હવે AI બનાવશે જીવલેણ વાયરસની દવા: વૈજ્ઞાનિકોએ લોન્ચ કરી દુનિયાની સૌપ્રથમ ‘AI ડિઝાઇનર વેક્સિન’

AI નો ઉપયોગ અત્યાર સુધી માત્ર કન્ટેન્ટ લખવા, ફોટો બનાવવા કે ડેટા એનાલિસિસ કરવા પૂરતો સીમિત હતો, પરંતુ હવે AI એ તબીબી ક્ષેત્રે મોટો ચમત્કાર કર્યો છે. વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એક એવી અદભુત વેક્સિન તૈયાર કરી છે, જે કોરોનાના બદલાતા વેરિઅન્ટ્સ સહિત ભવિષ્યના ઘાતક વાયરસોને મૂળમાંથી ખતમ કરી દેશે.

હવે AI બનાવશે જીવલેણ વાયરસની દવા: વૈજ્ઞાનિકોએ લોન્ચ કરી દુનિયાની સૌપ્રથમ AI ડિઝાઇનર વેક્સિન
Image Credit source: TV9 Network
| Updated on: Jun 06, 2026 | 6:23 PM

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી વૈજ્ઞાનિકોએ એક અનોખી વેક્સિન વિકસાવી છે, જે ભવિષ્યમાં આવનારી સંભવિત મહામારીઓથી બચાવવામાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. સંશોધકોનો દાવો છે કે આ વિશ્વની પ્રથમ એવી વેક્સિન છે, જેનો મુખ્ય ભાગ સંપૂર્ણપણે AI સિસ્ટમ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજીની મદદથી હવે નવી અને ઉભરતી બીમારીઓ સામે ખૂબ જ ઝડપથી અસરકારક રસી તૈયાર કરી શકાશે.

કોરોનાના તમામ વેરિઅન્ટ અને અન્ય વાયરસ સામે આપશે સુરક્ષા

બીબીસીના અહેવાલ મુજબ, આ વેક્સિનમાં એવા વાયરસ સ્ટ્રેન્સ સામે લડવાની ક્ષમતા છે જે માત્ર કોવિડ-19 જ નહીં, પરંતુ કોરોના વાયરસ ફેમિલીના તમામ ખતરનાક વાયરસ સામે રક્ષણ આપશે. આ ઉપરાંત, આ વેક્સિન ભવિષ્યમાં પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતી બીમારીઓ (જેમ કે હાલમાં ઉંદરોથી ફેલાતો હંતા વાયરસ) ના જોખમને પણ ઘટાડે છે.

AI એ કેવી રીતે તૈયાર કરી આ સુપર વેક્સિન?

સામાન્ય રીતે કોઈપણ રસી બનાવવા માટે વાયરસના જીવંત કે મૃત સ્ટ્રેનને બેઝ બનાવવામાં આવે છે. પરંતુ આ વેક્સિન માટે વૈજ્ઞાનિકોએ જુદા-જુદા કોરોના વાયરસના અબજો જેન્ટિક ડેટા (Genetic Data) ને AI સિસ્ટમમાં ફીડ કર્યા હતા. AI એ આ ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને એક ખાસ ‘સુપર એન્ટિજન’ તૈયાર કર્યું છે. એન્ટિજન વેક્સિનનો એ મુખ્ય ભાગ છે જે આપણા ઇમ્યુન સિસ્ટમને વાયરસ ઓળખવામાં અને તેના પર હુમલો કરવામાં મદદ કરે છે. આના કારણે ભવિષ્યમાં કોરોના વાયરસ ગમે તેટલા રૂપ બદલે (મ્યુટેશન કરે), આ વેક્સિન તેની સામે લડવામાં સક્ષમ રહેશે.

માણસો પર થયું સફળ પ્રાથમિક પરીક્ષણ

મેડિકલ જર્નલ ‘જર્નલ ઓફ ઇન્ફેક્શન’ ના અહેવાલ મુજબ, આ રસીનું પ્રથમ તબક્કાનું પરીક્ષણ 39 લોકો પર કરવામાં આવ્યું હતું, જેનો હેતુ વેક્સિનની સેફ્ટી તપાસવાનો હતો. આ ટેસ્ટમાં રસી સંપૂર્ણ સુરક્ષિત હોવાનું માલુમ પડ્યું છે. હવે આ રસીનું બીજા તબક્કાનું પરીક્ષણ 200 લોકો પર કરવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકો આને એક બહુ મોટી સફળતા માની રહ્યા છે.

ભવિષ્યમાં કઈ બીમારીઓનો આવશે અંત?

આ અદભુત સફળતા બાદ કેમ્બ્રિજ યુનિવર્સિટીની મેડિકલ ટીમ હવે યુનિવર્સલ ફ્લૂ (શરદી-ઉધરસની કાયમી રસી), બર્ડ ફ્લૂ અને ઘાતક ઇબોલા વાયરસની વેક્સિન બનાવવા માટે AI નો ઉપયોગ કરી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે જે બીમારીઓનો ઈલાજ અત્યાર સુધી શક્ય નહોતો, તેને હવે AI ની મદદથી મિનિટોમાં ઉકેલી શકાશે.

HDFC Bank Share Price: લાંબા સમયની મંદી પછી HDFC બેંકના શેરમાં મોટો ટર્નિંગ પોઇન્ટ, ઇન્ડિકેટરે આપ્યા ખરીદીના મજબૂત સંકેતો

Follow Us