શું છે આ ‘બ્લેક વિડો’ની ખતરનાક રમત…! ઘાયલ સૈનિકો સાથે એકાએક યુવતીઓ કેમ કરી રહી છે લગ્ન ?

ચાલતા યુદ્ધ વચ્ચે એક ચોંકાવનારો સ્કેમ સામે આવ્યો છે. કેટલીક મહિલાઓ યુદ્ધના મોરચે જતા સૈનિકો સાથે લગ્ન કરી રહી છે, જેથી સૈનિકના મૃત્યુ પછી મળતી કરોડો રૂપિયાની સરકારી મદદ મેળવી શકાય. શું છે આા 'બ્લેક વિડો'ની ખતરનાક રમત ચાલો જાણીએ ...

શું છે આ બ્લેક વિડોની ખતરનાક રમત...! ઘાયલ સૈનિકો સાથે એકાએક યુવતીઓ કેમ કરી રહી છે લગ્ન ?
| Updated on: Aug 06, 2026 | 10:05 PM

યુદ્ધના મેદાનમાં જતા પહેલા જ લગ્ન કરનારી ‘બ્લેક વિડો’… અને પછી થોડા જ દિવસોમાં સૈનિકનું મૃત્યુ! આ કોઈ હોલિવૂડ કે માર્વેલ ફિલ્મની કાલ્પનિક વાર્તા નથી, પરંતુ રશિયામાંથી સામે આવેલા સત્ય કિસ્સા છે જેણે લોકોને ડરાવી દીધા છે. આરોપ છે કે કેટલીક મહિલાઓ જાણી જોઈને એવા સૈનિકો સાથે લગ્ન કરી રહી છે, જેમને યુક્રેન યુદ્ધમાં મોકલવામાં આવી રહ્યા છે. આનો હેતુ પ્રેમ કે જીવનભરનો સાથ નહીં, પરંતુ સૈનિકના મોત બાદ સરકાર તરફથી મળતી લાખો રૂપિયાની આર્થિક સહાય મેળવવાનો છે. રશિયામાં આ મહિલાઓને ‘બ્લેક વિડો’ કહેવામાં આવી રહી છે. અનેક પરિવારોનો દાવો છે કે તેમના દીકરાઓ અને પિતા આ ખતરનાક જાળમાં ફસાઈ ગયા છે.

મિલિટરી હોસ્પિટલમાં નર્સ અને 5 સૈનિકો સાથે લગ્ન

CNN ના એક રિપોર્ટમાં આવા અનેક બોગસ લગ્નોના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આવી જ એક કહાની મારિયા નામના યુવતીની છે, જેને રશિયન સેનાએ જણાવ્યું કે યુક્રેન યુદ્ધના મોરચે તેના 59 વર્ષના પિતા યુરીને ગોળી વાગી હતી અને બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. મારિયાને માત્ર એટલી જ ખબર ન હતી કે તેના પિતા સેનામાં ભરતી થયા છે, પરંતુ તેને એ પણ જણાવવામાં આવ્યું કે યુદ્ધમાં મોકલવાના બે દિવસ પહેલા જ તેમણે પોતાનાથી 22 વર્ષ નાની મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. જે મહિલા સાથે મારિયાના પિતાએ લગ્ન કર્યા હતા, તેને મારિયા ક્યારેય મળી ન હતી. પરંતુ યુદ્ધમાં શહીદ થયા બાદ પરિવારને સરકાર તરફથી જે આર્થિક મદદ મળવી જોઈતી હતી, તે બે દિવસ પહેલાં લગ્ન કરનારી તે જ મહિલાને મળી ગઈ.

રિપોર્ટ અનુસાર, જ્યારે યુદ્ધમાં કોઈ રશિયન સૈનિક માર્યો જાય છે, ત્યારે તેના પરિવારજનોને સેના તરફથી એકસાથે મોટી રકમ આપવામાં આવે છે, જે ઓછામાં ઓછી 50 લાખ રૂબલ (ભારતીય ચલણમાં આશરે 60 લાખ રૂપિયા) હોય છે. આ વળતર સૈનિકોને એ ભરોસો આપવા માટે આપવામાં આવે છે કે જો તેમનો જીવ જશે તો તેમના પરિવારનું ધ્યાન રાખવામાં આવશે. પરંતુ વાસ્તવિકતામાં કંઈક અલગ જ રમત રમાઈ રહી છે.

પરિવારજનો રહી જાય છે હાથ ઘસતા

રિપોર્ટ અનુસાર, રશિયામાં આ બાબતે ચિંતા વધી રહી છે કે નિર્દયી મહિલાઓ લગ્ન જેવા પવિત્ર બંધનનો ખોટો ફાયદો ઉઠાવી રહી છે. રશિયન અધિકારીઓ અને સરકારી મીડિયા તેમને ‘બ્લેક વિડિકા’ અથવા ‘બ્લેક વિડોઝ’ કહે છે. તેઓ નબળા અને એકલવાયા પુરુષોને નકલી લગ્નની જાળમાં ફસાવે છે અને તેમને યુદ્ધના મોરચે મોકલી દે છે. જો તેમના નવા પતિઓનું મૃત્યુ થાય છે, તો તેઓ સરકારી વળતરનો દાવો કરે છે અને પરિવારના અન્ય સગા-સંબંધીઓને તેમાં સામેલ કરતી નથી. સૈનિકના વૃદ્ધ માતા-પિતા કે બાળકો હાથ ઘસતા રહી જાય છે અને બે-ત્રણ દિવસ પહેલાં લગ્ન કરનારી નકલી દુલ્હન કરોડો રૂપિયા લઈ જાય છે.

છેલ્લા કેટલાક મહિનામાં રશિયામાં આવી ઘણી ચોંકાવનારી ખબરો સામે આવી છે. ગયા વર્ષે પણ બ્લેક વિડોનો એક બહુચર્ચિત કિસ્સો સામે આવ્યો હતો. રશિયાની એક મિલિટરી હોસ્પિટલમાં કામ કરતી નર્સ પર આરોપ હતો કે તેણે પોતાની દેખરેખ હેઠળ રહેલા પાંચ ઈજાગ્રસ્ત સૈનિકોના મોતથી થોડા સમય પહેલાં જ તેમની સાથે લગ્ન કર્યા હતા, જેથી તેમના મોત પછી મળતી મોટી સરકારી રકમ હડપ કરી શકાય. બાદમાં આ નર્સને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવી હતી.

આ સિવાય એવી પણ ઘટનાઓ સામે આવી છે જેમાં રશિયન સુરક્ષા દળોના કેટલાક સભ્યો જ બ્લેક વિડો સ્કેમમાં સામેલ જોવા મળ્યા છે. તેઓ મહિલાઓ સાથે મળીને નવપરિણિત પતિઓને ખતરનાક મિશન પર મોકલતા હતા, જેથી જો તેમનું મૃત્યુ થાય તો મળનારા વળતરમાંથી પોતાનો ભાગ મેળવી શકાય.

ક્યારેય વિચાર્યું છે કે શુદ્ધ સોનું 24 કેરેટ જ કેમ હોય છે? 50, 60 કે 100 કેમ નહીં? જાણો રોચક ઇતિહાસ

Published On - 10:01 pm, Thu, 6 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.