કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદોને ફ્રી રાશન પૂરું પાડવા માટે રાશન કાર્ડ આપી રહી છે. આનો લાભ યોગ્ય લોકો સુધી પહોંચે તે માટે, સરકારે e-KYC ફરજિયાત બનાવ્યું છે. આનો અર્થ એ છે કે, જો તમારા રાશન કાર્ડનું e-KYC નથી થયેલું, તો તમને મફત રાશન મળવાનું બંધ થઈ જશે અને તમારું નામ કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે.
રાશન કાર્ડ ખાદ્ય સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, તેનો ઉપયોગ ઓળખના પુરાવા તરીકે પણ થઈ શકે છે. આથી, ચોક્કસ સમયગાળા પછી વેરિફિકેશન કરવું જરૂરી છે.
બદલાયેલા નિયમો અનુસાર, હવે બધા કાર્ડધારકોએ દર 5 વર્ષે e-KYC કરાવવું ફરજિયાત છે. જો કે, આમાં સારી વાત એ છે કે, ડિજિટલ પ્રોસેસથી e-KYC કરવું હવે ખૂબ જ સરળ બન્યું છે. ખાસ વાત એ છે કે, મોટાભાગના લોકો e-KYC ઘરેથી ઓનલાઈન પૂરું કરી શકે છે.
ઘરે બેઠા રાશન કાર્ડનું e-KYC કેવી રીતે કરવું?
- સૌપ્રથમ તો તમારા મોબાઇલ પર Mera Ration અને Aadhaar FaceRD એપ ઇન્સ્ટોલ કરો.
- આ એપ ડાઉનલોડ કર્યા પછી, તમારી ‘Location’ પસંદ કરો.
- હવે તમારી વ્યક્તિગત માહિતી, જેમ કે આધાર નંબર, કેપ્ચા કોડ અને OTP રજીસ્ટર કરો.
- આટલું કર્યા બાદ આધાર સંબંધિત માહિતી તમને સ્ક્રીન પર દેખાશે.
- આ પછી, તમારા ચહેરાને સ્કેન કરવા માટે ‘Face eKYC’ ઓપ્શન પસંદ કરો અને ‘મોબાઇલ સેલ્ફી’ કેમેરાથી સ્કેન કરો.
- આટલા સ્ટેપ્સથી e-KYC પ્રોસેસ પૂર્ણ થઈ જશે.
e-KYC થયું છે કે નહીં? આ કેવી રીતે ચકાસવું?
- જો તમે પ્રોસેસ પૂર્ણ કરી લીધી હોય અને તપાસવા માંગતા છો કે, e-KYC થયું કે નહીં, તો ફરીથી એપમાં લોગિન કરો.
- Mera Ration એપ ખોલો અને Location દાખલ કરો.
- રાશન કાર્ડ e-KYC ચેક કરવા માટે તમારે પહેલા Play Store પરથી Mera KYC એપ અથવા Mera Ration એપ ડાઉનલોડ કરવાની રહેશે.
- એપ ડાઉનલોડ કર્યા પછી, તમારું લોકેશન એન્ટર કરો.
- આ પછી, તમારો આધાર નંબર, કેપ્ચા અને OTP દાખલ કરો.
- ત્યારબાદ તમને Ration Card e-KYC સ્ટેટસ દેખાશે.
- જો સ્ટેટસમાં Y દેખાય, તો સમજો કે e-KYC પૂરું થઈ થયું છે.
- વધુમાં જો સ્ટેટસમાં N દેખાય, તો સમજો કે તમારું e-KYC હજી પૂરું થયું નથી.
‘Ration Card e-KYC’ ઓફલાઈન કરવાની સરળ રીત
જો તમે તમારા રાશન કાર્ડનું e-KYC ઓનલાઈન પૂરું નથી કરી શક્યા અથવા કોઈ સમસ્યાનો અનુભવ કરી રહ્યા છો, તો તમે સીધા તમારા રાશન કાર્ડ ડીલર પાસે જઈ શકો છો.
આ સિવાય તમે CSC (કોમન સર્વિસ સેન્ટર) પર પણ તમારું e-KYC પૂર્ણ કરી શકો છો. આમાં બસ તમારે તમારું આધાર કાર્ડ અને રાશન કાર્ડ તમારી સાથે લાવવાની જરૂર પડશે.
આ પણ વાંચો: Railway : હવે નહીં પડે ફ્લાઇટની જરૂર ! અમદાવાદથી મુંબઈ માત્ર 2 કલાકમાં જ પહોંચી જશો, 12 સ્ટેશન સાથેનો સુપરફાસ્ટ ‘બુલેટ રૂટ’ તૈયાર