GK Quiz : દેશનો સૌથી ઉંચો તિરંગો ક્યાં ફરકાવવામાં આવ્યો છે ? જાણો તિરંગાને લગતા આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ
આપણો ધ્વજ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રતીક તિરંગાને લગતી GK ક્વિઝ અમે આજે તમારા માટે લઈને આવ્યા છીએ. તમે આ પ્રશ્નોના જવાબ આપીને તિરંગા અંગેના તમારા નોલેજને વધારી શકો છો.
GK Quiz : આ વર્ષે 15 ઓગસ્ટ 2023ના રોજ સમગ્ર દેશ 76મા સ્વતંત્રતા દિવસની (Independence Day) ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરશે. આ ઉજવણી તિરંગા વિના અધૂરી છે. આપણો ધ્વજ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રતીક તિરંગાને લગતી GK ક્વિઝ અમે આજે તમારા માટે લઈને આવ્યા છીએ. તમે આ પ્રશ્નોના જવાબ આપીને તિરંગા અંગેના તમારા નોલેજને વધારી શકો છો.
પ્રશ્ન – ભારતમાં પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ક્યારે અને કોણે ફરકાવ્યો હતો ? જવાબ – 30 ડિસેમ્બર 1943ના રોજ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા તિરંગો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
પ્રશ્ન – દેશની ધરતી પર પ્રથમવાર રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવવામાં આવ્યો હતો ? જવાબ – પોર્ટ બ્લેરમાં ફ્લેગ પોઈન્ટ એ એવી જગ્યા છે જ્યાં દેશની ધરતી પર પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
પ્રશ્ન – ભારતના સૌથી ઊંચા તિરંગાની લંબાઈ કેટલી છે ? જવાબ – દેશના સૌથી ઊંચા તિરંગાની ઊંચાઈ 110 મીટર (360.8 ફૂટ) છે.
પ્રશ્ન – દેશનો સૌથી ઉંચો તિરંગો ક્યાં ફરકાવવામાં આવ્યો છે ? જવાબ – કર્ણાટકના બેલગામમાં દેશનો સૌથી ઉંચો ધ્વજ ફરકાવવામાં આવ્યો છે.
પ્રશ્ન – અત્યાર સુધીમાં કેટલી વાર રાષ્ટ્રધ્વજ બદલવામાં આવ્યો છે ? જવાબ – ભારતીય ધ્વજમાં સમયાંતરે ઘણા ફેરફારો થયા છે. એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં કુલ 6 વખત રાષ્ટ્રધ્વજ બદલવામાં આવ્યો છે.
પ્રશ્ન – શું રાત્રે તિરંગો ફરકાવી શકાય ? જવાબ – અગાઉ તિરંગો માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ફરકાવી શકાતો હતો. આ પછી, ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા, જેમાં ઉલ્લેખ કરાયો છે કે રાત્રે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે. જો કે જ્યાં તિરંગો લહેરાવવાનો હોય તે જગ્યામાં અંધારું ન હોવું જોઈએ.
પ્રશ્ન – ક્ષતિગ્રસ્ત અને ફાટેલા તિરંગાને રાખવા માટેના નિયમો શું છે ? જવાબ – ક્ષતિગ્રસ્ત અને ફાટેલા તિરંગાને ગરિમા અને સન્માન સાથે આદરપૂર્વક જમીનમાં દફનાવવો જોઈએ. આ સિવાય તેને વિધિવત રીતે ફોલ્ડ કરીને ગંગામાં વિસર્જિત પણ કરી શકાય.