
અથાણામાં ફૂગ કેમ લાગે છે? ઘણી વખત લોકોની અમુક ભુલોને કારણ અથાણાંમાં ફંગસ લાગે છે. બરણીમાંથી અથાણું કાઢી વખતે હંમેશા સુકી અને સ્વચ્છ ચમચીનો ઉપયોગ કરો. ભીની ચમચીથી ક્યારે અથાણું કાઢવું નહીં. અથાણું કાઢવા ક્યારેય આંગળી કે હાથનો ઉપયોગ કરવો નહીં, હંમેશા ચમચી વડે જ અથાણું કાઢવું જોઇએ.

અથાણું પ્લાસ્ટિકની ડબ્બામાં રાખી શકાય? અથાણું ખરાબ ન થાય તે માટે અથાણાને પ્લાસ્ટિકના ડબ્બામાં ન રાખો. અથાણાંને હંમેશાં કાચની બરણી અથવા ચીનાઇ માટીની બરણીમાં રાખો. કાચ કે ચીનાઇ માટીની બરણીમાં અથાણું લાંબા સમય સુધી ચાલે છે.

અથાણાંમાં કેટલું તેલ રાખવું? સૌથી પહેલા તમારે એ વાત પર ધ્યાન આપવાની જરૂર છે કે અથાણામાં કેટલું તેલ છે. તેલનું લેવલ સંતુલિત કરવાથી અથાણાં બગડતા રોકી શકાય છે. આ સાથે ફૂગ લાવાથી પણ રોકી શકાય છે. જો તમારા અથાણાની બરણીમાં તેલ ઓછું હોય, તો વરસાદ પડે તે પહેલાં તેલ ઉમેરો. અથાણાની બરણીમાં અથાણાની ઉપરની સપાટી સુધી તેલ રાખવું જોઇએ. હંમેશાં તેલ ગરમ કરીને અથાણાંમાં ઉમેરવું જોઇએ. ગેસ પર તપેલીમાં તેલ ગરમ કરી ઠંડુ થવા દો અને ત્યાર પછી અથાણાંમાં ઉમેરો.
Published On - 5:00 pm, Thu, 3 July 25