
એવુ કહેવાય છે કે રાજનીતિ છે જ દાટેલા મૂરદાઓને ફરી બહાર લાવવાનું નામ. મતલબ સાફ છે, હજુ ગયા મહિને જ રિલિઝ થયેલી ફિલ્મ ‘છાવા’ એ રાજનીતિમાં એવી હલચલ મચાવી દીધી છે કે મુગલિયા સલ્તનતના તુર્ક ‘ઔરંગઝેબ’ને લાઇમલાઇટમાં લાવી દીધો છે. એકતરફ મહારાષ્ટ્રમાં સપા નેતા અબૂ આઝમીએ એવુ નિવેદન આપ્યુ કે ” હું 17મી સદીના મુગલ બાદશાહ ઔરંગઝેબને ક્રૂર, અત્યાચારી કે અસહિષ્ણુ શાસક નથી માનતો, હાલના સમયમાં ફિલ્મોના માધ્યમથી મુગલ બાદશાહની વિકૃત છબી બનાવવામં આવી રહી છે” સપા નેતા અબૂ આઝમીના નિવેદન પર હંગામો તેમના આ નિવેદન પર વિપક્ષી દળોએ આકરા પ્રહારો કર્યા હતા. ત્યારપછી અબુ આઝમીએ માફી માંગી અને સ્પષ્ટતા પણ કરી, પરંતુ આ ચર્ચા હવે તેનાથીય એક ડગલું આગળ વધી ગઈ છે. જેમા ઔરંગઝેબ ક્રૂર હતો કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ પ્રશ્નના જવાબ માટે ઈતિહાસકાર યદુનાથ સરકારના ઔરંગઝેબના જીવન પર આધારિત પુસ્તકનો સંદર્ભ લઈ શકાય. આ સિવાય અનેક બ્રિટિશ અને ઈટાલિયન ઈતિહાસકારોએ પણ તેમના પુસ્તકોમાં ઔરંગઝેબ સાથે જોડાયેલા...