અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી કયારે યોજાશે ? મતદાન બાદ કેમ બે મહિને મતગણતરી કરાશે ? જાણો 

|

Oct 22, 2024 | 2:49 PM

US Presidential Election 2024 : હાલમાં અમેરિકામાં ચૂંટણી અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. અહીં અમેરિકામાં ચૂંટણી પ્રક્રિયાની શરૂઆતથી લઈને આગામી મહિનામાં એટલે કે નવેમ્બર મહિનાથી લઈને જાન્યુઆરીમાં પરિણામ સુધીની તારીખો જણાવી રહ્યા છીએ. અમેરિકામાં થોડા સમય માટે રાજકીય ઉથલપાથલ રહેશે, જેના પર સમગ્ર દુનિયાની બારીકાઈથી નજર છે.

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી કયારે યોજાશે ? મતદાન બાદ કેમ બે મહિને મતગણતરી કરાશે ? જાણો 

Follow us on

યુનાઇટેડ સ્ટેટ્સની રાષ્ટ્રપતિની ચૂંટણી 2024 એ 60મી ચતુવાર્ષિક રાષ્ટ્રપતિની ચૂંટણી હશે, જે મંગળવાર, 5 નવેમ્બર, 2024 ના રોજ યોજાનાર છે. આ પ્રમુખપદની ચૂંટણી યુએસ સેનેટ અને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણીની જેમ જ યોજાતી હોય છે. તેની સાથે ઘણા રાજ્યોમાં ગવર્નર અને એસેમ્બલીની પણ ચૂંટણીઓ પણ યોજાશે. અમેરિકામાં છેલ્લે રાષ્ટ્રપતિની ચૂંટણી વર્ષ 2020 માં યોજાઈ હતી. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પના સ્થાને જો બાઈડન ભારે બહુમતીથી વિજયી થઈને આવ્યા હતા.

ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય, કમલા હેરિસ અને પ્રમુખ જો બાઈડન ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તૈયાર છે. અન્ય જાહેર કરાયેલા ઉમેદવાર રિપબ્લિકન પાર્ટીના સભ્ય અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. જેમનો મુકાબલો જો બાઈડનના પક્ષના કમલા હેરિસ સાથે છે. બંને મુખ્ય પક્ષોના નોમિનેશન માટે કેટલાક હરીફોએ પણ શરૂઆતમાં પોતાની ઉમેદવારી શરૂ કરી છે. આ ચૂંટણીમાં જે કોઈ જીત મેળવશે તે 20 જાન્યુઆરી, 2025 ના રોજ પ્રમુખપદનો હોદ્દો સંભાળશે.

અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે થશે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ છે, જે હાલમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનું પદ ધરાવે છે. જ્યારે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ છે. જેઓ 2016 થી 2020 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ માટે રિપબ્લિકન પાર્ટીમાંથી જેડી વેન્સ છે અને ડેમોક્રેટિક પાર્ટીમાંથી ટિમ વોલ્ઝ છે. ચૂંટણી પ્રક્રિયા નવેમ્બરમાં શરૂ થશે અને આવતા વર્ષે જાન્યુઆરીમાં તેના પરિણામ જાહેર થશે.

રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા
આજનું રાશિફળ તારીખ : 22-10-2024

હાલમાં અમેરિકામાં ચૂંટણી અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. અહીં અમેરિકામાં ચૂંટણી પ્રક્રિયાની શરૂઆતથી લઈને આગામી મહિનામાં એટલે કે નવેમ્બર મહિનાથી લઈને જાન્યુઆરીમાં પરિણામ સુધીની તારીખો જણાવી રહ્યા છીએ. જે દર્શાવે છે કે, અમેરિકામાં થોડા સમય માટે રાજકીય ઉથલપાથલ રહેશે, જેના પર સમગ્ર દુનિયાની બારીકાઈથી નજર છે.

ડિસેમ્બર 17, 2024ના રોજ મતદારો, જેઓ એકસાથે ઇલેક્ટોરલ કૉલેજ બનાવે છે, તેઓ તેમના સંબંધિત રાજ્યો અથવા ડિસ્ટ્રિક્ટ ઑફ કોલંબિયામાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવા માટે બેઠક યોજશે. આના એક અઠવાડિયા પછી, 25 ડિસેમ્બરે, ચૂંટણીમાં પ્રાપ્ત મતોના આધારે સેનેટના અધ્યક્ષ થશે. આ ભૂમિકા આ ​​તારીખ સુધીની કાર્યવાહી ઉપરાષ્ટ્રપતિ અને આર્કાઇવિસ્ટ દ્વારા ભજવવામાં આવતી હોય છે.

આ પછી, આવતા વર્ષની 6 જાન્યુઆરીએ એટલે કે 2025માં 6 જાન્યુઆરીના રોજ, કોંગ્રેસના સંયુક્ત સત્રમાં ઇલેક્ટોરલ કોલેજના મતોની ગણતરીની ઉપરાષ્ટ્રપતિ અધ્યક્ષતા કરે છે અને પરિણામોની જાહેરાત કરે છે. તેઓ જણાવે છે કે, અમેરિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ ચૂંટાયા છે. આ પછી, 20 જાન્યુઆરીએ એક સમારોહમાં વિજેતા થયેલા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળતા હોય છે.

યુએસએ પ્રમુખપદની ચૂંટણીની તારીખ 2024 રાજ્ય મુજબ પ્રાંત

  • 11 સપ્ટેમ્બર અલાબામા
  • 19 સપ્ટેમ્બર વિસ્કોન્સિન
  • 20 સપ્ટેમ્બર મિનેસોટા, સાઉથ ડાકોટા અને વર્જિનિયા
  • 21 સપ્ટેમ્બર ઉત્તર કેરોલિના, અને લશ્કરી અને વિદેશી મતપત્રો
  • 23 સપ્ટેમ્બર મિસિસિપી
  • 26 સપ્ટેમ્બર મિશિગન
  • 30 સપ્ટેમ્બર નેબ્રાસ્કા
  • 7 ઓક્ટોબર જ્યોર્જિયા
  • 9 ઓક્ટોબર, એરિઝોના
  • 16 ઓક્ટોબર નેવાડા
  • 17 ઓક્ટોબર ઉત્તર કેરોલિના
  • 21 ઓક્ટોબર ટેક્સાસ

 

  1. ચૂંટણીનું નામ :
    2024 યુએસ પ્રમુખપદની ચૂંટણી
  2. કમિશન :
    ફેડરલ ચૂંટણી કમિશન
  3. દેશ :
    યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા
  4. કુલ રાજ્ય :
    50 રાજ્યો
  5. વર્તમાન પ્રમુખ :
    જો બાઈડન
  6. છેલ્લે યોજાયેલ ચૂંટણી :
    2020
  7. આગામી ચૂંટણી :
    2024
  8. યુએસ પ્રમુખપદની ચૂંટણી 2024 તારીખ :
    5 નવેમ્બર, 2024
  9. યુએસ પ્રમુખપદની ચૂંટણી 2024ના પરિણામની તારીખ :
    25 જાન્યુઆરી, 2025
Next Article