World Yoga Day 2021 : 21 જૂનના રોજ જ કેમ ઉજવાય છે વિશ્વ યોગ દિવસ, યોગથી શું થાય છે ફાયદા

|

Jun 21, 2021 | 12:13 AM

World Yoga Day 2021:  સમગ્ર વિશ્વમાં 21 જૂનના રોજ વિશ્વ યોગની દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેવા સમયે દરેકના મનમાં એક સવાલ ઉદભવે છે કે કેમ 21 જૂનના રોજ જ વિશ્વ યોગ દિવસ(World Yoga Day) ની ઉજવણી કરવામાં આવે છે.

World Yoga Day 2021 : 21 જૂનના રોજ જ કેમ ઉજવાય છે વિશ્વ યોગ દિવસ, યોગથી શું થાય છે ફાયદા

Follow us on

World Yoga Day 2021:  સમગ્ર વિશ્વમાં 21 જૂનના રોજ વિશ્વ યોગની દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેવા સમયે દરેકના મનમાં એક સવાલ ઉદભવે છે કે કેમ 21 જૂનના રોજ જ વિશ્વ યોગ દિવસ(World Yoga Day) ની ઉજવણી કરવામાં આવે છે. જો કે તેની પાછળ પણ એક આધ્યાત્મિક કારણ હોવાનું સામે આવ્યું છે. યોગ મન અથવા ચિત્તની વૃત્તિઓ કે ઇચ્છાઓને નિયંત્રણમાં રાખે છે. યોગ(Yoga) એ ચેતનાનું વિજ્ઞાન છે.

 

21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે પસંદ કરવાનું પણ આ ખાસ કારણ

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

21મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે,  જેને ગ્રીષ્મ સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિની દૃષ્ટિએ ગ્રીષ્મ સંક્રાંતિ બાદ સૂર્ય દક્ષિણાયન થાય છે અને સૂર્ય દક્ષિણા યનના સમયે  આધ્યાત્મિક  સિદ્ધિઓ પ્રાપ્ત કરવી લાભકારી છે. તેથી 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે  પસંદ કરવાનું પણ આ ખાસ કારણ છે.યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે.

યોગ (Yoga) દિવસ શા માટે ?

1 યોગના અદભુત અને કુદરતી ફાયદાઓ વૈશ્વિક સ્તરે પહોંચાડવા
2 લોકોને પ્રકૃતિ સાથે જોડવા માટે
3 દુનિયામાં નવા નવા રોગોને ઘટાડવા
4 લોકોને તણાવ મુક્ત બનાવવા
5 યોગ દ્વારા બિમારીઓમાંથી છૂટકારો મેળવવા

યોગથી થાય  છે આ અદભૂત  ફાયદા  

1  યોગથી સંપૂર્ણ શરીરને ફાયદો મળે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે.

2 યોગાસન હૃદય અને ફેફસાંને શક્તિ આપે છે.

3,  માંસપેશીઓની તાકાત વધારે છે.

4 . લોહીને શુદ્ધ કરે છે.

5 .  યોગાસન કરોડરજ્જુના હાડકાને લચીલું બનાવે છે.

6 .  વજન ઓછું કરવામાં સહાયક બને છે.

7  . હાડકાનું સ્વાસ્થ્ય વધારે છે.

8  . શરીરને લચીલું બનાવી રાખે છે.

9 . શ્વસનક્રિયામાં સુધારો કરે છે.

10 . યોગ કરવાથી ગર્ભવતી મહિલાઓમાં ડિપ્રેશન ઓછું થઇ જાય છે

11 .  યોગ કરવાથી મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

12 , યોગથી મન ખુશ રહે છે અને બુદ્ધિમાં પણ વૃદ્ધિ થાય છે.

13. યોગ એ અશાંત મનને શાંત કરવાનો સૌથી સરસ ઉપાય છે.

14. યોગ શરીરની રોગ પ્રતિકારક વધારે છે.

આ ઉપરાંત યોગ કરવાના અનેક ફાયદા છે. નિયમિત યોગ કરવાથી તમારુ દિલ મજબૂત થાય છે અને  તણાવથી બચો છો. તમારી  યાદગીરી મજબૂત થાય છે અને બીપીની સમસ્યા રહેતી નથી. તેમજ તમારું વજન પણ  વધતુ નથી. આ ઉપરાંત સૌથી જરૂરી બાબત તમારામાં  સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

Next Article