સોશ્યિલ મીડિયાના માધ્યમથી તમે બનાવી શકો છો તમારૂ કરિયર, બસ આટલી વાતોનું રાખવું ખાસ ધ્યાન
જો તમે સોશ્યિલ મીડિયા પર પોતાના દિવસના અમુક કલાકો વિતાવો છો તો આ સમયનો સદુપયોગ કરીને એક સારી નોકરી મેળવી શકો છો. ઘણી કંપનીઓ છે, જે લોકોને સોશ્યિલ મીડિયાના માધ્યમથી જોડે છે અને અમુક શરતો સાથે નોકરી કરવાની સુવિધા આપે છે.
યુવાવર્ગ સોશ્યિલ મીડિયા (Social Media) પર ઘણા કલાકો વિતાવતો હોય છે. ઘણી કંપનીઓ સોશ્યિલ મીડિયા પર નોકરીની ઓફર કરે છે. જો યુવાનો થોડી વાતોનું ધ્યાન રાખે તો સોશ્યિલ મીડિયાના માધ્યમથી સારી નોકરી મેળવી શકે છે. સોશ્યિલ મીડિયા દરેક વ્યક્તિના જીવનમાં એક મહત્વનો ભાગ બની ગયું છે. હવે લોકો પોતાના જીવનની કોઈપણ વાત હોય તેને સોશ્યિલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનું પસંદ કરે છે. જો તમારી પાસે આવડત અને અનુભવ છે તો આ પ્લેટફોર્મની મદદથી તમે એક સારી નોકરી મેળવી શકો છો. જો તમે સોશ્યિલ મીડિયા પર પોતાના દિવસના અમુક કલાકો વિતાવો છો તો આ સમયનો સદુપયોગ કરીને એક સારી નોકરી મેળવી શકો છો. ઘણી કંપનીઓ છે, જે લોકોને સોશ્યિલ મીડિયાના માધ્યમથી જોડે છે અને અમુક શરતો સાથે નોકરી કરવાની સુવિધા આપે છે.
આ વાતોનું રાખવું ખાસ ધ્યાન
જો તમે સોશ્યિલ મીડિયાના માધ્યમથી નોકરી શોધી રહ્યા છો તો સૌથી પહેલું અને અગત્યનું કામ છે કે તમે તમારો CV અપડેટ કરો, જેમાં તમારા એજ્યુકેશનથી લઈને દરેક માહિતીની સાચી જાણકારી આપો. CV અપડેટ કરતા સમયે એક વાતની ખાસ ધ્યાન રાખવું કે તમે તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને અલગ -અલગ રાખવી. તમારી આવડત , જે કામમાં તમે નિપુણ છો અથવા સારો અનુભવ ધરાવો છો એ કામને સારી રીતે વર્ણવો, જેથી વાંચનાર તમારા વિશે અને તમારી આવડત વિશે સારી રીતે સમજી શકે છે.
સોશ્યિલ મીડિયા પર યોજાતા જોબ પ્લેટફોર્મ/કરિયર પ્લેટફોર્મમાં ભાગ લો
સોશ્યિલ મીડિયા પર અનેક કરિયર પ્લેટફોર્મ છે, જ્યાં કરિયરને લઈને અનેક ચર્ચાઓ ચાલતી હોય છે. અહીંયા તમે કોર્પોરેટ જગતની અનેક કંપનીઓના નોકરી આપનાર વ્યક્તિઓ સાથે તમે જોડાઈ શકો છો અને સારી નોકરી મેળવીને પોતાનું કરિયર બનાવી શકો છો.
છેતરપિંડીનો ભોગ ન બનો
સોશ્યિલ મીડિયા પર નોકરી શોધતી વખતે તમને અનેક જાણકારી મળતી રહેશે પણ તમારે સતર્કતા રાખવી જરૂરી છે કારણકે અહીંયા ઘણા લોકો નોકરીના નામે છેતરી પણ શકે છે. કોઈપણ વ્યક્તિ નોકરીના નામે પૈસાની લેવડ-દેવડની વાત કરે તો તરત તપાસ કરવી અથવા તમે નાણાકીય છેતરપિંડીનો ભોગ બની શકો છો.