PM Modi Meets Gamers : ગેમિંગ અને ગેમ્બલીંગમાં શું છે ફર્ક, જાણો ભારતમાં ઓનલાઈન ગેમિંગનો શું છે કાયદો

|

Apr 13, 2024 | 12:41 PM

ભારતમાં ગેમિંગ ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેની શક્યતાઓથી સારી રીતે વાકેફ છે. તેથી જ તાજેતરમાં પીએમ મોદીએ ભારતના ટોચના ગેમર્સ સાથે મુલાકાત કરી હતી. કુલ 7 ગેમર્સ સાથે પીએમ મોદીએ મુલાકાત લીધી હતી.તો આજે આપણે જાણીશું ગેમિંગ અને ગેમ્બલીંગમાં શું અંતર છે અને ભારતમાં શું નિયમો છે.

PM Modi Meets Gamers : ગેમિંગ અને ગેમ્બલીંગમાં શું છે ફર્ક, જાણો ભારતમાં ઓનલાઈન ગેમિંગનો શું છે કાયદો
Difference Between Gaming and Gambling

Follow us on

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષથી ગેમીંગનો ક્રેઝ વધી રહ્યો છે. જ્યારે ઘણા યુવાનો ગેમીંગમાં કરિયર બનાવી રહ્યાં છે. ત્યારે પીએમ મોદીએ આજે ભારતના ટોચના કુલ 7 ગેમર્સ સાથે મુલાકાત લીધી છે. જ્યારે ભારતીય પરિવારમાં ઘણી વાર ગેમિંગ અને ગેમ્બલીંગ વચ્ચેનો તફાવત સમજવામાં ભૂલ થતી હોય છે.

ગેમિંગ ( Gaming ) શું હોય છે

ગેમિંગ એટલે જે કોમપ્યુટરના કે મોબાઈલના માધ્યમથી ઓનલાઈન રમવામાં આવે છે. જે ગેમ દેશમાં અને રાજ્યમાં કાયદેસર હોય છે. તેમજ તેમા કોઈ પણ પ્રકારના નાણાનો ઉપયોગ કરવામાં આવતો નથી. વર્તમાન સમયમાં ઈ- ગેમીંગને પણ અનેક એવોર્ડ આપવામાં આવે છે.

ગેમ્બલીંગ (Gambling ) એટલે શું

ઓનલાઈન ગેમ્બલીંગ કે ગેમ્બલીંગમાં રુપિયાનો કે અન્ય વસ્તુનો દાવ લગાવામાં આવે છે. તેમજ ગેમ્બલીંગ માટે અલગ અલગ રાજ્યમાં અલગ નિયમ હોઈ શકે છે. જો આ નિયમ વિરુદ્ધ રમવામાં આવે છે. તો તેને ગુનાહિત પ્રવૃતિમાં સમાવેશ કરવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

જાણો શું છે ભારતમાં ગેમીંગના નિયમ

  • ભારતમાં ઓનલાઈન રમતો રમવાની મંજૂરી છે. જેમાં કોઈપણ પ્રકારનો જુગાર કે સટ્ટાબાજીનો સમાવેશ થતો નથી.
  • તે ઓનલાઈન ગેમ્સ ભારતમાં રમી શકાય છે. જેની સામગ્રી બાળકોમાં કોઈપણ પ્રકારના વ્યસનને પ્રોત્સાહન આપતી નથી અને ખેલાડીઓને નુકસાન કરતી નથી.
  • ઓનલાઈન ગેમ્સનું નિયમન SROs દ્વારા કરવામાં આવશે. જેમાં ઉદ્યોગ, ગેમર્સ અને અન્ય હિતધારકોનો સમાવેશ થશે. તે સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવશે નહીં.
  • નવા નિયમો અનુસાર, SROs એ યુઝર્સની સુરક્ષા અને ગેમિંગની લતને લઈને ઓનલાઈન ગેમિંગ વેબસાઈટ પર નાણાકીય જોખમો અને છેતરપિંડી વિશે ચેતવણીઓ પ્રકાશિત કરવી પડશે.
  • કઈ ગેમ પર કેટલા પૈસા ખર્ચી શકાય તેની મર્યાદા યુઝર દ્વારા નક્કી કરવામાં આવશે. આ નિયમનકારી માળખામાં ખર્ચની મર્યાદા સુધી પહોંચતા પહેલા વારંવારના અંતરાલે વપરાશકર્તાને ચેતવણી સંદેશ મોકલવાની જોગવાઈ છે.
  • ઓનલાઈન ગેમ્સમાં કે જેમાં વાસ્તવિક પૈસાનો ઉપયોગ કરવામાં આવશે, KYC (તમારા ગ્રાહકને જાણો)ના ધોરણોનું પણ પાલન કરવું પડશે. તેનો અર્થ એ કે વપરાશકર્તા અથવા ગેમર માટે KYC વેરિફિકેશન કરાવવું ફરજિયાત રહેશે.

( નોંધ – TV9 ગુજરાતી ઉપર આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવી છે. )  

Next Article