સ્પેન પહેલા ક્રિશ્ચિયન દેશ હતો, બાદમાં મુસ્લિમ બન્યો અને ફરીથી ક્રિશ્ચિયન દેશ કેવી રીતે બન્યો ?

|

Aug 18, 2024 | 3:16 PM

સ્પેનનો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ અને જટિલ છે. સ્પેનમાં સમય સાથે ધાર્મિક અને સામાજિક પરિવર્તનો થયા છે, જેમકે સ્પેન પહેલા ક્રિશ્ચિયન દેશ હતો, બાદમાં મુસ્લિમ દેશ બન્યો અને ફરીથી ક્રિશ્ચિયન દેશ બની ગયો છે, ત્યારે આ લેખમાં જાણીશું કે સ્પેન કેવી રીતે ક્રિશ્ચિયન દેશમાંથી મુસ્લિમ દેશ બન્યો અને ફરીથી ક્રિશ્ચિયન દેશ બન્યો.

સ્પેન પહેલા ક્રિશ્ચિયન દેશ હતો, બાદમાં મુસ્લિમ બન્યો અને ફરીથી ક્રિશ્ચિયન દેશ કેવી રીતે બન્યો ?
Spain

Follow us on

સ્પેનનો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ અને જટિલ પણ છે. સ્પેનના ઇતિહાસમાં ઘણા ધાર્મિક અને સામાજિક પરિવર્તનો થયા છે, જેમાં પ્રાચીન સમયમાં રોમન સામ્રાજ્ય બાદ ક્રિશ્ચિયન શાસનની શરૂઆતથી લઈને મુસ્લિમ શાસન અને ત્યાર બાદ ફરીથી ક્રિશ્ચિયન શાસનની સ્થાપનાનો સમાવેશ થાય છે. ત્યારે આ લેખમાં જાણીશું કે સ્પેન કેવી રીતે એક ક્રિશ્ચિયન દેશમાંથી મુસ્લિમ દેશ બન્યો અને ફરીથી ક્રિશ્ચિયન દેશ બન્યો.

પ્રાચીન સમયમાં સ્પેન રોમન સામ્રાજ્યનો ભાગ હતો. રોમન સામ્રાજ્યના સમયમાં સ્પેન હિસ્પેનિયા તરીકે ઓળખાતું હતું. સ્પેનના પ્રાચીન ઇતિહાસ મુજબ તે પહેલાથી જ ખ્રિસ્તી દેશ હતો. સ્પેનનો કથોલિક ખ્રિસ્તી ધર્મ સાથેનો સંબંધ રોમન સામ્રાજ્યના સમયમાં શરૂ થયો હતો. રોમન સામ્રાજ્યના સમયમાં ખ્રિસ્તી ધર્મ સ્પેનમાં ધીરે ધીરે ફેલાવા લાગ્યો. રોમન શાસન દરમિયાન સ્પેનના ઘણા પ્રદેશોમાં ખ્રિસ્તી ધર્મને અપનાવવાની શરૂઆત થઈ.

ઈ.સ. પ્રથમ અને બીજી સદીમાં સ્પેનમાં ખ્રિસ્તી સમુદાયો ઉદ્ભવ્યા અને રોમના શાસન હેઠળ ક્રિશ્ચિનીટીનો પ્રસાર સ્પેનમાં શરૂ થયો. રોમન સામ્રાજ્યના પતન પછી સ્પેનના મોટાભાગના પ્રદેશ પર વિઝિગોથ્સ નામના જર્મનિક કબીલાઓએ કબજો જમાવ્યો. 5મી સદીથી 8મી સદી સુધીના સમયગાળામાં વિઝિગોથિક શાસન સ્પેનના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Popcorn : પોપકોર્નના ફાયદા છે ગજબ! પણ આ રીતે ખાશો તો થઈ શકે છે નુકસાન
આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો

589માં વિઝિગોથિક રાજા રેકારેડ-I એ કથોલિક ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો અને વિઝિગોથિક શાસન દરમિયાન કથોલિક ધર્મને રાજ્ય ધર્મ તરીકે સ્વીકારવામાં આવ્યો. આ સમયગાળા દરમિયાન સ્પેન ખ્રિસ્તી દેશ હતો. ચોથી સદીમાં ખ્રિસ્તી ધર્મને માન્યતા મળ્યા પછી સ્પેનમાં ખ્રિસ્તી શાસન વધુ મજબૂત બન્યું.

વિઝિગોથિક શાસનનો મહત્વનો પ્રભાવ સ્પેનના કાનૂન, સંસ્કૃતિ અને રાજ્યવ્યવસ્થા પર પડ્યો. તેઓએ રોમન સામ્રાજ્યના પતન પછી એક મજબૂત રાજ્યવ્યવસ્થા સ્થાપિત કરી અને કથોલિક ખ્રિસ્તી ધર્મના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી. વિઝિગોથિક શાસને સ્પેનના ઇતિહાસમાં એક મજબૂત અને સ્થિર શાસન આપ્યું, જેની અસર આજે પણ સ્પેનની સાંસ્કૃતિક અને ધાર્મિક વારસામાં જોવા મળે છે.

