INDONESIAની ગુફામાંથી મળી આવી 45 હજાર વર્ષ પહેલા બનાવવામાં આવેલી વિશ્વની સૌથી જૂની પેઈન્ટિંગ

|

Jan 15, 2021 | 8:33 PM

ઈન્ડોનેશિયાના (INDONESIA) પુરાતત્ત્વવિદોએ ગુફામાં કોતરવામાં આવેલી વિશ્વની સૌથી જૂની પેઈન્ટિંગ (WORLD OLDEST PAINTING) શોધી કાઢી છે.

INDONESIAની ગુફામાંથી મળી આવી 45 હજાર વર્ષ પહેલા બનાવવામાં આવેલી વિશ્વની સૌથી જૂની પેઈન્ટિંગ

Follow us on

ઈન્ડોનેશિયાના (INDONESIA) પુરાતત્ત્વવિદોએ ગુફામાં કોતરવામાં આવેલી વિશ્વની સૌથી જૂની પેઈન્ટિંગ (WORLD OLDEST PAINTING) શોધી કાઢી છે. પૂરાતત્ત્વવિદોના જણાવ્યા અનુસાર 45,500 વર્ષ પહેલા ઈન્ડોનેશિયાના એક ટાપુ પરની ગુફાની અંદર જંગલી ડુક્કરની(WILD PIG) એક પેઈન્ટિંગ મળી આવી હોવાનું જાણવા મળે છે. આ પેઈન્ટિંગ ઈન્ડોનેશિયાના દક્ષિણ સુલાવેસી (WEST SULAWESI ) આઈલેન્ડની એક ગુફામાં મળી હતી. આ અભ્યાસનું સંશોધન જર્નલ સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં માનવોની હાજરીના પ્રારંભિક પુરાતત્વીય પુરાવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટીના પ્રોફેસર એડમ બ્રૂમે(ADAM BRUMM) જણાવ્યું હતું કે, “સુલાવેસીની લેંગ ટેડોંગે ગુફામાં મળી આવેલી પેઈન્ટિંગ (PAINTING) વિશ્વની ગુફા કલાકૃતિનો સૌથી જૂનો નમૂનો છે. તેમણે કહ્યું આ ગુફા એક ખીણમાં છે જે બહારથી ચૂનાના પત્થરોને કારણે બંધ થઈ ગઈ હતી અને સૂકી ઋતુમાં સુરંગની રચનાથી ત્યા જવાનો સાંકડો રસ્તો થઈ ગયો હતો.આ સાથે જ કહ્યું હતું કે, આ ઘાટીમાં રહેનારા બગીસ સમુદાયએ દાવો કર્યો હતો કે, તે આ પહેલા ક્યારે પણ ગુફા બાજુ ગયા નથી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

સંશોધનકારોએ જણાવ્યું હતું કે સુલાવેસીમાં ડુક્કરની મોટામાં મોટી કલાકૃતિ ઓછામાં ઓછી 45,500 વર્ષ જૂની છે. અગાઉના 43,900 વર્ષ પહેલાંનાં ચિત્રો શોધ્યાં હતાં. ઈન્ડોનેશિયાના (INDONESIA) પુરાતત્ત્વવિદ અને ગ્રિફિથ યુનિવર્સિટીના સંશોધનકર્તા બેસરોન બુરહને(BASRAN BURHAN) જણાવ્યું હતું કે ડુક્કરની આ પ્રજાતિ હજારો વર્ષો પહેલા સમાપ્ત થઈ હતી.

 

આ પણ વાંચો: શાંતમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ નર્સિગ કોરોના વોરિયર્સ તૈયાર કરી નર્સિંગના ક્ષેત્રમાં આપી રહી છે પોતાનું યોગદાન

Next Article