Railway Bharti 2022: સાઉથ ઈસ્ટર્ન રેલવે(South Eastern Railway) એ લેવલ 2,3,4,5 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા ચાલુ છે અને છેલ્લી તારીખ નજીક છે. જે ઉમેદવારોએ હજુ સુધી આ જગ્યાઓ માટે અરજી કરી નથી. તે સત્તાવાર વેબસાઇટ rrcser.co.in દ્વારા 2 ફેબ્રુઆરી, 2022 સુધી અરજી કરી શકે છે. કુલ 21 ખાલી જગ્યાઓ માટે ભરતી માટેની અરજી પ્રક્રિયા 3 જાન્યુઆરી, 2022થી ચાલુ છે. જારી કરવામાં આવેલી નોટિફિકેશન મુજબ આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કરવામાં આવી છે.
લેવલ 4 અને લેવલ 5 ની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. બીજી તરફ લેવલ 2 અને લેવલ 3 ની પોસ્ટ માટે ઉમેદવાર કોઈપણ માન્ય બોર્ડમાંથી 12મું પાસ હોવું આવશ્યક છે. ઉમેદવારોએ સંબંધિત રમતોમાં રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હોવો જરૂરી છે. ઉમેદવારો વધુ શૈક્ષણિક લાયકાત અને આ ભરતી સંબંધિત અન્ય માહિતી માટે જારી કરાયેલ સત્તાવાર નોટિફિકેશન વાંચી શકે છે.
આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારોની ઉંમર 1 જાન્યુઆરી, 2022 થી ગણવામાં આવશે.
સામાન્ય વર્ગ અને OCB વર્ગ માટે રૂ.500/- ની અરજી ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે એસસી અને એસટી વર્ગે રૂ. 250 અરજી ફી ભરવાની રહેશે
સ્પોર્ટ્સ ટ્રાયલ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, સ્પોર્ટ્સ અચીવમેન્ટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
Railway Bharti 2022 અગત્યની માહિતી
અરજી શરૂ થવાની તારીખ – 3 જાન્યુઆરી, 2022
અરજી કરવાની છેલ્લી તારીખ – ફેબ્રુઆરી 2, 2022
સત્તાવાર વેબસાઇટ – rrcser.co.in
નોટિફિકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો
આ પણ વાંચો : BECIL Recruitment 2022: ઈન્વેસ્ટિગેટર સહિત 500 પોસ્ટ માટે વેકેન્સી જાહેર થઈ, 25 જાન્યુઆરી પહેલા આ રીતે કરો અરજી
આ પણ વાંચો : AICTE Scholarship: AICTE શિષ્યવૃત્તિમાં અરજી કરવા માટે હવે થોડા દિવસો બાકી, દર વર્ષે મળે છે 50 હજારની સહાય