AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કોણ છે હૂતી વિદ્રોહીઓ, જેનાથી અમેરિકા અને સાઉદી અરેબિયા પરેશાન? જાણો કેમ બની રહ્યા છે મોટો ખતરો

હૂતી વિદ્રોહીઓ અને અમેરિકા તેમજ સાઉદી અરેબિયા વચ્ચેનો તણાવ માત્ર યમન પૂરતો મર્યાદિત નથી. આ સંઘર્ષનો સીધો સંબંધ લાલ સમુદ્ર (Red Sea), બાબ અલ-મંદબ જળમાર્ગ, વૈશ્વિક વેપાર અને ક્રૂડ ઓઈલ સપ્લાય સાથે પણ છે.

Breaking News : કોણ છે હૂતી વિદ્રોહીઓ, જેનાથી અમેરિકા અને સાઉદી અરેબિયા પરેશાન? જાણો કેમ બની રહ્યા છે મોટો ખતરો
who is Houthis
| Updated on: Sep 15, 2026 | 3:57 PM
Share

મધ્ય પૂર્વમાં છેલ્લા કેટલાક સમયથી હૂતી વિદ્રોહીઓ (Houthis)નું નામ સતત ચર્ચામાં છે. યમનમાંથી ઉભરી આવેલું આ સંગઠન સત્તાવાર રીતે અન્સાર અલ્લાહ (Ansar Allah) તરીકે ઓળખાય છે. હૂતી સંગઠનનો ઉદય યમનના ઉત્તર ભાગમાંથી થયો હતો અને આજે તે યમનની રાજધાની સના સહિત દેશના મોટા વિસ્તારો પર નિયંત્રણ ધરાવે છે. હુથીઓને ઈરાનનું સમર્થન મળતું હોવાના કારણે મધ્ય પૂર્વની રાજનીતિમાં પણ તેમનું મહત્વ વધી ગયું છે.

હૂતી વિદ્રોહીઓ અને અમેરિકા તેમજ સાઉદી અરેબિયા વચ્ચેનો તણાવ માત્ર યમન પૂરતો મર્યાદિત નથી. આ સંઘર્ષનો સીધો સંબંધ લાલ સમુદ્ર (Red Sea), બાબ અલ-મંદબ જળમાર્ગ, વૈશ્વિક વેપાર અને ક્રૂડ ઓઈલ સપ્લાય સાથે પણ છે.

સાઉદી અરેબિયાને હૂતીઓથી કેમ ખતરો?

સાઉદી અરેબિયા અને હૂતીઓ વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. હૂતી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરેબિયાના શહેરો, સૈન્ય ઠેકાણાં અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોને મિસાઈલ અને ડ્રોનથી નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.

સાઉદી માટે સૌથી મોટી ચિંતા તેનું ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. હુથીઓએ સાઉદીની સરકારી ઓઈલ કંપની અરામકો સાથે જોડાયેલા ઓઈલ પ્લાન્ટ અને અન્ય મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અગાઉ નિશાન બનાવ્યું છે. સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થા ઓઈલ પર મોટી હદ સુધી નિર્ભર હોવાથી આવા હુમલાથી ઓઈલ ઉત્પાદન અને સપ્લાય પર અસર થવાની ચિંતા રહે છે.

બીજી તરફ, યમન સાઉદી અરેબિયાની સરહદ સાથે જોડાયેલો દેશ છે. જો યમનમાં હુથીઓનું નિયંત્રણ વધુ મજબૂત બને તો સાઉદીની દક્ષિણ સરહદ પાસે ઈરાનનો પ્રભાવ વધી શકે છે એવી રિયાધની ચિંતા છે. આ જ કારણસર સાઉદી અરેબિયાએ 2015થી હુથીઓ સામેના સંઘર્ષમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

અમેરિકા માટે હૂતીઓ કેમ મોટી સમસ્યા છે?