સ્પેનમાં ઇસ્લામિક શાસન (8મી સદીથી 15મી સદી)

સ્પેનમાં એક ઐતિહાસિક ઘટના ખૂબ જ પ્રખ્યાત છે. જે મુજબ કાઉન્ટ જુલિયન નામનો એક પ્રભાવશાળી ખ્રિસ્તી હતો જેની પુત્રી પર સ્પેનના વિઝિગોથિક રાજ્યના શાસક રોડરિક દ્વારા જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. કાઉન્ટ જુલિયન રોડરિક પાસેથી બદલો લેવા માંગતો હતો. તેથી 711 એડીમાં તેણે રોડરિકને પાઠ ભણાવવા માટે ઉમૈયા ખિલાફતના ઉત્તર આફ્રિકાના ગવર્નર મુસા ઇબ્ન નુસૈર પાસે મદદ માંગી. જુલિયનને મદદ કરવા માટે મુસાએ તેના એક સેનાપતિ તારિક ઇબ્ન ઝિયાદના નેતૃત્વમાં સાત હજાર સૈનિકોને વિઝિગોથિક સામ્રાજ્ય પર હુમલો કરવા મોકલ્યા.

આ હુમલાના જવાબમાં વિઝિગોથિક શાસક રોડરિકે પણ તેની સેના તૈયાર કરી અને યુદ્ધ ગુઆડાલેટ નદીના કિનારે થયું. આ યુદ્ધમાં, તારિક ઇબ્ને ઝિયાદે રોડરિકની સેનાને હરાવી અને રોડરિક માર્યો ગયો. આ જીતને ઈસ્લામિક ઈતિહાસની સૌથી મહત્વપૂર્ણ જીત તરીકે રજૂ કરવામાં આવે છે. આ પછી ધીમે ધીમે સ્પેન અને તેની આસપાસનો સમગ્ર વિસ્તાર ઉમૈયા ખિલાફતના નિયંત્રણમાં આવી ગયો.

ઇસ્લામિક સ્પેનમાં બિન-મુસ્લિમો પર દમન

સ્પેનના પ્રારંભિક મુસ્લિમ શાસકો થોડાક ઉદાર હતા. પરંતુ જ્યારે સત્તા ઇસ્લામ અબ્બાસી ખલીફાઓના હાથમાં આવી, ત્યારે 11મી સદીના મધ્યભાગથી સ્પેનમાં બિન-મુસ્લિમોની સ્થિતિ ખરાબ થવા લાગી. પછી મુસ્લિમ શાસક અલ્માનઝોરે સ્પેનના ચર્ચોને લૂંટી લીધા અને તેનો નાશ કર્યો. તે સમય દરમિયાન ખ્રિસ્તીઓને મુસ્લિમો કરતાં ઊંચા મકાનો બનાવવાની મંજૂરી ન હતી. તેઓ મુસ્લિમ નોકરોને તેમના ઘરોમાં રાખી શકતા ન હતા અને શેરીઓમાં મુસ્લિમોને પણ રસ્તો આપવો પડતો હતો. ખ્રિસ્તીઓ પણ ખુલ્લેઆમ પોતાનો ધર્મ પાળી શકતા ન હતા. તેઓ તેમની સાથે બાઇબલ પણ લઈ શકતા ન હતા.

સ્પેનમાં ઇસ્લામિક શાસનનું પતન

માત્ર ખ્રિસ્તી રાજ્યોના વધતા આક્રમણને કારણે જ નહીં, પરંતુ મુસ્લિમોમાં પરસ્પર વિભાજનને કારણે પણ ઇસ્લામિક શાસનનું પતન થયું હતું. 11મી સદીની શરૂઆતમાં મજબૂત ઈસ્લામિક ખિલાફત નાના રાજ્યોમાં વિખરાઈ ગઈ. આ પછી મુસ્લિમ રાજ્યોના શાસકો એકબીજા સાથે લડવા લાગ્યા. વર્ષ 1144-1145માં આંતરિક બળવોએ ઇસ્લામિક એકતાને વધુ તોડી નાખી.

વર્ષ 1238માં ખ્રિસ્તી સૈનિકોએ મૂરીશ શાસકોને હરાવીને સ્પેનના ઘણા ભાગોને કબજે કરવાની પ્રક્રિયા શરૂ કરી. આ કારણે દેશના બાકીના મોટાભાગના મુસ્લિમો દક્ષિણ સ્પેનના ગ્રેનાડાના વિસ્તારોમાં સ્થાયી થવા લાગ્યા. ધીમે ધીમે ગ્રેનાડાનું રાજ્ય મૂરીશ સંસ્કૃતિનું એકમાત્ર સૌથી મોટું ગઢ બની ગયું. આ પછી ધીમે ધીમે સ્પેનમાં ઇસ્લામનું વર્ચસ્વ ખતમ થવા લાગ્યું અને છેવટે વર્ષ 1492માં મુસ્લિમોએ સ્પેનમાં તેમની તમામ સત્તા ગુમાવી દીધી અને મુસ્લિમ શાસનનો અંત આવ્યો.

