વિશ્વ ભયાનક વિનાશની કગાર પર, યુરોપ પર તોળાઈ રહ્યુ છે ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ,દુનિયા કઈ તરફ વળશે?

નાટો પ્રમુખ માર્ક રૂટે પહેલા જ ચેતવણી આપી રાખી છે કે રશિયા અને ચીન મળીને ત્રીજા વિશ્વયુદ્ધની આગ ભડકાવી શકે છે. તેમણે જુલાઈમાં એક ભયાનક આશંકા વ્યક્ત કરી હતી કે બૈજિંગ તાઈવાન પર કબજો કરી લેશે. જ્યારે પુતિન નાટોના કેટલાક દેશો પર, જેમ કે એસ્ટોનિયા, લાતવિયા અને લિથુઆનિયા, જેવા બાલ્ટીક ગણરાજ્યો પર હુમલો કરી શકે છે.

વિશ્વ ભયાનક વિનાશની કગાર પર, યુરોપ પર તોળાઈ રહ્યુ છે ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ,દુનિયા કઈ તરફ વળશે?
| Updated on: Sep 19, 2025 | 2:50 PM

યુરોપીય દેશોએ રશિયા વિરુદ્ધ ત્રીજા વિશ્વયુદ્ધની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફ્રાંસ, બ્રિટન, જર્મની, પોલેન્ડ, સ્વીડન અને નોર્વે સહિત અનેક દેશો તૈયારીઓમાં લાગી ગયા છે. બ્રિટીશ અખબાર ધ સનના અહેવાલ મુજબ ફ્રાંસે તેમની હોસ્પિટલોને યુદ્ધસ્તર પર તૈયારી કરવા માટેના આદેશ આપી દીધા છે. હોસ્પિટલોને એક સાથે સેંકડો ઘાયલોની સારવાર કરવા માટે તૈનાત રહેવાનું કહેવામાં આવ્યુ છે. તેમને એ દિવસ માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યુ છે જ્યારે યુરોપ રશિયા સાથે ભીષણ સંઘર્ષમાં ઉતરશે. ધ સને ગુપ્ત દસ્તાવેજોના હવાલાથી જણાવ્યુ છે કે ફ્રાંસના આરોગ્ય અધિકારીઓને માર્ચ 2026 સુધી એક મોટી લડાઈ માટે તૈયાર રહેવા તાકીદ કરી દેવાઈ છે. સાથે જ સમગ્ર મહાદ્રીપથી આવનારા ઈજાગ્રસ્ત સૈનિકોની સારવાર માટે તૈયાર રહેવાના પણ સખ્ત નિર્દેશ આપી દેવાયા છે. ફ્રાંસીસી અખબાર લે કૈનાર્ડ એનચૈની એ ગુપ્ત દસ્તાવેજોના હવાલાથી જણાવ્યુ છે કે ફ્રાંસ એ માનીને ચાલી રહ્યુ છે કે તે યુદ્ધ દરમિયાન ઘાયલોની સારવાર માટેનું મુખ્ય કેન્દ્ર બની શકે છે. તેને પોતાની સેનાઓ અને તેના નાટો સહયોગીયો...

Published On - 8:40 pm, Sat, 6 September 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો