Kargil History : કેમ ‘આગાની ભૂમિ’ કહેવામાં આવે છે કારગિલને? જાણો અહીં ક્યારે અને કેવી રીતે થયો ઇસ્લામનો પ્રવેશ

|

Jul 26, 2022 | 9:58 AM

Kargil History in Gujarati: કારગિલનો કુલ વિસ્તાર 14,086 ચોરસ કિલોમીટર છે. તે શ્રીનગરથી લેહ તરફ 205 કિલોમીટરના અંતરે આવેલું છે.

Kargil History : કેમ આગાની ભૂમિ કહેવામાં આવે છે કારગિલને? જાણો અહીં ક્યારે અને કેવી રીતે થયો ઇસ્લામનો પ્રવેશ
Kargil

Follow us on

દેશમાં આજે કારગિલ વિજય દિવસની (Kargil Vijay Diwas 2022) ઉજવણી કરવામાં આવી રહી છે. કારગિલ (Kargil) એ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની સંયુક્ત રાજધાની છે. આ એ જ જગ્યા છે જ્યાં મે 1999માં પાકિસ્તાની સૈનિકો અને આતંકીઓએ ઘૂસણખોરી કરી હતી. પરંતુ ભારતીય જવાનોએ પોતાની બહાદુરી બતાવીને પાકિસ્તાની સૈનિકોના દાંત ખાડા કરી દીધા હતા. ભારતે ‘ઓપરેશન વિજય’ દ્વારા કારગિલમાંથી પાકિસ્તાની ઘૂસણખોરોને હાંકી કાઢ્યા અને આ રીતે 26 જુલાઈના રોજ કારગિલ યુદ્ધનો અંત આવ્યો. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કારગિલનો ઇતિહાસ જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું.

કારગિલનો કુલ વિસ્તાર 14,086 ચોરસ કિલોમીટર છે. તે શ્રીનગરથી લેહ તરફ 205 કિલોમીટરના અંતરે આવેલું છે. કારગિલ આજે વિશ્વભરમાં ‘આગાની ભૂમિ’ તરીકે ઓળખાય છે. વાસ્તવમાં, તેની પાછળનું કારણ એ છે કે કારગિલની મોટી વસ્તી શિયા મુસ્લિમોની છે અને આગા લોકો ધાર્મિક વડા અને ઉપદેશક છે.

Kargil Geography : કારગિલના નામ પાછળની વાત શું છે?

કારગિલ નામ બે શબ્દો ખાર અને આરકિલ પરથી બન્યો છે. ખાર એટલે ‘મહેલ’ અને આરકિલ એટલે ‘કેન્દ્ર’. આમ તે “મહેલોનું કેન્દ્ર” છે, કારણ કે આ વિસ્તાર ઘણા રાજવંશોના પ્રદેશોની મધ્યમાં રહ્યો છે. જો કે, ઘણા વિવેચકો કહે છે કે, કારગીલ શબ્દ ગાર અને ખિલ શબ્દ પરથી આવ્યો છે. સ્થાનિક ભાષામાં, ગારનો અર્થ થાય છે ‘કોઈપણ સ્થળ’ અને ખિલનો અર્થ થાય છે કેન્દ્રીય સ્થળ જ્યાં લોકો રહી શકે. આ વાત એ હકીકતથી પણ સાબિત થાય છે કે કારગિલ શ્રીનગર, સ્કાર્દો, લેહ અને પદુમથી લગભગ 200 કિલોમીટરના અંતરે આવેલું છે. સમયની સાથે ખાર આરકિલ અથવા ગર ખિલ કારગીલ તરીકે ઓળખાવા લાગ્યા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અમલદાર અને ઈતિહાસકાર પરવેઝ દીવાને ‘કારગિલ બ્લન્ડર’ પુસ્તકમાં ખુલાસો કર્યો છે કે, કારગિલ નામના વ્યક્તિએ આ વિસ્તારમાં રહેવા માટે સૌથી પહેલા પોયેને અને શિલિકચાય વિસ્તારમાં જંગલો સાફ કર્યા હતા. બાદમાં તેમના નામ પરથી આ વિસ્તારનું નામ કારગિલ રાખવામાં આવ્યું અને પછી ત્યાં ગશો થા થા ખાનનું આગમન થયું.