ક્રિશ્ચિયન શાસનનું પુન: સ્થાપન

02 જાન્યુઆરી 1492ના રોજ સ્પેનના સૌથી શક્તિશાળી મુસ્લિમ સામ્રાજ્ય ગ્રેનાડાના શાસનનો અંત આવ્યો. સમગ્ર દેશમાં ફરીથી ખ્રિસ્તી શાસકોનું શાસન સ્થાપિત થયું. ત્યારબાદ 500થી વધુ ચર્ચ-મસ્જિદની ઇમારતોને ચર્ચમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. આ ઉપરાંત સામ્રાજ્યના તમામ મુસ્લિમોનો ધર્મ બદલીને તેઓને ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા.

આ દિવસે ગ્રેનાડાના મૂર શાસકો રાજા ફર્ડિનાન્ડ-V અને રાણી ઇસાબેલા-I ના ખ્રિસ્તી સૈન્ય સમક્ષ આત્મસમર્પણ કર્યું. ગ્રેનાડાની હાર સાથે સ્પેનમાં મુસ્લિમ મૂર શાહનું સામ્રાજ્ય સમાપ્ત થયું, દક્ષિણ સ્પેનમાં ડારો અને જેનિલ નદીઓના સંગમ પર આવેલું ગ્રેનાડા શહેર મૂર શાસકોનું ગઢ હતું.

અલમોરાવિડ સુલતાનોના શાસન દરમિયાન 11મી સદીમાં ગ્રેનાડા સત્તા અને પ્રભાવમાં ટોપ પર પહોંચ્યું હતું. 1238માં ખ્રિસ્તી સેનાઓએ મૂર શાસકોને હરાવીને સ્પેનના ઘણા ભાગોને કબજે કરવાની પ્રક્રિયા શરૂ કરી. યુદ્ધમાં સ્પેનિશ ખ્રિસ્તી રાજા ફર્નિંદાદ અને રાણી ઇસાબેલાની જીત બાદ મુસ્લિમોએ આત્મસમર્પણ કર્યું.

આ કારણોસર દેશના બાકીના મોટાભાગના મુસ્લિમો દક્ષિણ સ્પેનના ગ્રેનાડાના વિસ્તારોમાં સ્થાયી થવા લાગ્યા. ધીમે ધીમે ગ્રેનાડાનું રાજ્ય મૂરીશ સંસ્કૃતિનું એકમાત્ર સૌથી મોટું ગઢ બની ગયું. અહીં મુસ્લિમો મોટા પાયે રહેતા હતા. આ રાજ્ય ખૂબ શક્તિશાળી માનવામાં આવતું હતું.

મુસ્લિમ સામ્રાજ્યનો કાયમ માટે અંત આવ્યો

આ વર્ષો દરમિયાન ગ્રેનાડાએ ઘણો સાંસ્કૃતિક અને આર્થિક વિકાસ અનુભવ્યો. 15મી સદીના અંતમાં સ્પેનમાં ખ્રિસ્તી રાજાઓ ફર્ડિનાન્ડ અને ઇસાબેલાની રાજાશાહી ખૂબ જ શક્તિશાળી તરીકે ઉભરી આવી. તેમણે આ મુસ્લિમ સામ્રાજ્યનો કાયમ માટે અંત લાવ્યો. તે પછી સ્પેનમાં ફરી ક્યારેય મુસ્લિમ શાસન આવ્યું નહોતું.

2 જાન્યુઆરી, 1492ના રોજ ગ્રેનાડાના છેલ્લા મૂર શાસક રાજા બોબદિલે સ્પેનિશ દળોને સમર્પણ કર્યું. આ પછી 1502માં સ્પેનિશ શાસને તમામ મુસ્લિમોને બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવાનો આદેશ આપ્યો. જો કે મૂરીશ વંશના ઘણા લોકોએ ઇસ્લામનો ત્યાગ કર્યો ન હતો, આવા લોકોને સ્પેનમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

સ્પેનના ઇતિહાસમાં ક્રિશ્ચિન શાસનના મહત્ત્વપૂર્ણ તબક્કાઓ રહ્યા છે. ખ્રિસ્તી ધર્મની રોમન સમયમાં શરૂઆત થઈ, જ્યારે વિઝિગોથિક શાસનમાં તે મજબૂત થયો હતો. ઇસ્લામિક શાસન દરમિયાન લડતો રહ્યો અને રિકોનક્વિસ્ટા પછી ક્રિશ્ચિન શાસન સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થયો. આજના સમયમાં સ્પેન એક સેક્યુલર રાજ્ય છે, પરંતુ તેની સંસ્કૃતિમાં ખ્રિસ્તી ધર્મનો મહત્ત્વપૂર્ણ પ્રભાવ છે.

આ પણ વાંચો પૃથ્વી પરના આ ખંડના થઈ જશે બે ભાગ ! જાણો શું છે કારણ

Next Article