
દુનિયાની સાત અજાયબીઓમાંનો એક ગણાતો તાજમહેલ તેની અનોખી સુંદરતા અને સ્થાપત્ય માટે ફેમસ છે. તે 17મી સદીમાં મુગલ સમ્રાટ શાહજહાં દ્વારા તેમની પત્ની મુમતાઝની યાદમાં બનાવવામાં આવ્યો હતો. તાજમહેલના નિર્માણમાં એક ખાસ પ્રકારની આર્કિટેક્ચર અને ટેકનિકલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે તેને માત્ર સુંદર જ નહીં પણ એટલો મજબૂત પણ બનાવે છે કે તે સદીઓથી ટકી રહ્યો છે. આરસથી બનેલી આ ઈમારતને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ તેના નિર્માણ પાછળ કહાની ખૂબ જ રસપ્રદ છે. તાજમહેલ સાથે જોડાયેલી એક ખાસ વાત એ છે કે, તેને સિમેન્ટ વગર બાંધવામાં આવ્યો છે અને જે રીતે તે 400 વર્ષથી અડિખમ ઉભો છે, તેની યમુના નદીનું પાણી મોટું યોગદાન છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, તાજમહેલનું નિર્માણ કેવી રીતે થયું અને યમુના નદી તેને મજબૂત બનાવવામાં કેવી રીતે મહત્વનો ભાગ ભજવે છે. તાજમહેલનું નિર્માણ 1631 થી 1648 વચ્ચે થયું હોવાનું માનવામાં આવે છે. તે સમયે સિમેન્ટ દુનિયામાં આવી નહોતી. સિમેન્ટની શોધ 1824માં થઈ હતી....