કોઈ છે આર્કિટેક્ટ તો કોઈ સંગીતકાર, યુક્રેનના યુવાનો રશિયા સામે ઉઠાવી રહ્યા છે હથિયારો

|

Feb 27, 2022 | 5:16 PM

રશિયા સામેના યુદ્ધમાં માત્ર સુરક્ષા દળો જ નહીં પરંતુ સામાન્ય યુક્રેનિયનો પણ મેદાનમાં ઉતર્યા છે. કિવના લોકોએ રશિયન સૈનિકોને ચેતવણી આપી છે કે તેઓ રશિયા સામે બહાદુરીથી લડવા માટે તૈયાર છે.

કોઈ છે આર્કિટેક્ટ તો કોઈ સંગીતકાર, યુક્રેનના યુવાનો રશિયા સામે ઉઠાવી રહ્યા છે હથિયારો
રશિયા સામે શસ્ત્ર ઉઠાવતા યુક્રેનના નાગરિકો

Follow us on

યુક્રેનની (Ukraine) રાજધાની કિવમાં (Kyiv) રશિયન સૈનિકો (Russian troop) ઘેરાબંધી હેઠળ છે. બોમ્બ ધડાકા અને ગોળીબારનો આજે ચોથો દિવસ છે. યુદ્ધમાં થઈ રહેલા બોમ્બ ધડાકા અને ગોળીબારને કારણે યુક્રેનના લોકો પોતાની જાતને ભૂગર્ભ બંકરોમાં બચાવી રહ્યા છે. આ દરમિયાન યુક્રેનિયનોએ પણ રશિયન સેના સામે મોરચો ખોલ્યો છે. સામાન્ય લોકો કહે છે કે રશિયન સૈનિકોને ચોક્કસપણે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ ક્રમમાં આજે સવારે ખાર્કીવમાં (Kharkiv) રશિયન ટેન્કરોને સામાન્ય લોકોએ ટેંકની સામે ઉભા રાખીને આગેકૂચને અટકાવી હતી. રશિયા વિરુદ્ધ બોલનારા યુવાનોમાં કેટલાક વ્યવસાયે આર્કિટેક્ટ છે, કેટલાક જાદુગર છે તો કેટલાક સંગીતકાર છે.

રશિયા સામેના યુદ્ધમાં માત્ર સુરક્ષા દળો જ નહીં પરંતુ સામાન્ય યુક્રેનિયનો પણ મેદાનમાં ઉતર્યા છે. કિવના લોકોએ રશિયન સૈનિકોને ચેતવણી આપી છે કે તેઓ રશિયા સામે બહાદુરીથી લડવા માટે તૈયાર છે. દિવસની શરૂઆતમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ સામાન્ય લોકોને આર્મી ભરતીમાં જોડાવવા અને રશિયા સામે યુદ્ધ લડવાની અપીલ કરી હતી. આજે જે માહિતી સામે આવી રહી છે તે એવી છે કે રાજધાની કિવમાં મોટી સંખ્યામાં યુવાનો સેનામાં જોડાવા માટે ઉત્સુક છે. ખાસ કરીને જેમણે ભૂતકાળમાં સૈન્યમાં ફરજ બજાવી છે તેવા વયષ્ક લોકો પણ દેશ માટેના મહા અભિયાનમાં જોડાયા છે.

યુક્રેનના યુવાનો મોટી સંખ્યામાં સેનામાં જોડાવા માંગે છે અને રશિયા સામે યુદ્ધ લડવા તૈયાર છે. આ યુવાનોમાં કેટલાક આર્કિટેક્ટ, કેટલાક સંગીતકારો અને કેટલાક જાદુગર છે. આ યુવાનોનું કહેવું છે કે તેઓ તેમના દેશના સન્માન માટે રશિયા સાથે લડવા તૈયાર છે. યુક્રેને, સામાન્ય નાગરીકોને રશિયાના સૈન્યદળ સામે લડવા માટે હથિયારો પૂરા પાડ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચોઃ

યુક્રેનની રાજધાની પર ‘કબજા’નો ખતરો, રશિયન સેનાએ કિવને ઘેરી લીધું, નાગરિકોને ઘર ન છોડવાની સલાહ

આ પણ વાંચોઃ

Photos: યુક્રેનની ‘બ્યુટી ક્વીન’ જેણે પહેલા પોતાની સુંદરતાથી લોકોના મન મોહ્યા, અને હવે હથિયાર ઉઠાવીને લોકોના દિલ જીત્યા

Next Article