ગશો થા થા ખાન પ્રથમ પ્રખ્યાત યોદ્ધા હતા. જેમણે કારગીલમાં રાજવંશની સ્થાપના કરી હતી. થા થા ખાન ગિલગિતના રાજવી પરિવારના વંશજ હતા, જેમણે 8મી સદીની શરૂઆતમાં કારગિલ પર વિજય મેળવ્યો હતો. તેમના વંશે શરૂઆતમાં કારગિલના સોડ પ્રદેશ પર શાસન કર્યું અને બાદમાં તે શાકર ચિકટન પ્રદેશમાં કાયમી ધોરણે સ્થાયી થયા જ્યાં અત્યાર સુધી રાજવંશ અસ્તિત્વમાં છે. 31 ઓક્ટોબર 2019ના રોજ, લદ્દાખ એક કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો અને કારગિલ લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશ હેઠળ આવ્યો.

Kargil History : કારગિલની સંસ્કૃતિ કેવી છે?

પ્રાચીન સમયમાં હાલના કારગીલના મોટા ભાગનું નામ પુરીક રાખવામાં આવ્યું હતું. આ નામ તિબેટીયન વિદ્વાનો દ્વારા આપવામાં આવ્યું હતું, કારણ કે આ વિસ્તારમાં રહેતા લોકોમાં તિબેટીયનોની વિશેષતાઓ છે. દાર્દ જાતિના લોકો દ્રાસમાં રહે છે અને લદાખીના લોકો ઝંસ્કર પાસે રહે છે. કારગીલમાં રહેતા લોકોના વંશજો આર્ય, દાર્દ, તિબેટીયન અને મોંગોલ હોવાનું કહેવાય છે. કારગિલ એક એવી જગ્યા છે જ્યાં બહુ-વંશીય, બહુભાષી, બહુ-સાંસ્કૃતિક લોકો રહે છે. બ્રોગપાસ, બાલ્ટીસ, પુરિક, શિનાસ અને લદાખી લોકો અહીં રહે છે. જો આપણે અહીં બોલાતી ભાષાઓ વિશે વાત કરીએ, તો તે છે શિના, બાલ્ટી, પુરીગ, લદાખી વગેરે. બાલ્ટી અને શિના ભાષાઓ ઉર્દૂ લિપિમાં લખાયેલી હોવાથી, આ પ્રદેશમાં ઉર્દૂ સામાન્ય છે.

Kargil Religion : ઈસ્લામ ક્યારે આવ્યો?

15મી સદીમાં કારગીલમાં ઈસ્લામનું આગમન થયું હતું. મધ્ય એશિયાના શિયા શાળાના વિદ્વાન મીર શમ્સ-ઉદ-દિન ઇરાકીએ ઇસ્લામના પ્રચાર માટે તેમના મિશનરીઓ સાથે બાલ્ટિસ્તાન અને કારગીલની મુલાકાત લીધી હતી. બાલ્ટિસ્તાનના વડાએ પહેલા ઈસ્લામ અંગીકાર કર્યો અને ત્યારબાદ કારગીલના વડાઓએ ઈસ્લામ સ્વીકાર્યો. મીર શમ્સ-ઉદ-દિન પહેલાં, ઇરાકી ખ્વાજા નૂરબખ્શે કારગીલની મુલાકાત લીધી હતી અને ઘણા ઇસ્લામિક ઉપદેશો આપ્યા હતા. આમ બૌદ્ધ ધર્મ કારગીલમાં સપી, ફોકર, મુલબેક, વાખા બોધ-ખાર્બુ વિસ્તારો અને ડાર્ચિક ગારકોન અને ઝંસ્કર જેવા સ્થળો સુધી સીમિત રહ્યો.

આધુનિક કારગિલની વાત કરીએ તો, વર્ષ 1979માં, કારગિલ લદ્દાખ ક્ષેત્રમાં એક અલગ જિલ્લો બન્યો. તે અગાઉના લેહ જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યું હતું. લદ્દાખ સ્વાયત્ત હિલ વિકાસ પરિષદ કારગિલ જિલ્લામાં જુલાઈ 2003માં શરૂ કરવામાં આવી હતી. લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલમાં 30 કાઉન્સિલરો છે, જેમાંથી 26 કાઉન્સિલરો ચૂંટાયા છે. જ્યારે બાકીના 4 નોમિનેટ છે. કારગિલ જિલ્લામાં નવ વહીવટી બ્લોકનો સમાવેશ થાય છે.

Published On - 9:47 am, Tue, 26 July 22

Next Article