અમેરિકાની ચિંતા માત્ર હૂતીઓની સૈન્ય ક્ષમતા સુધી સીમિત નથી. હુથીઓ દ્વારા લાલ સમુદ્ર અને બાબ અલ-મંદબ જળમાર્ગમાં વેપારી જહાજોને નિશાન બનાવવામાં આવતા વૈશ્વિક વેપાર માટે પણ જોખમ ઊભું થાય છે.

બાબ અલ-મંદબ વિશ્વના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે. એશિયા, યુરોપ અને મધ્ય પૂર્વ વચ્ચે માલસામાનની હેરફેર માટે આ માર્ગનું મહત્વ ઘણું છે. જો આ વિસ્તારમાં જહાજોની અવરજવર જોખમમાં આવે અથવા જહાજોને લાંબો વૈકલ્પિક માર્ગ લેવો પડે તો માલ પરિવહનનો સમય અને ખર્ચ બંને વધી શકે છે. તેની અસર વૈશ્વિક સપ્લાય ચેઇન અને વિવિધ વસ્તુઓના ભાવ પર પણ પડી શકે છે.

અમેરિકા સામે હૂતીઓનો વિરોધ

હુથી સંગઠનનું અમેરિકાની નીતિઓ અને મધ્ય પૂર્વમાં અમેરિકન પ્રભાવ સામે લાંબા સમયથી વિરોધી વલણ રહ્યું છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ બાદ આ તણાવ વધુ વધ્યો છે. હૂતીઓએ ઈઝરાયેલ તરફ મિસાઈલ અને ડ્રોન છોડવાના પ્રયાસો કર્યા છે અને લાલ સમુદ્રમાં ઈઝરાયેલ સાથે જોડાયેલા અથવા અન્ય વેપારી જહાજોને પણ નિશાન બનાવ્યા છે.

આ હુમલાઓને કારણે અમેરિકા અને તેના સાથી દેશોએ લાલ સમુદ્રમાં જહાજોની સુરક્ષા માટે સૈન્ય હાજરી વધારી છે. પરિણામે હુથીઓ અને પશ્ચિમી દેશો વચ્ચેનો તણાવ વધુ ગંભીર બન્યો છે.

યમનમાં હૂતીઓનું કેટલું નિયંત્રણ છે?

હૂતી વિદ્રોહીઓ યમનના ઉત્તરી અને પશ્ચિમી વિસ્તારોમાં મજબૂત સ્થિતિ ધરાવે છે અને રાજધાની સના પણ તેમના નિયંત્રણમાં છે. યમનમાં હૂતીઓ ઉપરાંત અન્ય રાજકીય અને સશસ્ત્ર જૂથો પણ સક્રિય હોવાથી સમગ્ર દેશ પર તેમનું સંપૂર્ણ નિયંત્રણ નથી. હૂતીઓની સૈન્ય ક્ષમતા, ઈરાન સાથેના તેમના સંબંધો અને બાબ અલ-મંદબ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગની નજીક તેમની સ્થિતિને કારણે તેઓ માત્ર યમનનો આંતરિક મુદ્દો રહ્યા નથી. તેમની ગતિવિધિઓ હવે સાઉદી અરેબિયા, અમેરિકા, ઈઝરાયેલ અને વૈશ્વિક વેપાર માટે પણ મહત્વપૂર્ણ બની ગઈ છે. આ જ કારણ છે કે યમનમાં હૂતીઓની કોઈપણ મોટી સૈન્ય કાર્યવાહી અથવા લાલ સમુદ્રમાં જહાજો સામેની કાર્યવાહીથી સમગ્ર મધ્ય પૂર્વ ઉપરાંત ક્રૂડ ઓઈલ, શિપિંગ ખર્ચ અને વૈશ્વિક બજાર પર પણ તેની અસર જોવા મળી શકે છે.

Breaking News : મહારાષ્ટ્રના સૌથી અમીર ધારાસભ્ય કેમ બન્યા ભિખારી? રસ્તા પર જઈને માગી ભિક્ષા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">