ભારતમાં સૌપ્રથમ શરૂ થયેલા પેટ્રોલ પંપ પર કેવી રીતે ભરાતુ હતુ પેટ્રોલ, કેવી રીતે થતુ સપ્લાય? 1 લીટર પેટ્રોલની શું હતી કિંમત?

આજે પેટ્રોલ પંપ પર તમે જોયુ હશે કે પંપમાંથી નળી દ્વારા ડાયરેક્ટ વાહનમાં પેટ્રોલ ભરવામાં આવે છે. પરંતુ તમે નહીં જાણતા હો કે જ્યારે દેશમાં પહેલો પેટ્રોલ પંપ ખૂલ્યો ત્યારે કેવી રીતે પેટ્રોલ ભરવામાં આવતુ હતુ. આવો જાણીએ ભારતમાં શરૂ થયેલા પહેલા પેટ્રોલ પંપનો ઈતિહાસ.

ભારતમાં સૌપ્રથમ શરૂ થયેલા પેટ્રોલ પંપ પર કેવી રીતે ભરાતુ હતુ પેટ્રોલ, કેવી રીતે થતુ સપ્લાય? 1 લીટર પેટ્રોલની શું હતી કિંમત?
| Updated on: May 11, 2026 | 3:38 PM

આજે ભારતમાં કૂલ પેટ્રોલ પંપની સંખ્યા 1 લાખથી વધુ થઈ ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે પહેલો પેટ્રોલ પંપ ક્યા શહેરમાં ખોલવામાં આવ્યો હતો અને કોણે આ પેટ્રોલ પંપની શરૂઆત કરી હતી. આવો જાણીએ ભારતમાં શરૂ થયે

ભારતનો પહેલો પેટ્રોલ પંપ 1928માં મુંબઈમાં બર્મા શેલ દ્વારા ખોલવામાં આવ્યો હતો, આગળ જતા ભારત પેટ્રોલિયમ (HP) બન્યો. શરૂઆતમાં હાથથી ચાલતી ડિસ્પેન્સર અને આયાત કરેલા પેટ્રોલ સાથે, તેની કિંમત 1 થી 2 આના પ્રતિ લિટર હતી.

ક્યાંથી અને કેવી રીતે થઈ શરૂઆત?

ભારતનો પહેલો પેટ્રોલ પંપ મુંબઈમાં ખોલવામાં આવ્યો હતો. ત્યારે મુંબઈને બોમ્બે કહેવામાં આવતુ હતુ. આ પેટ્રોલ પંપ બર્મા શેલ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. જે પછીથી ભારત પેટ્રોલિયમના નામથી જાણીતો બન્યો. હ્યુજેસ રોડ (હવે એની બેસન્ટ રોડ,વર્લી) પર આવેલ આ સ્ટેશનને ‘બર્મા શેલ સ્ટેશન’ કેવામાં આવતુ હતુ.

આ પેટ્રોલ પંપમાં માત્ર બે હાથથી ચાલનારા ડિસ્મેપન્સર હચા. અને તેની સ્ટોરેજ કેપેસિટી લગભગ 200-300 ગેલન (900-1,200) લીટર હતી.

ક્યાંથી આવતુ હતુ પેટ્રોલ?

એ સમયે ભારતમાં કોઈ તેલ રિફાઈનરી તો ન હતી. આથી પેટ્રોલને જ પાણીના જહાજો દ્વારા આયાત કરવામાં આવતુ હતુ. ત્યારે પેટ્રોલ બર્મા, ઈરાન અને પશ્ચિમ એશિયાથી આવતુ હતુ અને ફરી તેને ટ્રક કે બળદગાડીઓ દ્વારા 40 ગેલનવાળા ડ્રમમાં ભરીને સ્ટેશન સુધી પહોંચાડવામાં આવતુ હતુ.

કેવી રીતે થતી પેટ્રોલની સપ્લાઈ?

ગાડીઓમાં પેટ્રોલ ભરવા માટે હેન્ડ પંપોનો ઉપયોગ કરવામાં આવતો હતો જેનાથી આ સમગ્ર પ્રોસેસ સંપૂર્ણ રીતે હાથેથી કરવામાં આવતી હતી.

બર્મા શેલનો ઈતિહાસ જાણો

બર્મા શેલ એક બ્રિટીશ કંપની હતી જેને 1928 થી 1976 સુધી કામ કર્યુ અને સમગ્ર દેશમાં કેરોસીન, પેટ્રોલ અને લુબ્રિકેન્ટ્સ ના ડિસ્ટ્રીબ્યુશનની શરૂઆત કરી. આ બર્મા ઓઈલ કંપની અને શેલ પેટ્રોલિયમ કંપની વચ્ચેનું એક જોઈન્ટ વેન્ચર હતુ. ભારત સરકારે 1976 મા તેનુ રાષ્ટ્રીયકરણ કરી દીધુ. જેનાથી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમીટેડ (BPCL) ની રચના થઈ. આજે આ જ કંપની ભારતમાં લગભગ 25000 પેટ્રોલ પંપ ઓપરેટ કરે છે.

કેટલી હતી પેટ્રોલની કિંમત

પહેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલની કિંમત 1 આના (6 પૈસા) થી 2 આના (12 પેસા) પ્રતિ લીટર વચ્ચે હતી. 6 પૈસાના રેટ પર જોઈએ તો 1 રૂપિયામાં 16 લીટર થી વધુ પેટ્રોલ મળતુ હતુ. પરંતુ તે સમય સુધી આમ આદમીની સરેરાશ દૈનિક આવક 1 રૂપિયાથી ઓછી હતી. આથી આ રેટ ઘણો વધુ હતો.

અનેક પડકારોનો પણ સામનો

પહેલો પેટ્રોલ પંપ ખોલવો એટલો આસાન ન હતો. ગાડીઓમાં લિમીટેડ સંખ્યા, ફ્યુલની અનિયમિત સપ્લાઈ અને રિફાઈનરીની કમીના કારણે અનેક અનિશ્ચિતતા હતી. તો વરસાદમાં ઈંધણના ડ્રમોને કાટ લાગી જાતો, જેનાથી તે લીક થતો. શરૂઆતમાં આ બિઝનેસમાં નફાને લઈને ઘણી દુવિધા રહી, પરંતુ બાદમાં આ સફળ સાબિત થયુ.

કોણ હતા ખરીદાર?

શરૂઆતના ગ્રાહકોમાં અમીર પારસી અને ગુજરાતી વેપારી પરિવારો હતા, સાથે જ બ્રિટીશ અધિકારીઓ ઉપરાંત સરકારી અધિકારી, મુંબઈ આવનારા રાજા અને ટેક્સી ડ્રાઈવર અહીંના રેગ્યુલર કસ્ટર બની ગયા.

ભારત પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર કરતા પણ મોટુ યુદ્ધ થઈ શકે છે- અમેરિકાના ફોરેન અફેર્સ મેગેઝિનમાં કરાયો દાવો- વાંચો

Published On - 3:34 pm, Mon, 11 May 26

Follow Us