું. જનતા સુધી સંદેશા પહોંચાડવાના માધ્યમો મર્યાદિત હતા. કોંગ્રેસની પહોંચ દરેક ગામમાં હતી. મોદીના સમયમાં, ચૂંટણીઓ ટેકનોલોજી દ્વારા ચલાવવામાં આવે છે. ટીવી, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો મોટો પ્રભાવ છે. દરેક પક્ષ તરત જ પોતાનો સંદેશ ફેલાવી શકે છે. દરેક ભૂલ તરત જ મુદ્દો બની શકે છે. રાજકીય નેરેટિવ દરરોજ બદલાઈ શકે છે. તેથી, આજે ચૂંટણી જીતવી એ ફક્ત લોકપ્રિયતાનો વિષય નથી, તે વ્યૂહરચના, સંસાધનો, જોડાણો અને સંદેશ નિયંત્રણનો પણ ખેલ છે.
નેહરુનો પડકાર ચૂંટણી સ્પર્ધા કરતાં રાષ્ટ્ર નિર્માણનો વધુ હતો. તેમણે બંધારણને જમીન પર લાગુ કરવાનો, લોકશાહી સંસ્થાઓને મજબૂત કરવાનો અને દેશને ભાગલાના દુ:ખમાંથી બહાર લાવવાનો હતો. તેમણે ગરીબી, નિરક્ષરતા અને ઔદ્યોગિક પછાતપણાનો સામનો કરવાનો હતો. રાજ્યોનું પુનર્ગઠન પણ એક મુખ્ય મુદ્દો હતો. તેમની જીત મહત્વપૂર્ણ હતી કારણ કે તેમણે લોકશાહી ટકાવી રાખી હતી. ઘણા નવા દેશોમાં લોકશાહી પડી ભાંગી હતી. ભારતમાં ચૂંટણીઓ ચાલુ રહી, અને સત્તાનો નિર્ણય જાહેર મત દ્વારા થતો હતો. આને નેહરુ યુગનું એક મોટું યોગદાન માનવામાં આવે છે.
નરેન્દ્ર મોદીને પડકાર એક અલગ છે. આજે ભારત લોકતંત્રના રુપમાં સ્થાપિત હતુ. પરંતુ લોકોની અપેક્ષાઓ ખુબ વધારે છે. લોકો રોજગારી માંગે છે, જલ્દી વિકાસ ઈચ્છે છે. સારા રસ્તાઓ, વીજળી,પાણી અને ડિજિટલ સેવા ઈચ્છે છે. રાષ્ટ્ર સુરક્ષા પણ મોટો મુદ્દો છે. વૈશ્વિક મંચપર ભારતની ભૂમિકા પણ મહ્તવની થઈ છે. મોદને ગઠબંધનની રાજનીતિની નવી સ્થિતિનો સામનો કરવનો છે. વર્ષ 2024 પછી સરકાર સહયોગી દળના સમર્થન પર વધારે નિર્ભર છે. આ માટે ત્રીજો કાર્યકાળમાં તેને નેતૃત્વની સાથે સંતુલન પણ દેખાડવું પડી રહ્યું છે.
નેહરુ અને મોદીની સીધી સરખામણી કરવી સરળ નથી. તેઓ અલગ અલગ યુગના નેતાઓ છે. તેમણે અલગ અલગ પરિસ્થિતિઓનો સામનો કર્યો. નેહરુનું ભારત નવું હતું. મોદીનું ભારત આત્મવિશ્વાસપૂર્ણ અને સ્પર્ધાત્મક છે. નેહરુએ રાષ્ટ્રીય એકતા અને સંસ્થા-નિર્માણના પડકારનો સામનો કર્યો. મોદી વિકાસ, વૈશ્વિક સ્પર્ધા અને જટિલ લોકશાહી રાજકારણના પડકારોનો સામનો કરે છે. છતાં, એક સમાનતા સ્પષ્ટ છે. બંનેને સતત ત્રણ ચૂંટણી જનાદેશ મળ્યા. બંનેએ તેમના પક્ષને રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં મૂક્યો.
બંનેએ તેમના વ્યક્તિત્વથી તેમના સમયના રાજકારણને પ્રભાવિત કર્યું. ચૂંટણીની દ્રષ્ટિએ, નેહરુ અને મોદી બંને અસાધારણ નેતાઓ છે. નેહરુએ કોંગ્રેસ-પ્રભુત્વ ધરાવતા યુગમાં ત્રણ ટર્મ જીતી. તેમણે નવા લોકશાહીમાં સ્થિરતા લાવી. મોદીએ અત્યંત સ્પર્ધાત્મક યુગમાં ત્રણ ટર્મ જીતી. તેમણે સેંકડો પક્ષો, પ્રાદેશિક દળો અને ગરમ મીડિયા વાતાવરણ વચ્ચે સત્તા જાળવી રાખી. તેથી, નેહરુની સિદ્ધિ ઐતિહાસિક છે. સ્પર્ધાત્મક લોકશાહીના સંદર્ભમાં મોદીની સિદ્ધિ યાદગાર છે. નેહરુએ લોકશાહીના પાયા મજબૂત કર્યા. મોદીએ પરિવર્તિત લોકશાહીમાં સતત ચૂંટણી સફળતા પ્રાપ્ત કરી છે. બંનેની તુલના કરવાથી સૌથી મોટો પાઠ એ છે કે, ભારતનું લોકશાહી બદલાઈ રહ્યું છે. નેતાઓ બદલાય છે. પક્ષો બદલાય છે. મુદ્દાઓ બદલાય છે પણ અંતિમ નિર્ણય હજુ પણ મતદાતા દ્વારા લેવામાં આવે છે.