અમરનાથ યાત્રા શરૂ થયાના પાંચ જ દિવસમાં બાબા બર્ફાની કેમ થયા અંતર્ધાન, પ્રકૃતિએ આપેલો સંકેત આપણે ક્યારે સમજશુ?

દેશના જવાનોએ અમરનાથ ગુફા ખૂલતાની સાથે જે પહેલી તસવીર શેર કરી હતી તેમા બાબા બર્ફાની સાત ફુટ ઉંચી, ભવ્ય, દિવ્ય, કર્પુર ગૌરવ સ્વરૂપે દૃશ્યમાન હતા. 29 જૂને જ્યારે પહેલી સત્તાવાર પૂજા કરવામાં આવી ત્યારે બાબા બર્ફાનીની ઊંચાઈ 5 ફુટ હતી. પરંતુ 6 જૂલાઈ એ સામે આવેલી તસવીરે આખા દેશને સ્તબ્ધ કરી દીધો. બાબા બર્ફાનીનું હિમલિંગ 90 % જેટલુ પિગળી ગયુ છે. જે ભાવિકોએ અનેક મહિનાઓથી તૈયારી કરી, દુર્ગમ માર્ગોને પાર કરી બાબાના દર્શનની આશાએ કાશ્મીર પહોંચ્યા, તેમની સામે ગુફા ખાલી હતી. આખરે પાંચ દિવસની અંદર જ એવુ તો શું થઈ ગયુ કે બાબા બર્ફાની આ પ્રકારે અંતર ધ્યાન થઈ ગયા?

અમરનાથ યાત્રા શરૂ થયાના પાંચ જ દિવસમાં બાબા બર્ફાની કેમ થયા અંતર્ધાન, પ્રકૃતિએ આપેલો સંકેત આપણે ક્યારે સમજશુ?
| Updated on: Aug 06, 2026 | 3:50 PM

અમરનાથની ગુફામાં બાબા બર્ફાનીનું હિમશિવલિંગ અંતર્ધાન થઈ જવુ એ શિવભક્તો માટે જેટલુ આઘાતજનક છે, એટલી જ ભયાનક ચેતવણી પર્યાવરણ માટે પણ છે. એકતરફ અતૂટ આસ્થા છે બીજી તરફ તૂટતો હિમાલય.. ત્યારે સવાલ એ છે કે શું આ માત્ર કુદરતી ફેરફાર છે કે પ્રકૃતિએ મારેલી થપાટ છે જેનો પડઘો કદાચ શ્રદ્ધાના ઘોંઘાટમાં દબાઈ ગયો છે. આજે સવાલ માત્ર હિમાલયના પિગળવાનો નથી પરંતુ હિમાલયના અસ્તિત્વનો છે, જેને વધુ નજર અંદાજ ન કરી શકાય. અમરનાથ એ માત્ર પથ્થરો અને બરફની ગુફા નથી પરંતુ સનાતની ચેતનાનો અમરસ્તંભ છે, જ્યાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું પરમ રહસ્ય સમજાવ્યુ હતુ. હર..હર.. મહાદેવ.., બમ…બમ…ભોલે, નમ: પાર્વતી પતયે હર હર મહાદેવ… બાબા અમરનાથના રસ્તે આ નાદ જ ભાવિકોને ગમે તેવા કઠિન અને દુર્ગમ માર્ગને પાર કરીને બાબા બર્ફાનીના દર્શન કરવા માટે અમરનાથની ગુફા સુધી પહોંચવા માટેની હિંમત પુરી પાડતા હોય છે. બાબા અમરનાથની યાત્રાએ જનારા લોકો જાણતા જ હશે કે સમગ્ર માર્ગ પર તમને આ જ ધ્વનિ સાંભળવા મળે...

Published On - 9:55 pm, Tue, 14 July 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
Loading...
Unable to load recommendations.