Knowledge : આ 6 જાપાની ફોર્મૂલા આળસ પર કાબૂ મેળવવા માટે કરશે મદદ!

આપણે ઘણીવાર કામ કરવાની અસમર્થતાને આળસ સમજે છે. પરંતુ જાપાની લાઇફસ્ટાઇલ આ વિચારોને અલગ રીતે જુએ છે.

Knowledge : આ 6 જાપાની ફોર્મૂલા આળસ પર કાબૂ મેળવવા માટે કરશે મદદ!
Japanese Laziness Formula
Image Credit source: Google
| Updated on: Jun 05, 2026 | 12:54 PM

ઘણા લોકો જ્યારે પોતાનું કામ સમયસર કરી નથી શકતા અથવા સતત તેને ટાળે છે ત્યારે તરત જ લોકો પોતાને આળસુ સમજે છે. પરંતુ જાપાની વિચારધારા તેને અલગ રીતે જુએ છે. ત્યાં માનવામાં આવે છે કે આવું થવાનું કારણ આળસ નહીં પણ માનસિક થાક, તણાવ અથવા જીવનમાં અસંતુલન હોઈ શકે છે.

કાઈઝેન (Kaizen)

જાપાની ફિલોસૉફી કાઈઝેનનો અર્થ છે સતત સુધારો. તેમાં એકદમ મોટો ફેરફાર લાવવાની જગ્યાએ રોજ થોડું-થોડું આગળ વધવા પર ધ્યાન આપવામાં આવે છે. જો એક કલાકની કસરત મુશ્કેલ લાગે, તો માત્ર 5 મિનિટ ચાલવાથી શરૂઆત કરો. નાની કોશિશો સમય સાથે મોટા ફેરફારો લાવી શકે છે.

ઇકિગાઈ (Ikigai)

ઇકીગાઈનો અર્થ છે જીવનનો હેતુ છે. જ્યારે આપણને આપણા કામ અથવા દૈનિક જીવનનો અર્થ સમજાય છે ત્યારે કામ કરવાની ઇચ્છા પણ વધે છે.

હારા હાચિ બુ (Hara Hachi Bu)

જાપાનના ઓકિનાવા પ્રદેશની આ ફિલોસૉફી કહે છે કે વ્યક્તિએ પેટ 80 ટકા ભરાય ત્યાં સુધી ખાવું જોઈએ. આ સિદ્ધાંત ફક્ત ખોરાક પૂરતો મર્યાદિત નથી. વધુ પડતું કામ, જવાબદારીઓ અથવા માહિતી માનસિક થાક પણ વધારી શકે છે. તેથી, સંતુલન જાળવવું જરૂરી છે.

સેઇરી અને સેઇતોન (Seiri & Seiton)

જાપાનીઝ 5S સિસ્ટમનો ભાગ, સેઇરી અને સેઇતોન આપણને બિનજરૂરી વસ્તુઓ દૂર કરવાનું અને આવશ્યક વસ્તુઓને વ્યવસ્થિત રાખવાનું શીખવે છે. જ્યારે આસપાસનું વાતાવરણ સ્વચ્છ અને વ્યવસ્થિત હોય છે રે ધ્યાન કેન્દ્રિત કરવું અને શરૂઆત કરવી સરળ બને છે.

કિંત્સુગી (Kintsugi)

કિંત્સુગી એક જાપાની કલા છે જેમાં તૂટેલી વસ્તુઓને સુધારીને વધુ સુંદર બનાવવામાં આવે છે. આ ફિલોસૉફી શીખવે છે કે ભૂલો અને નિષ્ફળતાઓ નબળાઈઓ નથી પરંતુ શીખવાનો ભાગ છે. જ્યારે આપણે નિષ્ફળતાના ડરને છોડી દઈએ છીએ ત્યારે આગળ વધવું સરળ બને છે.

વાબી-સાબી (Wabi-Sabi)

ઘણા લોકો સંપૂર્ણ સમય અથવા સંપૂર્ણ તકની રાહ જોતા રહે છે અને શરૂઆત જ નથી કરતા. વાબી-સાબી દર્શાવે છે કે અધૂરાપણું પણ સુંદર હોઈ શકે છે. પરફેક્ટ શરૂઆતની રાહ જોવા કરતાં આજે જ પહેલું પગલું ભરવું વધુ સારું છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, World Environment Day : પર્યાવરણ દિવસની શરૂઆત ક્યારે થઈ અને તેનો ઉદ્દેશ શું છે?

 

Follow Us