AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gun Laws: દુનિયાનો સૌથી સુરક્ષિત દેશ છે જાપાન, બંદૂકને લઈને છે કડક કાયદાઓ, જાણો કેવી રીતે મળે છે હથિયારોનું લાયસન્સ

જાપાનના ફાયર આર્મ્સ એક્ટ મુજબ દેશમાં શોટગન અને એર રાઈફલ્સ વેચી શકાય છે. પરંતુ હેન્ડગન ગેરકાયદેસર છે. જો કે તે મેળવવા માટે વ્યક્તિએ લાંબી અને મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ફાયર આર્મ્સ લાઈસન્સ મેળવવા માટે ખરીદદારોએ ઘણા ટેસ્ટ ક્વોલિફાય કરવા પડે છે.

Gun Laws: દુનિયાનો સૌથી સુરક્ષિત દેશ છે જાપાન, બંદૂકને લઈને છે કડક કાયદાઓ, જાણો કેવી રીતે મળે છે હથિયારોનું લાયસન્સ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2022 | 5:56 PM
Share

Japan Gun Laws: જાપાનના (Japan) ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની શુક્રવારે એક હુમલાખોર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ચૂંટણી કાર્યક્રમ દરમિયાન ભાષણ આપતા સમયે આબેને ગોળી વાગી હતી. જાપાનને વિશ્વનો સૌથી સુરક્ષિત દેશ માનવામાં આવે છે. પરંતુ પૂર્વ વડાપ્રધાન (Shinzo Abe Shot Dead)ની હત્યાનો આ કિસ્સો ચોંકાવનારો છે. જાપાનમાં ગન કંટ્રોલ પર કડક કાયદા છે. આવી સ્થિતિમાં આ ઘટનાએ દેશની સરકારની ચિંતા વધારી છે અને અનેક સવાલો ઉભા કર્યા છે. જાપાનની વસ્તી 130 મિલિયન છે. દેશનો ‘ગન કંટ્રોલ કાયદો’ એટલો કડક છે કે બંદૂકનું લાઇસન્સ (Gun license) મેળવવા માટે તમામ મુશ્કેલીઓ અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

જાપાનના ફાયર આર્મ્સ એક્ટ મુજબ દેશમાં શોટગન અને એર રાઈફલ્સ વેચી શકાય છે. પરંતુ હેન્ડગન ગેરકાયદેસર છે. જો કે તે મેળવવા માટે વ્યક્તિએ લાંબી અને મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ફાયર આર્મ્સ લાઈસન્સ મેળવવા માટે ખરીદદારોએ ઘણા ટેસ્ટ ક્વોલિફાય કરવા પડે છે. દિવસભર બંદૂક સેશનમાં ભાગ લેવો પડે છે. તમારે લેખિત પરીક્ષા પાસ કરવી પડે છે. 95 ટકા ચોકસાઈ સાથે શૂટિંગ-રેન્જ ટેસ્ટ પાસ કરવો આવશ્યક છે. ખરીદદારોને માનસિક સ્વાસ્થ્ય મૂલ્યાંકન અને દવા પરીક્ષણમાંથી પણ પસાર થવું પડે છે. એટલું જ નહીં, બંદૂક ખરીદનારાઓનું બેકગ્રાઉન્ડ ચેક પણ કરવામાં આવે છે. આમાં તેમના ગુનાહિત રેકોર્ડ, વ્યક્તિગત લોન, ગુનામાં તેમની સંડોવણીની સંપૂર્ણ વિગતો અને કુટુંબ અને મિત્રો સાથેના સંબંધોની સંપૂર્ણ સમીક્ષાનો સમાવેશ થાય છે.

બંદૂકનું લાઈસન્સ કેવી રીતે મેળવવું?

જાપાનમાં વર્ષમાં 3 વખત લેખિત પરીક્ષા આપવી પડે છે. ડૉક્ટરની તપાસ પછી પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં માનસિક રીતે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. ડ્રગના દુરૂપયોગનો કોઈ ઇતિહાસ હોવો જોઈએ નહીં. લાઈસન્સ માટે અરજી કર્યા પછી પરમિટ મેળવવામાં લગભગ એક મહિનાનો સમય લાગે છે. બંદૂક ખરીદનારાઓ માટે ઈન્ટરવ્યુ દરમિયાન પોલીસને જણાવવું પણ ખૂબ જ જરૂરી છે કે તેમને બંદૂક શા માટે જોઈએ છે? આ પ્રક્રિયામાં ખરીદદારોની ગુનાહિત પ્રવૃતિઓની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે.

3 વર્ષ પછી ફરીથી કરવી પડશે આ પ્રક્રિયા

બંદૂક મેળવ્યા પછી ખરીદનાર માટે પોલીસ રેકોર્ડમાં તેના હથિયારની નોંધણી કરવી જરૂરી છે. તેણે તેની બંદૂક અને દારૂગોળો ક્યાં રાખ્યો છે તેની વિગતો પણ આપવી પડશે. આ ઉપરાંત પોલીસ દ્વારા વર્ષમાં એક વખત બંદૂકનું નિરીક્ષણ કરવું પણ જરૂરી છે. જણાવી દઈએ કે બંદૂક ખરીદનારાઓએ બંદૂકનું લાઈસન્સ રિન્યુ કરાવવા માટે 3 વર્ષ પછી ફરીથી આ જ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">