International Yoga Day 2023: 21મી જૂને જ શા માટે યોગ દિવસ ઉજવવામાં આવે છે? ઇતિહાસ અને આ વર્ષની થીમ જાણો

વડાપ્રધાન મોદીના પ્રસ્તાવને સ્વીકારીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ માત્ર ત્રણ મહિનામાં જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ( International Yoga Day)ના સંગઠનની જાહેરાત કરી હતી. જે બાદ વિશ્વએ વર્ષ 2015માં પ્રથમ વખત યોગ દિવસની ઉજવણી કરી.

International Yoga Day 2023: 21મી જૂને જ શા માટે યોગ દિવસ ઉજવવામાં આવે છે? ઇતિહાસ અને આ વર્ષની થીમ જાણો
| Edited By: | Updated on: Jun 21, 2023 | 9:29 AM

આજે યોગ (Yoga) સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ઘણા દેશોમાં, યોગને સ્વાસ્થ્ય લાભો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે. ભારતની જેમ ત્યાં પણ ઘણા ગુરુઓ યોગની તાલીમ આપી રહ્યા છે અને આ સતત પ્રસાર થઈ રહ્યો છે. જેના પરિણામ સ્વરુપે સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day) ઉજવણી કરી રહ્યું છે.હવે દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં લોકો યોગ માટે આ દિવસની ઉજવણી કરે છે

આ પણ વાંચો : Yoga Asanas : આ 5 યોગાસનો હૃદયને રાખશે સ્વસ્થ, હાર્ટ એટેકનો ખતરો ઓછો થશે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની થીમ

યોગ દિવસ 2023ની થીમ (Yoga for Vasudhaiva Kutumbakam) છે. વસુધૈવ કુટુંબકમનો અર્થ છે, ધરતી જ પરિવાર છે.આ થીમ પૃથ્વી પરના તમામ લોકોના સ્વાસ્થ્ય માટે યોગની ઉપયોગિતાનો ઉલ્લેખ કરે છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ટેગ કેવી રીતે મળ્યો?

જો આપણે ઈન્ટરનેશનલ યોગ ડેની વાત કરીએ તો સૌથી પહેલા પીએમ મોદીએ તેનો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારબાદ યોગને આ માન્યતા મળી. તમને જણાવી દઈએ કે 2014માં પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ તે જ વર્ષે તેના માટે પ્રસ્તાવ મૂક્યો હતો. 21 જૂનને યોગ દિવસ તરીકે ઉજવવાનો વિચાર સૌપ્રથમ પીએમ મોદીએ સપ્ટેમ્બર 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના ભાષણ દરમિયાન રજૂ કર્યો હતો. જે બાદ તેના પર કાર્યવાહી શરૂ થઈ હતી.

આ પણ વાંચો : International Yoga Day 2023: મહેસાણા ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા બાઈક રેલી યોજાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક રહ્યા ઉપસ્થિત

શા માટે 21 દિવસ પસંદ કરવામાં આવ્યો?

મીડિયાના અહેવાલ મુજબ પીએમ મોદીએ વર્ષનો સૌથી લાંબો દિવસ હોવાના કારણે 21 જૂનની પસંદગી કરી હતી અને આ કારણથી આ તારીખ પસંદ કરવામાં આવી હતી. આ દિવસને ઉનાળુ અયન તરીકે ઓળખવામાં આવે છે અને યોગની દૃષ્ટિએ તેનું વિશેષ મહત્વ છે. ઉપરાંત, એવું માનવામાં આવે છે કે આ દિવસે શિવે બાકીની માનવતાને યોગનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું હતું. આ તે દિવસ હતો જ્યારે તે યોગના આદિ ગુરુ (પ્રથમ ગુરુ) બન્યા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:10 am, Wed, 21 June 23