આ ગુજરાતી ટ્રેડરના કારણે વાસ્કો દ ગામા પહોંચ્યો ‘ભારત’, લેખક અમિશ ત્રિપાઠીનો ‘મોટો દાવો’

અમેરિકી લેખક માર્ક ટ્વેઇને એક વાર કહ્યું હતું, "ઇતિહાસ આપણને ભૂતકાળ સમજાવે છે પણ જો એ ઇતિહાસ સાચો લખાયો હોય તો જ." આપણા દેશમાં દાયકાઓથી શાળાના પાઠ્યપુસ્તકોમાં એક વાત સતત ભણાવવામાં આવે છે કે, "વાસ્કો દ ગામાએ ભારતની શોધ કરી હતી" અથવા "તેણે ભારત સુધીના દરિયાઈ માર્ગની શોધ કરી હતી." હવે શું આ વાત ખરેખર સત્ય છે? શું વર્ષ 1498 પહેલાં ભારત અસ્તિત્વમાં જ નહોતું કે આપણી પાસે સમુદ્ર ઓળંગવાની ટેકનોલોજી નહોતી?

આ ગુજરાતી ટ્રેડરના કારણે વાસ્કો દ ગામા પહોંચ્યો ભારત, લેખક અમિશ ત્રિપાઠીનો મોટો દાવો
| Edited By: | Updated on: Oct 03, 2026 | 7:35 PM

વર્ષ 1497 (પ્રવાસની શરૂઆત) માં વાસ્કો દ ગામા યુરોપથી નીકળ્યો અને દક્ષિણ આફ્રિકાના છેવાડાના ભાગ એટલે કે ‘કેપ ઓફ ગુડ હોપ’ (Cape of Good Hope) સુધી પહોંચ્યો. પોર્ટુગલથી આફ્રિકાના છેડા સુધીનો રસ્તો શોધવામાં તેની ભૂમિકા જરૂર હતી પરંતુ ત્યાંથી આગળ ભારત સુધી કેવી રીતે પહોંચવું, એ અંગે તેને કોઈ જ ખ્યાલ નહોતો. જો તે સમયે તેને યોગ્ય માર્ગદર્શન ન મળ્યું હોત, તો કદાચ તે ક્યારેય ભારત પહોંચી શક્યો ન હોત.

સાચો હીરો: ગુજરાતી વેપારી કાંજી મલમ

વાસ્કો દ ગામા જ્યારે આફ્રિકાના કાંઠે અટવાયેલો હતો, ત્યારે તેની મુલાકાત એક ભારતીય સાહસિક અને અનુભવી વેપારી સાથે થઈ. આ વેપારી ગુજરાતના કાંજી મલમ (Kanji Malam) હતા.

કાંજી મલમે જ વાસ્કો દ ગામાને દક્ષિણ આફ્રિકાથી હિંદ મહાસાગર ઓળંગીને કેરળના કોઝિકોડ (કાલીકટ) સુધી પહોંચાડ્યો હતો. એટલું જ નહીં, કાંજી મલમ માટે આ કોઈ નવો રસ્તો નહોતો. ભારતીય ખલાસીઓ અને વેપારીઓ આ દરિયાઈ માર્ગનો ઉપયોગ છેલ્લા 2000 વર્ષોથી વેપાર-વણજ માટે કરી રહ્યા હતા.

 

જો પોર્ટુગલ કે યુરોપના ઇતિહાસના પુસ્તકો વાસ્કો દ ગામાને શ્રેય આપે, તો એ સમજી શકાય તેમ છે પરંતુ આઝાદીના લગભગ 80 વર્ષ પછી પણ ભારતના જ પાઠ્યપુસ્તકોમાં આપણા જ સાચા ખલાસીઓને ભૂલીને વિદેશી આક્રમણકારો કે સાહસિકોનો મહિમા ગવાય, તે એક વિચારવા જેવી બાબત છે.

સાચા વારસાને ઓળખો

આપણી પાસે સિંધુ ખીણની સંસ્કૃતિ, ચોલ સામ્રાજ્ય અને ગુજરાતના લોથલ બંદર જેવા મહાન દરિયાઈ ઇતિહાસના પુરાવા છે, જ્યાંથી રોમ અને અરબ દેશો સાથે દરિયાઈ વેપાર થતો હતો. એવામાં હવે સમય આવી ગયો છે કે, આપણે આપણા ઇતિહાસનું વિ-ઉપનિવેશીકરણ (Decolonization) કરીએ અને આપણા સાચા વારસાને ઓળખીએ.

વાસ્કો દ ગામાએ ભારતની કે ભારત સુધીના દરિયાઈ માર્ગની શોધ નહોતી કરી. તેણે માત્ર યુરોપિયન દેશો માટે ભારત આવવાનો રસ્તો શોધ્યો હતો, જે પણ એક ગુજરાતી વેપારી કાંજી મલમના માર્ગદર્શન હેઠળ શક્ય બન્યું હતું.

આપણો ઇતિહાસ સમૃદ્ધ અને ગૌરવશાળી રહ્યો છે. હવે સમય આવી ગયો છે કે, આપણે ગુલામીની માનસિકતામાંથી બહાર આવીએ અને આપણા પાઠ્યપુસ્તકોમાં યુરોપિયન દૃષ્ટિકોણના બદલે સાચો અને ભારતીય દૃષ્ટિકોણ ભણાવીએ, જેથી આવનારી પેઢી પોતાના સાચા વારસા પર ગર્વ કરી શકે.

Trending Video : ગજબની બેઇજ્જતી! પ્રોટેસ્ટમાં નારા લગાવી રહેલા યુવકને ખભે બેસાડી ઉઠાવી ગઈ પોલીસ

Follow Us
Loading...
Unable to load recommendations.