પાકિસ્તાનમાં છ દિવસ માટે સોશિયલ મીડિયા રહેશે બંધ, જાણો શુ છે કારણ ?

|

Jul 05, 2024 | 1:05 PM

ધર્મ અને સંસ્કૃતિને લઈને નફરત ફેલાવવા અને સાંપ્રદાયિક હિંસાથી બચવા માટે પાકિસ્તાન સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં યુટ્યુબ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 6 દિવસ માટે પ્રતિબંધ લાદવામાં આવશે.

પાકિસ્તાનમાં છ દિવસ માટે સોશિયલ મીડિયા રહેશે બંધ, જાણો શુ છે કારણ ?
Image Credit source: Social Media

Follow us on

આ વર્ષે જુલાઈથી શરૂ થઈ રહેલા મોહરમ મહિનામાં પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા ક્ષેત્રે એક મોટો ફેરફાર જોવામાં આવશે છે. પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે સમગ્ર પાકિસ્તાનમાં એક નવી પહેલ કરી રહ્યાં છે. ખરેખર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર છેલ્લા ચાર મહિનાથી બ્લોક કરી દેવાયું છે. જેની સફળતા બાદ હવે પાકિસ્તાન અન્ય સોશિયલ મીડિયા ઉપર પણ છ દિવસ માટે પાબંદી લગાવવા જઈ રહ્યું છે.

યુટ્યુબ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવી ઘણી એપ પાકિસ્તાનમાં મહોરમ મહિના દરમિયાન 6 દિવસ માટે પ્રતિબંધિત રહેશે. પાકિસ્તાન સરકાર આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, આ પ્રતિબંધનો મુખ્ય ઉદ્દેશ્ય મોહરમ મહિના દરમિયાન તમામ નફરત ફેલાવે તેવી સામગ્રી અને ખોટી માહિતી પર પ્રતિબંધ મૂકવાનો છે. આ પ્રતિબંધ 13 જુલાઈથી 18 જુલાઈ સુધી લાગુ કરવામાં આવશે.

નફરત અને ખોટી માહિતી પર પ્રતિબંધ

સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદવાનો પ્રસ્તાવ પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝની કેબિનેટ કમિટિ ઓન લો એન્ડ ઓર્ડર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. આની ભલામણ કરતાં એવું કહેવામાં આવ્યું હતું કે આના દ્વારા સંસ્કૃતિ વિશે નફરત ફેલાવવા અને કોઈપણ ખોટી માહિતીને પ્રોત્સાહન આપવાને ઘણી હદ સુધી રોકી શકાય છે. જેના કારણે સાંપ્રદાયિક હિંસાથી બચી શકાય છે. મરિયમ નવાઝે દેશના વડાપ્રધાન અને તેમના કાકા શાહબાઝ શરીફની સરકારને આ પ્રસ્તાવ અંગે નોટિફિકેશન બહાર પાડવા કહ્યું છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

સોશિયલ મીડિયા સામે અનેક અધિકારીઓ

આ પ્રસ્તાવ પહેલા પણ પાકિસ્તાનના ઘણા અધિકારીઓ સોશિયલ મીડિયા વિરુદ્ધ બોલતા રહ્યા છે, જેમાં પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરનું નામ પણ સામેલ છે. તેમણે સોશિયલ મીડિયાનું નામ ‘ભ્રષ્ટ મીડિયા’ અને ડિજિટલ ટેરરિઝમ જેવા રાખ્યા છે અને હંમેશા તેની સામે લડવા માટે પ્રેરિત કર્યું છે. આર્મી ચીફ સિવાય પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધની વાત કરી હતી, ઈશાક ડાર હાલમાં વિદેશ મંત્રીનો હવાલો પણ સંભાળી રહ્યા છે.

તમામ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ પહેલા જ પાકિસ્તાનમાં છેલ્લા ચાર મહિનાથી X ઉપર પ્રતિબંધ લદી દેવામાં આવ્યો છે. આનુ કારણ એવુ કહેવામાં આવી રહ્યું છે કે, સોશિયલ મીડિયા X દ્વારા પાકિસ્તાનમાં થયેલ સામાન્ય ચૂંટણીના પરિણામોમાં વ્યાપકપણે ઘાલમેલ અને ગરબડ થવા ઉપરાંત પરિણામો બદલી દેવાયા હોવા સહિતની ખોટી વિગતોને હવા આપવામાં આવી રહી હતી. જેના કારણે ગત ફેબ્રુઆરી મહિનામાં X ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Next Article