વર્ક ફ્રોમ હોમથી યુવાનોમાં વધ્યુ મૃત્યુનુ જોખમ, રીસર્ચમા થયો નવો ખુલાસો

|

Dec 20, 2020 | 12:10 PM

કોરોના વાયરસ મહામારીએ પુરી દુનિયામાં ભયંકર તબાહી મચાવી છે. કોરોનાના વધતા ખતરાએ દુનિયાભરના લોકોની જીંદગી પાટા પરથી ઉતારી દીધી છે. આ દરમ્યાન ઘણી બધી ઓફિસ બંધ હતી. ત્યારબાદ ઘણી કંપનીઓએ તેના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા આપી. લગભગ પુરા લોકડાઉન દરમ્યાન મોટા ભાગના લોકોએ ઘરેથી જ ઓફિસનું કામ નિપટાવ્યું. જો કે, હવે ધીરે ધીરે ઓફિસ […]

વર્ક ફ્રોમ હોમથી યુવાનોમાં વધ્યુ મૃત્યુનુ જોખમ, રીસર્ચમા થયો નવો ખુલાસો
Work From Home

Follow us on

કોરોના વાયરસ મહામારીએ પુરી દુનિયામાં ભયંકર તબાહી મચાવી છે. કોરોનાના વધતા ખતરાએ દુનિયાભરના લોકોની જીંદગી પાટા પરથી ઉતારી દીધી છે. આ દરમ્યાન ઘણી બધી ઓફિસ બંધ હતી. ત્યારબાદ ઘણી કંપનીઓએ તેના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા આપી. લગભગ પુરા લોકડાઉન દરમ્યાન મોટા ભાગના લોકોએ ઘરેથી જ ઓફિસનું કામ નિપટાવ્યું. જો કે, હવે ધીરે ધીરે ઓફિસ ખુલવા લાગી છે. આ દરમ્યાન એક એવું રીસર્ચ સામે આવ્યું છે જે આપને થોડા પરેશાન કરી શકે છે.

દેશમાં પાછલા 10 મહિના દરમ્યાન ફેલાયેલી મહામારી કોરોનાના કારણે લોકો લાંબા સમયથી વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. એવામાં લોકોનુ બેસવાનું ખૂબ વધી ગયું છે. હાલમાં બ્રિટીશ જર્નલ ઓફ સ્પોર્ટસ મેડિસિને આ સંબંધમાં એક મહત્વનો ખુલાસો કર્યો છે.

એક રિસર્ચમાં હજારોની સંખ્યામાં લોકોની રોજની ગતિવિધીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો. ત્યારે શોધકર્તાઓને સામે આવ્યું કે એવા લોકો જે દિવસભર નિષ્ક્રીય રહે છે તેમની યુવા અવસ્થામાં મૃત્યુ થવાની આશંકા વધુ રહેલી છે. સાથે જ લોકો જો થોડી પણ મૂવમેન્ટ કરે તો તે શક્યતાને ખાસ્સી ઓછી પણ કરી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

50 હજાર લોકો પર રિસર્ચ
શોધકર્તાઓએ યુરોપ, અમેરિકામાં રહેનારા લગભગ 50 હજાર લોકો પર રિસર્ચ કર્યુ. તેનું પરિણામ આવ્યું કે જો લોકો 10 મિનિટ્સ આસપાસ હળવી કસરતો અથવા તો ઝડપથી ચાલી લે તો પણ લાંબા સમય સુધી બેસવાના દુષ્પ્રભાવને ટાળી શકાય છે. તે જ લોકો જો 35 મિનિટસ સુધી તેજ કસરતો કરે તો તેઓ દુષ્પ્રભાવથી બચી શકે છે પછી ભલે ચાહે ગમે તેટલા કલાકો બેસીને તેઓ કામ કરે.

તેથી જો આપ પણ, વર્ક ફ્રોમ હોમ કરતા હો અને લાંબા કલાકો સુધી બેસી રહેતા હોય, તો તેના બદલે નિયમીત અંતરે ખુદને આરામ આપતા રહો. તો એ પ્રકારના દુષ્પ્રભાવને ટાળી શકાય.

Published On - 12:08 pm, Sun, 20 December 20

Next Article