Malaria Vaccine: WHO એ બાળકો માટે વિશ્વની પ્રથમ મેલેરિયા વેક્સિનના ઉપયોગને આપી મંજુરી, જાણો વધુ માહિતી

|

Oct 06, 2021 | 11:40 PM

વિશ્વ આરોગ્ય સંસ્થાએ બાળકો માટેની પ્રથમ મેલેરિયા રસીની ભલામણ કરી છે. બુધવારે WHO એ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. જાહેર છે મેં મચ્છરજન્ય રોગ મેલેરિયા દર વર્ષે વિશ્વમાં ઘણા જીવ લે છે.

Malaria Vaccine: WHO એ બાળકો માટે વિશ્વની પ્રથમ મેલેરિયા વેક્સિનના ઉપયોગને આપી મંજુરી, જાણો વધુ માહિતી
world first malaria vaccine approved by WHO

Follow us on

વિશ્વ આરોગ્ય સંસ્થાએ બાળકો માટેની પ્રથમ મેલેરિયા રસીની (malaria vaccine) ભલામણ કરી છે. બુધવારે WHO એ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. જાહેર છે મેં મચ્છરજન્ય રોગ મેલેરિયા દર વર્ષે વિશ્વમાં ઘણા જીવ લે છે.

WHO એ ટ્વીટ કરીને કહ્યું કે મેલેરિયા થી દર બે મિનિટે એક બાળક મૃત્યુ પામે છે. એક મૃત્યુ એક બહુ વધારે છે. આજે, ડબ્લ્યુએચઓ મધ્યમ અને ઉચ્ચ મેલેરિયા ટ્રાન્સમિશનવાળા વિસ્તારોમાં બાળકોની બીમારી અને મૃત્યુ ઘટાડવા માટે RTS,S મેલેરિયાની રસીની (malaria vaccine) ભલામણ કરે છે.

તમને જણાવી દઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું લક્ષ્ય છે કે 2025 સુધીમાં વિશ્વમાંથી મેલેરિયાને નાબૂદ કરવો. અને તેઓ તેના પર કામ કરી રહ્યા છે. આ માટે 25 દેશોમાં નાબૂદી કાર્યક્રમ પણ ચલાવવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન RTS, S/AS01 (RTS, S) મેલેરિયા વેક્સિનના (malaria vaccine) વ્યાપક ઉપયોગની ભલામણ પેટા સહારન આફ્રિકાના બાળકોમાં અને મધ્યમથી ઉચ્ચ પી. ફાલ્સીપેરમ મેલેરિયા ટ્રાન્સમિશન ધરાવતા અન્ય પ્રદેશોમાં કરી રહ્યું છે. આ ભલામણ ઘાના, કેન્યા અને માલાવીમાં ચાલી રહેલા પાયલોટ પ્રોગ્રામના પરિણામો પર આધારિત છે જે 2019 થી 800 000 થી વધુ બાળકો સુધી પહોંચી છે.

તમને જણાવી દઈએ કે મેલેરિયા સમગ્ર વિશ્વમાં બાળકોને અસર કરે છે, પરંતુ તેનો ફેલાવો આફ્રિકન દેશોમાં વધુ છે. મેલેરિયાને કારણે દર વર્ષે આશરે 260,000 આફ્રિકન બાળકો મૃત્યુ પામે છે.

ડબ્લ્યુએચઓ ના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ(Dr Tedros) કહે છે કે “આ એક ઔતિહાસિક ક્ષણ છે. બાળકો માટે લાંબા સમયથી રાહ જોવાતી મેલેરિયાની રસી વિજ્ઞાન, બાળ આરોગ્ય અને મેલેરિયા નિયંત્રણ માટે એક સફળતા છે. મેલેરિયાને રોકવા માટે હાલના સાધનોની ટોચ પર આ રસીનો (malaria vaccine) ઉપયોગ કરવાથી દર વર્ષે હજારો યુવાનોનો જીવ બચી શકે છે.”

RTS, S/AS01 મેલેરિયા વેક્સિન

WHO એ ઉપયોગ માટે માન્ય કરેલી રસીનું વૈજ્ઞાનિક નામ RTS, S/AS01 છે. ડબ્લ્યુએચઓએ સંસ્થાની બે મોટી સલાહકાર સંસ્થાઓના આધારે આ ભલામણ આપી છે. આ રસી 5 મહિનાથી ઉપરનાં બાળકોને આપવામાં આવશે. બાળકોને કુલ ચાર ડોઝ આપવામાં આવશે. અત્યાર સુધી, આ રસીના 23 લાખ ડોઝ આફ્રિકાના ત્રણ દેશોમાં લાગુ કરવામાં આવ્યા છે. આ રસી સંપૂર્ણપણે સલામત સાબિત થઈ છે.

https://twitter.com/WHO/status/1445783298756595721

 

આ પણ વાંચો: Ahmedabad: બ્રેઇનડેડ મિત્તલબેનનું હૃદય કલકત્તાના દર્દીમાં ધબકશે, માત્ર 6 મિનીટમાં હ્યદય સિવિલથી એરપોર્ટ પહોંચાડવામાં આવ્યું

Published On - 10:39 pm, Wed, 6 October 21

Next Article