પુતિનની ગર્લફ્રેન્ડ એલિના કાબેવા કોણ છે?? EU કેમ લગાડવા જઈ રહ્યું છે પ્રતિબંધ??

|

May 07, 2022 | 8:06 AM

યુરોપિયન યુનિયન એટલે કે EU રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની (Vladimir Putin) કથિત ગર્લફ્રેન્ડ એલિના કાબેવા પર પ્રતિબંધો લાદી શકે છે. ભૂતપૂર્વ ઓલિમ્પિક વિજેતાને પ્રતિબંધોની સૂચિત યાદીમાં સામેલ કરવામાં આવી છે.

પુતિનની ગર્લફ્રેન્ડ એલિના કાબેવા કોણ છે?? EU કેમ લગાડવા જઈ રહ્યું છે પ્રતિબંધ??
Vladimir Putin & Alina Kabaeva

Follow us on

રશિયન (Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની (Vladimir Putin) કથિત ગર્લફ્રેન્ડ એલિના કાબેવાને (Alina Kabaeva) પણ યુરોપિયન યુનિયન (EU) દ્વારા તેના પ્રતિબંધોની યાદીમાં સામેલ કરવામાં આવી છે. એલિના કાબેવા પ્રતિબંધોના છઠ્ઠા સૂચિત પેકેજમાં શામેલ છે. યૂક્રેન (Ukraine) પર રશિયાના ચકચારી હુમલાને લઈને EUએ આ પગલું ભર્યું છે. યુરોપિયન રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પુતિન સાથે રોમેન્ટિક રીતે જોડાયેલા કાબેવાને EUની સૂચિત પ્રતિબંધોની સૂચિમાં સામેલ કરવામાં આવી છે. આ તબક્કે, પ્રતિબંધોમાં સમાવિષ્ટ નામો દૂર કરી શકાય છે અને અન્ય નામો ઉમેરી પણ શકાય છે.

જ્યારે પણ નવા પેકેજની દરખાસ્ત કરવામાં આવે છે, ત્યારે વાતચીત કરવામાં આવે છે. જો કે, EUએ હજી સુધી આ ડ્રાફ્ટ પ્રસ્તાવ પર સત્તાવાર રીતે હસ્તાક્ષર કર્યા નથી. સીએનએનના એક અહેવાલ મુજબ, ”આ અંગે વાતચીત ચાલી રહી છે. આ કોઈ સામાન્ય પ્રતિબંધ નથી, પરંતુ આપણે રાહ જોવી પડશે. મિસ કાબેવાનો જન્મ 1983માં થયો હતો, અને તેણીનું નામ 1 દાયકા પહેલાં પુતિન સાથે સંકળાયેલું હતું. તેણી હાલ 38 વર્ષની છે, જ્યારે પુતિન 69 વર્ષના છે.”

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

એલિના કાબેવાએ ઘણા મેડલ જીત્યા છે

એલિના કાબેવા જિમ્નેસ્ટ્સમાં મેડલ વિજેતા રહી છે. બીજી તરફ, છૂટાછેડા લઈ ચૂકેલા પુતિને કાબેવા સાથેના સંબંધોના અહેવાલોને ફગાવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બંનેની મુલાકાત ત્યારે થઈ હતી, જ્યારે કાબેવાએ યુરોપિયન સ્પર્ધાઓ અને ઓલિમ્પિક રમતોમાં ઘણા મેડલ જીત્યા હતા. તેણીને 2004માં એથેન્સ ગેમ્સમાં રિધમિક જિમ્નેસ્ટિક્સ માટે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. તેણી રશિયાની સૌથી જાણીતી હસ્તીઓમાંની એક ગણાય છે. જ્યારે રશિયાએ 2014માં સોચીમાં વિન્ટર ઓલિમ્પિક્સનું આયોજન કર્યું હતું, ત્યારે તેણીને ઉદ્ઘાટન સમારોહમાં હરોળમાં સૌથી આગળ મશાલ વહન કરવાનું સન્માન પણ મળ્યું હતું.

ક્રિમીઆ પર રશિયાનો કબજો થયા બાદ એલિના આવી છે ચર્ચામાં

રશિયાએ ગેરકાયદેસર રીતે યુક્રેનના ક્રિમિયા પર કબ્જો જમાવી લીધો છે. ગત એપ્રિલમાં, વોલ સ્ટ્રીટ જનરલના અહેવાલ અનુસાર, યુએસ અધિકારીઓ એલિના પર પ્રતિબંધો લાદવા કે કેમ તે અંગે ચર્ચા કરી રહ્યા છે. હવે શક્ય છે કે આવા પગલાંથી રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ વધશે. કારણ કે, તે પુતિન માટે ખૂબ જ અંગત બાબત બની જશે.

EUએ તેના પ્રસ્તાવિત છઠ્ઠા પેકેજના પ્રતિબંધોની યાદીમાં જેમને સામેલ કર્યા છે, તેમાં રશિયાના ઓર્થોડોક્સ ચર્ચના પેટ્રિઆર્ક કિરીલનું નામ પણ સામેલ છે. રશિયાની રાજ્ય સમાચાર એજન્સી તાસના અહેવાલ અનુસાર, ઓર્થોડોક્સ ચર્ચના પ્રવક્તા વ્લાદિમીર લેગોઇડા કહે છે કે, EU દ્વારા પ્રસ્તાવિત પ્રતિબંધોમાં સામાન્ય સમજણનું તત્વ જોવા મળી રહ્યું નથી.

 

Published On - 7:54 am, Sat, 7 May 22

Next Article